________________
રોપાશે. કેટલાક કાળ પછી ફરી બીજી જગ્યાએ રોપાશે, વળી ફરી ત્રીજી જગ્યાએ એ પ્રમાણે પછી પછી વિશિષ્ટ ફળવાળો આંબો નવવાર રોપાશે સ્વપ્નમાં આ દશ્ય જોઈને ધારિણી સર્વવૃત્તાંત પતિને કહે છે. રાજા તે હકીકત નિમિત્તિકોને કહે છે. તે નિમિત્તિક રાજાને જણાવે છે કે તમને ઉત્તમ પુત્ર થશે એમ અમે આ સ્વપ્નથી જાણીએ છીએ પરંતુ નવવખત રોપવાનો જે વ્યતિકર છે તેને અમે જાણતા નથી. (૧૯) નૃપદંપતી સંતોષને પામ્યા ત્યાર પછી ધારિણી પણ તે દિવસથી આરંભીને વાદળનો સમૂહ જેમ પાણીને ધારણ કરે તેમ ગર્ભને ધારણ કરે છે. જેમ જેમ ગર્ભ વધે છે તેમ તેમ ગર્ભના જ (પુત્રના) વિપુલ પુણ્યથી તેઓના ઘરમાં ગણિમાદિ () ચાર પ્રકારનું ધન વધે છે. (૨૧) પછી ગર્ભકાળ પૂર્ણ થયે છતે પ્રશસ્ત દિવસે ધારિણી જેમ રોહણ ભૂમિ રત્નપુંજને જન્મ આપે છે તેમ કરાયો છે ઉદ્યોત જેના વડે એવા પુત્રરત્નને જન્મ આપે છે. (૨૨) ત્યાર પછી ભરાવદાર સ્તન સાથે અફળાતી છે ગોળમોતીની માળા જેની, ઉતાવળથી ઉપાડેલ પગમાં રણકાર કરતી છે ઝાંઝર જેની, સરકી ગયો છે અંબોડો જેનો, સરકી ગયું છે. ઉત્તરીય વસ્ત્ર જેનું, હર્ષના રોમાંચથી શોભિત છે શ્રેષ્ઠ દેહલતા જેની, પરસેવાના જળબિંદુથી શોભતું છે મુખરૂપી કમળ જેનું એવી પ્રિયંવદિકા દાસીવડે રાજાને પુત્ર જન્મની વધામણી કરાઈ. (૨૩-૨૫) મંત્રી અને નગરના વૃદ્ધ પુરુષો બોલાવાયા અને નગરમાં મોટી વધામણીને પ્રવર્તાવો એવી આજ્ઞા અપાઈ (૨૬) તે આ પ્રમાણે.
દરેક ઘરમાં પ્રવૃત્ત થયો છે મહોત્સવ જેમાં, ચંદન રસથી સિંચાયેલ છે સમગ્રમાર્ગો જેમાં, નગરની રમણીજનોથી આરંભાયું છે. મંગળ જેમાં, શ્રેષ્ઠ નૃત્યોથી તુટેલી છે ઘણી હારલતાઓ જેમાં, બંદીજનવડે કરાયો છે કોલાહલ જેમાં, દેખાતું છે વિવિધ પ્રકારનું કૌતુક જેમાં, ઘરેઘરમાં બંધાયા છે. વિશાલ તોરણો જેમાં, ચારે તરફ ઘૂમી રહ્યા છે મશ્કરા (હાસ્ય કરાવનારા વિદૂષકો) જેમાં, ઘણાં તુષ્ટ કરાયા છે ભમતા યાચકો જેમાં, ચારે તરફ કરાયું છે ચંદન રસનું છાંટણું જેમાં, તથા પ્રવેશ કરાતા છે પૂજાના પાત્રો જેમાં, હરણ કરાતું છે મસ્તક પરનું વસ્ત્ર જેમાં, વગાડાતું છે ભેરી વાજિંત્ર જેમાં, અપાતું છે ઘણું દાન જેમાં, રચાયેલ છે દુકાનોની શોભા જેમાં, સંભળાય છે મધુર ગીત જેમાં, ખવાય છે. વિવિધ ભોજન જેમાં, પિવાય છે સુંદર પીણું જેમાં, શુદ્ધ કરાતું છે કેદસ્થાન જેમાં, છોડાતો છે બંદિજનનો સમૂહ જેમાં, કર, શુલ્ક અને દંડ માફ કરાયા છે જેમાં, સુર્વણ કળશોની સજાવટ કરાઈ છે જેમાં, નગર લોકોના મોટા પ્રમોદ સાથે લોકોના મન અને આંખને સુખ આપનાર અવાજથી આકુલ, હર્ષથી સમાકુલ, - દસ દિવસનું વર્યાપનક (વધામણી) રાજાવડે કરાયું. (૨૭-૩૪).
અને આથી જ આનંદની સાથે રાજાના ઘરે ધનના સમૂહની વૃદ્ધિ થઈ તેથી જ ધન એ પ્રમાણે તેનું નામ કરાયું. મેરુ પર્વતની ગુફામાં રહેલ કલ્પવૃક્ષની જેમ આ પુત્ર સુખથી વધે છે અને ઘર, નગર અને દેશ સુખ સમૃદ્ધિથી વધે છે અને યોગ્ય સમયે થોડાં દિવસોમાં સંપૂર્ણ કલાનો સમૂહ ધનવડે તેવી રીતે ગ્રહણ કરાયો કે જેથી સકલ વિબુધ જન વિસ્મિત થયો. પછી
() ગણિમ : ગણિને લેવડ દેવડ થાય તે સોપારી વગેરે ગણિમ છે. ધરિમ : જખીને લેવડ-દેવડ થાય તે ગોળ વગેરે ધરિમ છે. મેય : માપીને લેવડ - દેવડ થાય તે ઘી વગેરે મેય છે અને પરિછેદ્ય : પરીક્ષા કરીને લેવડ-દેવડ થાય તે રત્ન વસ્ત્ર વગેરે પરિછેદ્ય છે.
11