________________
(૧) ધન અને ધનવતી (૨) સૌધર્મ દેવલોકમાં દેવ (૩) ચિત્રગતિ ખેચર અને રત્નાવતી. (૪) માહેન્દ્ર દેવલોકમાં દેવ (૫) અપરાજિત અને પ્રીતિમતી (૬) આરણ દેવલોકનો ભવ (૭) શંખ અને યશોમતી ભાર્યા (૮) અપરાજિત વિમાનમાં દેવભવ (૯) અને નવમાં ભવમાં શ્રી નેમિજિન સ્વામી અને રાજીમતી તે બેને હું વંદુ છું. (૨૦-૨૧).
અથ શ્રી નેમિચરિત્ર અને તેમાં પ્રથમ ભવ જંબુદ્વીપના આ ભરતક્ષેત્રમાં સારાપત્રોથી યુક્ત, રાજહંસોની શોભાવાળું, ભમરાઓને રમ્ય અને લક્ષ્મીનું નિવાસ સ્થાન છે જેમાં એવા કમળવનની જેમ સુપ્રકાશિત છે રમ્ય સ્થાનો જેમાં, અતિ અદ્દભૂત કરાઈ છે દેવતાની પૂજા જેમાં નથી જોવાયો જીડ (અન્યાય) જેમાં એવું અમલપુર નામનું નગર છે. (૧-૨) જે નગર ધન-ધાન્યથી સમૃદ્ધ એવા ઉત્તમજનોથી આકીર્ણ છે અને નજીકની ભૂમિ સારાજનના વસવાટવાળી છે તથા દૂરનો પ્રદેશ સરોવર, બગીચા, વન, નિકુંજ (ઝાડી)થી યુક્ત છે અને નગરની અંદરનો ભાગ વિવિધ કાંતિવાળા મોતી, હાથીદાંત, રુખ, સુવર્ણના વિવિધ પ્રકારના જિનપ્રાસાદો અને મહેલોથી શોભિત છે અને તે નગર તાંબા વગેરેની સર્વ પ્રકારની ખાણોથી યુક્ત છે. આથી જ દેશાંતરથી આવેલાં લાખો વ્યાપારીઓની અવરજવરના કારણે ત્યાં રહેનાર બાલ વૃદ્ધ જનોને નગરમાં ભમવું અશક્ય બન્યું છે. ચંદનના રસની જેમ પોતાના યશથી દિશા રૂપી વધૂઓના મુખોને ઉજ્વળ કરતો વિક્રમધન નામનો રાજા અચલપુર નગરનું પાલન કરે છે. (૩ થી ૭) કરાયું છે શત્રુના માપ(સંખ્યા)નું મથન જેના વડે, પરાભવ કરીને અપાયેલ છે વનનો આહાર જેના વડે એવી તલવારમાં કમળની (કમળનાપક્ષમાં કરાયું છે બીજા પુષ્પોની પ્રતિષ્ઠાનું મથન જેના વડે, એવું કમળ, તથા આજીવિકા રૂપે વિતીર્ણ કરાયો છે જંગલી હાથીઓને આહાર જેનાવડે એવું કમળ.) જેમ જેની લક્ષ્મી હંમેશા વસે છે એવો તે રાજા છે. સજ્જનોને સુખકારક, દુર્જનને સંતાપ આપનાર, મધ્યમ લોકને વિશે માધ્યચ્ય એવો એકલો પણ ત્રણ રૂપવાળો ભુવનને વિસ્મિત કરે છે.
અવસરે ધર્મ, અર્થ અને કામભોગને સેવનારો હોવા છતાં પણ રૂપથી યુક્ત હોવા છતાં પણ સૌભાગ્યનો સમુદ્ર હોવા છતાં પણ તે રાજા પરસ્ત્રી પરાગમુખ છે. (૧૦) અંતઃપુરશિરોમણિ રૂપાદિગુણોથી યુકત, જાણે સકળ ગુણને ધારણ ન કરતી હોય તેવી ધારિણી નામની સ્ત્રી છે. (૧૧) તે બંને સમગ્ર જ રાજ્યલક્ષ્મીના સુખને અનુભવે છે ત્યારે ક્યારેક પણ ધારિણીએ રાત્રીના ચોથા પહોરમાં જેવા માત્રથી રમણીય, મેરુની જેમ વિસ્તારવાળો અને ઉદાર અતિગાઢ પત્રોના સમૂહથી શ્યામવર્ણવાળો, શ્યામકાંતિવાળો કોયલના કંઠમાંથી પ્રસરતો છે મધુર અવાજ જેમાંથી, દૂર ફેલાયેલી છે સુગંધ જેની, મંજરીના સુગંધમાં આસક્ત થયેલ ભમતા ભમરાના સમૂહના કોલારવથી વાચાળ, પરિપકવ ફળના સમૂહથી નમેલ શાખાની ઉપર ભમતા મા પોપટના સમૂહ જેમાં, મન અને આંખને સુખકર એવા આંબાના વૃક્ષને સ્વપ્નમાં જુએ છે. (૧૨ થી ૧૫)
અને દેવરૂપને ધરનારો કોઈપુરૂષ કહે છે કે આ હાથથી તારા આંગણામાં આજે આંબો