________________
અને જેમ ભવસ્વરૂપની પરિભાવના કરીને ત્યજાયેલ છે રાજીમતી આદિનો સંગ જેના વડે એવા શ્રીમદ્ નેમિજિનસ્વામી વડે સકલજનના ચિત્તને ચમત્કારી એવું અસાધારણ અનુષ્ઠાન આચરાયું છે તે સંવેગના અતિશયને ઉત્પન્ન કરનારું હોવાથી સંપૂર્ણ પણ નવભવના સંબંધવાળુ નેમિજિનનું ચરિત્ર પ્રતિપાદન કરવાની ઇચ્છાવાળા ગ્રંથકાર વડે કહેવાય છે.
તેઓ કેટલાક પણ જગતમાં જન્મે છે જેઓના નામાક્ષરને લેવામાં પણ જગત કૃતાર્થ અને હર્ષના વશથી ઉલ્લસિત હૈયાવાળું થાય છે. (૧) નામની અંદર જ સંકાંત થયેલા મહાપુરુષોના ગુણો પરિભ્રમણ કરે છે. તે મહાપુરુષોના નામ લેવામાં વિવેકીઓ પોતાને સુકૃતાર્થ માને છે (૨) અને સોભાગ્યના મહાનિધિ એવા જિનેશ્વરોના ચરિત્રો બીજાઓને પણ સુખકારક થાય છે. વિશેષથી શ્રી નેમિનાથનું ચરિત્ર.(૩) એકલા પાકેલા આંબાના વૃક્ષના ફળો સરસ છે તો પછી ખાંડ સાથે ભળેલા કેરીના ફળોની સરસતાનું શું કહેવું ? (અર્થાત્ ઘણાં મધુર બને છે.) (૪) પણ ફકત શ્રી નેમિનાથના નિર્મળચરિત્રો સુખકારક છે તો પછી રાજીમતી સહિતના તે ચરિત્રો જગતમાં કોને સુખ ન આપે (અર્થાત્ બધાને સુખ આપે) (૫) સમ્યકત્વની પ્રાપ્તિ પછી આ રાજીમતીની સાથેના શ્રી નેમિજિનેશ્વરના નવભવના સંબંધવાળું ચરિત્ર છે. (૬) હરિવંશ પ્રમુખ વંશોની ઉત્પત્તિનું વર્ણન જેમાં છે એવા ઘણાં શાસ્ત્રો રૂપી દુધર સમુદ્રમાંથી સજનવર્ગને સુખકારક અમૃત જેવા ચરિત્રને હું રચું છું.(૭) જેવી રીતે કાલકૂટવિષ કયારેય પણ અમૃતસમાન થતું નથી તેવી રીતે અમૃતતુલ્ય આ ચરિત્રને દુર્જનો સાંભળવાને પણ લાયક નથી. (૮) સૂર્યોદય કયારેય પણ ઘૂવડના ચિત્તને સુખ આપતો નથી તેમ કુશીલ વર્ગને ચંદ્રની ચાંદની કયારેય પણ સુખ આપતી નથી. (૯) આ ચરિત્રનું શ્રવણ ભારે કમ દુર્જનના અવિદ્યમાન દોષોને ઉત્પન્ન કરે છે અને સર્વવિદ્યમાન ગુણોનો નાશ કરે છે, દુર્જનની ગતિ લોકમાં વિષમ છે. (૧૦) દુર્જનના સંસ્તવમાં મૃષાવાદ દોષ થાય છે અને નિંદા કરવામાં પાપ થાય છે તથા પ્રયત્ન પૂર્વક સંસ્તવ કરાયેલો દુર્જન પણ દોષોને કહે છે. (૧૧) અને નિંદા કરાતો દુર્જન પણ સવિશેષથી જ દોષને બોલે છે તેથી પાપી દુર્જનોની પાપી કથાથી પણ સર્યું. (૧૨) દુર્જનની નિંદા કરવામાં પોતાનું નિંદાપણું પ્રકટ થાય છે અને તેની સ્તુતિ કરવાથી મૃષાવાદનો દોષ લાગે છે તેથી તેઓની ઉપેક્ષા ઉચિત છે. (૧૩) તેથી ગંભીર, લઘુકમ, માધ્ય, ધીર સજ્જનો જ શ્રી નેમિનાથ પ્રભુના ચરિત્રના શ્રવણને માટે યોગ્ય છે. (૧૪) અનંતગુણોના ધામ એવા તીર્થકરોની નિંદામાં મોટું પાપ છે તથા તુચ્છમતિ એવા અમારા વડે સ્તુતિ કરવી અશકય છે. (૧૫) સ્તુતિના વિરહમાં પણ તેઓ પ્રશંસનીયના ગુણને ગ્રહણ કરે છે અને તેના દોષને ઢાંકે છે કેમકે ધીરપુરુષોની આવી પ્રકૃતિ જ છે. (૧૬) પ્રશંસનીય વિષયમાં તો તે સુજનો પ્રાર્થના કરવા યોગ્ય છે તેથી હું જે કહું છું તેને એકાગ્રચિત્તથી સાંભળો. (૧૭) શ્રી નેમિનાથ સ્વામી તથા શ્રી રાજુમતીના નવ ભવ સંબંધવાળા ચરિત્રને હું કહું છું અને તે નવભવો કમથી આ પ્રમાણે છે. (૧૮) શ્રી નેમિજિનેશ્વર સમ્યકત્વની પ્રાપ્તિ પછી રાજમતીની સાથે નવ ભવ સંસારમાં રહ્યા તેને હું સ્વભકિતની શકિતથી કહું છું. (૧૯)
તો તેના નવભવને સંગ્રહ કરનારી બે ગાથાઓ આ પ્રમાણે જાણવી.