________________
સાતવેદનીયાદિ પ્રશસ્ત કર્મપ્રકૃતિ સ્વરૂપ જે ગાઢ પુણ્ય ઉપાર્જન કરાયું છે તે પુણ્યનું ઘણું બાહુલ્ય હોવાથી શરીરના અંદરના ભાગોને પૂરીને નહીં સમાતું અંકુશના સમૂહ રૂપે બહાર નીકળીને જાણે પગરૂપી કમળને શોભિત ન કરતું હોય ! અહીં રુવ અવયવ ઉભેક્ષા અલંકાર અર્થે વપરાયો છે. અને તેથી નમતા શ્રેષ્ઠ દેવોના મણિમય મુકુટમાંથી સ્કુરાયમાન થતાં કિરણોથી શોભિત થયે છતે ઘણાં પુણ્યના અંકુરાના સમૂહથી જાણે શોભિત ન હોય એવા શ્રી વીરપ્રભુના ચરણરૂપી કમળને નમીને હું વિભાવના ગ્રંથને રચું છું. “યામિ' બીજી ગાથામાં મુકેલ છે તેની સાથે અહીં સંબંધ જોડવો અને તે બીજી ગાથા તરત જ કહેલી છે. તે ભવભાવના કેવી છે ? પાપરૂપી મળના ડાઘથી રહિત એટલે કે નિર્દોષ છે એમ કહેવાનો ભાવ છે. તે સિવ! આ ભવભાવના કોના જેવી છે? મોતીના માળા જેવી છે. જિં ત્યા રતિ - કરીને? મોતી જેવા સર્વ પદાર્થોનો સમાવેશ કરીને અહીં પદાર્થ શબ્દ સામર્થ્યથી () આવેલ છે એમ સ્વયં સમજી લેવું. સભ્ય શેમાંથી? આ ભવભાવના સિદ્ધાંતરૂપી સમુદ્રમાં રહેલી સુયુક્તિ રૂપી છીપોમાંથી બનાવેલી છે. કોઈપણ પ્રમાણથી અબાધિત એવી વિશિષ્ટ જીવાદિ તત્ત્વોની સિદ્ધિ કરવામાં હેતુભૂત પ્રજ્ઞપ્તિ-પ્રજ્ઞાપના જીવાભિગમ વગેરે શાસ્ત્રપદ્ધતિઓ જેમાં રહેલી છે એવા સિદ્ધાંતરૂપી સમુદ્રમાંથી સુયુક્તિઓને ગ્રહણ કરીને આ ભવભાવના ગ્રંથ રચેલ છે. શુકિત એટલે સમુદ્રના પક્ષમાં મોતીઓને ઉત્પન્ન થવાની છીપ અને શ્રુતસમુદ્રના પક્ષમાં તત્ત્વોને કહેનારા વચનો. કહેવાનો ભાવ એ છે કે -
જેવી રીતે કોઈ વ્યક્તિ સમુદ્રમાં રહેલી શક્તિઓમાંથી મોતીને ગ્રહણ કરીને નિર્મળ એવી મોતીની માળાને રચે છે તેવી રીતે સિદ્ધાંતમાં રહેલા જુદા જુદા શાસ્ત્રગ્રંથોમાંથી પદાર્થોને ગ્રહણ કરીને નિર્મળ એવા ભવભાવના નામના ગ્રંથને રચું છું. આનાથી કહેવાનું એ થાય છે કે ભવભાવના નામના ગ્રંથમાં એક પણ અક્ષર પોતાની મતિ મુજબ નહીં કહેવામાં આવે પરંતુ આગમ અનુસારથી જ સર્વ કહેવાશે. અને આ ગ્રંથમાં પ્રથમ ગાથાથી પરમાર્થની પ્રાપ્તિના કારણભૂત પ્રસ્તુત શાસ્ત્ર નિર્વિન પૂર્ણ થાય તે માટે અને શિષ્ય-પ્રશિષ્યની પરંપરાથી શાસ્ત્રની સ્થિરતા થાય તે માટે સકળ મંગળ સ્વરૂપ શ્રીમદ્ મહાવીર સ્વામીને નમસ્કાર કરીને મંગલ કર્યું છે. અને કહ્યું છે કે – કલ્યાણો ઘણાં વિનોવાળાં છે તેથી મંગલનો ઉપચાર કરીને મહાનિધિની જેમ અથવા મહાવિદ્યાની જેમ કલ્યાણોને ગ્રહણ કરવા. બીજી ગાથાથી પ્રસ્તુત શાસ્ત્રના શ્રવણાદિમાં શિષ્યની પ્રવૃત્તિના કારણભૂત ભવસ્વરૂપની પરિભાવનાનું સ્વરૂપ કહેવાયું છે અને તે આ ગ્રંથનો અભિધેય (વિષય) છે. ભવસ્વરૂપની પરિભાવનાથી ઉત્પન્ન થતા સંવેગ અને નિર્વેદથી મુક્તિની પ્રાપ્તિ થાય છે. ભવસ્વરૂપની પરિભાવના અનંતર પ્રયોજન છે અને મુક્તિની પ્રાપ્તિ પરંપર પ્રયોજન છે. એમ સ્વયં જાણવું. આ પ્રમાણે શાસ્ત્રના શ્રવણાદિમાં શિષ્યની પ્રવૃત્તિ સિદ્ધ કરાયેલી થાય છે. કહ્યું છે કે – શિષ્યની પ્રવૃત્તિ નિમિત્તે અભિધેય, પ્રયોજન અને
* જે વસ્તુનો જે વસ્તુની સાથે સંબંધ કે અપેક્ષા હોય તે વસ્તુનો ઉલ્લેખ ન કરવામાં આવ્યો હોય તો પણ સામર્થ્યથી સમજી લેવું. જેમકે જેઓ વીતરાગ છે તે અવશ્ય વીતદ્વેષ છે તેથી વિતષનો ઉલ્લેખ ન હોય તો પણ સમજી લેવું. તેમ અહીં મોતીની માળા અને ભવભાવના ગ્રંથને ઉપમાન-ઉપમેય ભાવનો સંબંધ છે મોતીની માળા મોતીઓથી ગુંથાયેલી છે તેમ ભવભાવનરૂપી માળા પદાર્થોરૂપી મોતીઓથી ગુંથાયેલી છે.
5