________________
ભવભાવના વિશે હંમેશા જ પ્રયત્ન કરવો જોઈએ એ પ્રમાણે ત્રીજી ગાથાનો ભાવાર્થ છે.
भवस्वरूपे भाव्यमाने विशिष्टविवेकावाप्तिश्च भव्यानां भवतीत्याह
ભવસ્વરૂપની વિચારણા કર્યા પછી ભવ્યજીવોને વિશિષ્ટ પ્રકારના વિવેકની પ્રાપ્તિ થાય છે તેને કહે છેसंसारभावणाचालणीइ सोहिन्जमाणभवमग्गे । पावंति भव्वजीवा नठं व विवेयवररयणं ॥४॥ संसारभावनाचालन्या शोध्यमाने भवमार्गे । प्राप्नुवन्ति भव्यजीवाः नष्टमिव विवेकवररत्नम् ॥४॥
ગાથાર્થ : સંસાર ભાવના રૂપી ચાલાણીથી ભવમાર્ગ શોધાયે છતે ભવ્યજીવોને નાશ પામેલું વિવેકરૂપી શ્રેષ્ઠરત્ન નિશ્ચયથી પ્રાપ્ત થાય છે. (અહીં રુવ શબ્દ નિશ્ચય અર્થમાં
४) संवेगोपगतानां येयं संसारभावना अनवरतं भवनैर्गुण्यचिन्ता सैव चालनी-धूलीधावकोपकरणविशेषरूपा तया अज्ञानाविरत्यादिहेतुकर्मरजश्चलनेन शोध्यमाने भवस्य-संसारस्य मार्गेऽज्ञानाविरति मिथ्यात्वादिके प्राप्नुवन्ति भव्यंजीवाः, किं तदित्याह--विवेक एव वरं--प्रधानं रत्नं विवेकवररत्नं । किम्भूतं ? --नष्टमिवहस्तवस्त्रग्रन्थ्यादेः खसित्वा पतितमिव । इदमुक्तं भवति-संसारभावनाचालन्या कर्मरजश्चलनेन शोध्यमानेऽज्ञानादिके भवमार्गे पूर्वं नष्टमिव विवेकवररत्नं यतो भव्यजन्तवः प्राप्नुवन्ति अतोऽपि भवभावनायां सदैवाऽऽस्था विधियेते गाथार्थः ॥४॥
ટીકાર્ય : સંવેગને પામેલા જીવોને સતત ભવનેગુંથ્યની ચિંતા સ્વરૂપ જે ચાલણી (ધૂળ ધોયાનું ઉપકરણ વિશેષ) છે તેના વડે અજ્ઞાન-અવિરતિ આદિ કારણો રૂપ કર્મરજને ચાળવાથી (૨) [પ્રસ્તુતમાં સંસારનો માર્ગ મિથ્યાત્વ-અવિરતિ-પ્રમાદ-કષાયાદિથી ભરેલો છે તેમાં વિવેકરૂપી રત્ન ખોવાઈ ગયું છે જે જોઈ શકાતું નથી. તેથી કર્મરૂપી રજને ભેગી કરીને ભવભાવના રૂપી ચાલણીથી ચાળવાથી મળી જાય છે.] (શોધવાથી) અજ્ઞાન-અવિરતિ-મિથ્યાત્વાદિરૂપ સંસારમાર્ગમાં ખોવાયેલ વિવેકરૂપી શ્રેષ્ઠ રત્નને ભવ્યજીવો પ્રાપ્ત કરે છે. તે વિવેકરત્નની વર્તમાન ' સ્થિતિ કેવી છે ? તે વિવેકરત્ન હાથમાંથી સરકીને અથવા વસ્ત્રના બાંધેલા છેડામાંથી છૂટી સંસારરૂપી માર્ગની ધૂળમાં ખોવાઈ ગયું છે. કહેવાનો ભાવ એ છે કે – સંસારની ભાવના રૂપી ચાલણીથી કમરજને ચાળવાથી અજ્ઞાનાદિ રૂ૫ ભવ માર્ગ શોધાયે છતે ખોવાયેલ વિવેક રૂપી શ્રેષ્ઠરત્નને ભવ્ય જીવો અવશ્ય પ્રાપ્ત કરે છે આથી પણ ભવભાવના વિશે નિરંતર શ્રદ્ધાવાળા થવું. એ પ્રમાણે ગાથાનો ભાવાર્થ છે. अथ श्रीमन्नेजिनतीर्थकरायुदाहरणेन पुनरवि भवभावनाप्रवृत्तानां गुणान्तरोपप्रदर्शनार्थमाह- હવે શ્રીમદ્ નેમિજિનેશ્વરના ઉદાહરણથી ફરી પણ ભવભાવનાના ચિંતનમાં પ્રવૃત્ત થયેલાઓને બીજા ગુણોની પ્રાપ્તિ થાય છે તેને બતાવતા કહે છે
ગાડા ચલાવાથી જે માર્ગ બન્યો હોય તે માર્ગના બંને ચિલામાં ઘણી ધૂળ હોય છે આ માર્ગ પર ચાલતા કોઇક જીવની ચાંદી આદિના સિક્કા જેવી ભારે વસ્તુ પડી જાય તો ધૂળની અંદર ઊંડી ઊતરી જાય છે તેથી ચાંદીનો સિક્કો તેને મળતો નથી. તેથી તે જીવ માર્ગમાં પડેલી સર્વ ધૂળને ભેગી કરીને ચાલણીથી ચાળે છે પછી ધૂળ ચાલાણીના કાણામાંથી ચળાઈને નીકળી જાય છે અને સિક્કો ચાલણીમાં રહી જાય છે. આ રીતે ખોવાયેલ સિક્કો મળી જાય છે.