________________
संसारसरूवंचिय परिभावंतेहिं मुक्कसंगेहिं । सिरिनेमिजिणाईहिं वि तह विहिअंधीरपुरिसेहिं ॥५॥ . संसारस्वरूपं चैव परिभावयद्भिर्मुक्तसङ्गैः । श्रीनेमिजिनादिभिरपि तथा विहितं धीरपुरुषैः ॥५॥
ગાથાર્થ સંસાર સ્વરૂપની જ ભાવના કરતા મુકાયેલ સંગવાળા શ્રી નેમિજિન આદિ ધીરપુરુષો વડે તે પ્રમાણે ભવસ્વરૂપની ચિંતા કરાઈ છે. संसारस्वरूपमेव च परिभावयद्भिः श्रीमन्नेमिजिनादिभिरपि मुनिमण्डलाधिपतिभिर्धीरपुरूषैः । तथा-तेन शास्त्रलोकप्रसिद्धेन प्रकारेण विहितं, प्रव्रज्यामहाभारोद्वहनादिकं सदनुष्टानमिति गम्यते, किं पुनः 'शेषमुनिभिः? । इदमुक्तं भवति-अनित्यादिरूपतया निःसारोऽयं संसारो, दुःखहेतवश्चेह योषिदादिभावाः सकलदेहिनां, निजनिजकार्याभिकांक्षी, चात्र सर्वो जनः, किंपाकफलोपमाः पर्यन्तदारुणाः खलु विषयाः, अकृ तरमणीयानि प्रेमाणि, अपरित्यजन्तमपि प्राणिनं परित्यजन्त्यवश्यमभीष्टसंयोगाः, अनिच्छतोऽप्यापतन्त्यनिष्टसम्प्रयोगाः, रोगशतसम्पातोपद्रुतान्यसुमतां शरीराणि, जराराक्षसीविधुरितोऽयं सर्वेषां यौवनाभिमानो, विलसति सर्वत एव निपातावसरापेक्षी मृत्युर्महावैरिको, नास्ति च निःशेषदुःखदवप्रशमाम्बुवाहं सकलसुखसन्दोहपरमनिबन्धनं धर्म विहाय प्राणिनामन्यदिह शरणमित्यादिरूपेण भवस्वरूपमेव परिभावयद्भिः श्रीमन्नेमिजिनादिभिरपि मुनीश्वरैर्धीरपुरुषैः परोपदेशानपेक्षं स्वयमेव प्रतिबुद्धस्तत्सर्वजनप्रसिद्धं सदनुष्ठानं विहितं, अतस्तीर्थकारादीनामपि सत्पुरुषाणां संसारार्णवमुत्तितीप्रूणां भवभावनैव महातरणी बभूवा, ततोऽन्यैरपि मुमुक्षुभिः सैवाश्रयणीया (इति गाथार्थः) | |
ટીકાઈઃ સંસાર સ્વરૂપની જ ભાવના કરતા શ્રી નેમિજિનાદિ પણ તીર્થંકર ધીરપુરુષો વડે શાસ્ત્રલોક (આગમ)માં પ્રસિદ્ધ પ્રકારથી પ્રવજ્યા રૂપ મહાભારને વહન કરવા સ્વરૂપ સદ્અનુષ્ઠાનનું આચરણ કરાયું છે તો પછી બાકીના મુનિઓની શું વાત કરવી ? (અર્થાત્ બાકીના મુનિગણથી સુતરાં આચરાવું જોઈએ) કહેવાનો આશય એ છે કે અનિત્યાદિ સ્વરૂપથી આ સંસાર અસાર છે, આ સંસારમાં સર્વ જીવોને સ્ત્રી આદિ ભાવો દુઃખના કારણો છે. આ સંસારમાં સર્વલોક પોતપોતાના કાર્ય (સ્વાર્થ)ના અભિલાષવાળો છે. વિષયો નિશ્ચયથી કિંપાકના ફળ સમાન અંતે દારુણ છે, સ્ત્રીજનનો પ્રેમ કૃત્રિમ છે. ઈચ્છિત સંયોગને નહીં છોડવા માગતા જીવને અભિષ્ટ (ઇચ્છિત) સંયોગો છોડી દે છે. અનિષ્ટ સંયોગોની ઈચ્છા ન હોવા છતાં બળાત્કારે આવીને પડે છે. જીવોના શરીરો સેંકડો રોગોના સંપાતથી ઉપદ્રવ કરાયા છે, બધા જીવોના યુવાનીનો અભિમાન જરારૂપી રાક્ષસી વડે પીડાયેલ છે. પડવાના અવસરને જોતો મહાવૈરી મૃત્યુ ચારેબાજુ જ વિલાસ કરે છે અને સકળ દુઃખરૂપી દાવાનળને શાંત કરનાર મેઘ સમાન, સકળસુખ સમૂહનું શ્રેષ્ઠ કારણ એવા ધર્મને છોડીને જીવોનું આ સંસારમાં બીજું કોઈ શરણ નથી એવા સ્વરૂપથી ભવસ્વરૂપની પરિભાવના કરતા શ્રીમદ્ નેમિજિનાદિ તીર્થકર ધીરપુરુષો વડે પરોપદેશની અપેક્ષા વિના જ સ્વયં પ્રતિબોધ પામીને અનુષ્ઠાન આચરાયું છે તે સઅનુષ્ઠાન સર્વજનમાં પ્રસિદ્ધ છે. આથી સંસાર સમુદ્રને તરવાની ઇચ્છાવાળા તીર્થંકરાદિ સપુરુષોને ભવભાવના જ મહાતરણી (નૌકા) થઈ છે. તેથી અન્યપણ મુમુક્ષો વડે ભવભાવના જ આશ્રય કરવા જેવી છે (સેવવા જેવી છે.) એ પ્રમાણે ગાથાર્થ છે.