________________
સંબંધ શાસ્ત્રમાં કહેવા જોઇએ ઇતરથા (જે આ અભિધેય, પ્રયોજન અને સંબંધ ન કહેવામાં આવે તો) શિષ્યની પ્રવૃત્તિનું શૂન્યપણું થાય છે એમ જાણવું. (તસુન્નત-શિષ્યસ્થ પ્રવૃત્તઃ રશૂન્યત્વમ્) એ પ્રમાણે બે ગાથાનો અર્થ છે.
किं पुनर्भवस्वरूपभावनायाः फलमित्याह-
પણ ભવના સ્વરૂપની ભાવનાનું ફળ શું છે ? તેને કહે છે
संवेअमुवगयाणं भावंताणं भवण्णवसरूवं । कमपत्तकेवलाणं जायइ तं चेव पच्चक्खं ॥ ३ ॥ संवेगमुपगतानां भावयतां भवार्णवस्वरूपम् । क्रमप्राप्तकेवलानां जायते तच्चेव प्रत्यक्षम् ॥ ३ ॥
ગાથાર્થ : ભવ રૂપ સમુદ્રની વિચારણા કરતા સંવેગને પામેલા અને ત્યારપછી કેવળજ્ઞાનને પામેલા જીવોને ભવસમુદ્રના સ્વરૂપનું પ્રત્યક્ષપણું થાય છે. (અર્થાત્ હાથમાં રહેલ આમળાની જેમ જગતના ત્રણેય કાળના સર્વભાવોને કેવળીઓ જુએ છે અને જાણે છે.) - ૩
तीव्रशुभाध्यवसायपूर्वको हर्षोदंचितगात्रस्य मुक्तिसुखाभिलाषः संवेगस्तमुपागतानां भव्यप्राणिनां भवार्णवस्वरूपं चतुर्गतिकसंसारसमुद्रस्वभावं भावयतां पुनः पुनश्चेतसि निवेशयतां तदेव जायते करतलन्यस्तामलकीफलवत्प्रत्यक्षं । कथंभूतानां सतामित्याह- क्रमेण प्राप्तं केवलं केवलज्ञानं-यैस्ते तथा तेषाम् । इदमुक्तं भवति-- तीव्रसंवेगापन्नानां दुरन्तानन्तदुःखात्मकं भवस्वरूपं भावयतां प्रतिक्षणं तत्र निर्वेदः समुत्पद्यते, संवेगतः प्रकर्षमुपगच्छति, ततश्चेत्थं भाव्यमाने भवस्वरूपे प्रतिसमयं प्रकर्षमश्नुवाने शुभध्यानाग्नौ दह्यमाने चातिगहनघातिकर्म्ममहावने क्रमशः समालोकितलोकालोक स्वरूपं केवलज्ञानमाविर्भवति, ततः पूर्वप्रक्लृप्तायां भवभावनायां यत्सिद्धान्तपरितन्त्र्येणैव दृष्टम्, न साक्षात् तदेव भवस्वरूपं समुत्पन्नकेवलानां साक्षात् प्रत्यक्ष भवति, तदनन्तरं च भवोपग्राहिकर्म्मक्षये मोक्ष, इत्येवं केवलज्ञानमोक्षावाप्तिफलत्वाद् भवभावनायां सर्वदैव यत्नो विधेय इति गाथार्थः ||३||
ટીકાર્થઃ સંવેગ એટલે હર્ષથી રોમાંચિત થયેલ જીવને તીવ્રશુભ અધ્યવસાયપૂર્વકનો મોક્ષસુખનો અભિલાષ. તે સંવેગને પામેલા ભવ્યપ્રાણીઓને ચતુર્ગતિરૂપ સંસાર સમુદ્રની ચિત્તમાં વારંવાર ભાવના કરવાથી તે સંસારનું સ્વરૂપ હાથમાં રહેલા આમળાના ફળની જેમ પ્રત્યક્ષ થાય છે. ક્યા જીવને પ્રાપ્ત થાય છે ? ક્રમથી જેમણે કેવળજ્ઞાન પ્રાપ્ત કરેલું છે તેઓને ભવસ્વરૂપ પ્રત્યક્ષ થાય છે. કહેવાનો સાર એ છે કે તીવ્ર સંવેગને પ્રાપ્ત થયેલા ભયંકર અનંત દુઃખરૂપ પ્રતિક્ષણ સંસારના સ્વરૂપની ભાવના કરતાં જીવોને સંસારને વિશે નિર્વેદ ઉત્પન્ન થાય છે. સંવેગ પ્રકર્ષને પામે છે. તેથી આ પ્રમાણે પ્રતિસમય ભવસ્વરૂપની ભાવના કરાયે છતે સંવેગ અને નિર્વેદનું પ્રકર્ષ પ્રાપ્ત થયા પછી શુભધ્યાન રૂપી અગ્નિમાં અતિગહન ઘાતીકર્મરૂપી મહાવન બળે છતે ક્રમથી સ્પષ્ટ રીતે જોવાયેલું છે લોકાલોકનું સ્વરૂપ એવું કેવળજ્ઞાન પ્રગટ થાય છે. જે સિદ્ધાંતના પારતજ્ન્મથી જ પૂર્વે પ્રકૃષ્ટ ભાવેલી ભવભાવનામાં જે જોવાયું હતું તે પરોક્ષ હતું. તે જ ભવસ્વરૂપ કેવળજ્ઞાન ઉત્પન્ન થયા પછી પ્રત્યક્ષ થાય છે. ત્યાર પછી અઘાતી (ભવોપગ્રાહિ) કર્મોનો ક્ષય થયા પછી મોક્ષ થાય છે. આ રીતે કેવળજ્ઞાન અને મોક્ષપ્રાપ્તિનું ફળ મળતું હોવાથી
6