________________
જણાવે છે. (૨૩૦૩) આ સાંભળીને હર્ષિત મનવાળા દેવો શેષ કાર્યોને છોડીને કેટલાક હાથી-ઘોડા- મનુષ્ય-મગરના પીઠ પર બેઠેલા, બીજા સિંહ-હરણ-વાઘ અને મોર પર બેઠેલા અને બીજા હાથી અને શરભ ઉપર બાંધેલા આસનવાળાઓ વડે પ્રસારિત કરાઈ છે સર્વ દિશામાં તેજની શોભા જેના વડે એવા કેટલાક પણ શૃંગાર કરીને ઘણી અપ્સરાઓની સાથે વજના સારવાળા વિમાનમાં રહેલા, બીજા કેટલાક મણિના વાહનમાં શિબિકા પર આરૂઢ થયેલા એવા સમગ્ર પણ દેવો સજજ થયા. ત્યાર પછી ક્રમથી વિસ્તાર પામતા એવા મણિના થાંભલાના સમૂહથી શોભિત, પ્રસારિત કરાયો છે સંપૂર્ણ દિશાઓના વલયમાં ઉદ્યોત જેના વડે વાચાળ કિંકિણીવાળા ધ્વજોની માલાથી મંડિત, ભુવનરૂપી લક્ષ્મીની ભુજાઓથી આચ્છાદિત, એવા જંબુદ્વીપ પ્રમાણ તે શ્રેષ્ઠ વિમાનને કરાવીને આકાશની અંદર પૂરે છે. (૨૩૦૭) દેવ સમૂહથી વીંટળાયેલ જિનવરને વિશે ઉત્કંઠિત એવો ઈન્દ્ર તેના પર આરોહણ કરીને બેઠો. પછી દક્ષિણ બાજુના રતિકર પર્વત પર અદ્ધિવાળા વિમાનનો સંક્ષેપ કર્યો. (૨૩૦૮) પછી ક્ષણથી ઈન્દ્ર જિન ભવનમાં પહોંઓ અને જિનનું તથા માતાનું અતિશ્રેષ્ઠ સ્તુતિઓથી મંગળ કર્યું. પ્રતિબિંબ
સ્થાપીને, અવસ્થાપિની નિદ્રા આપીને ભુવનમાં ચિંતામણિ સમાન એવા જિનવરને લે છે. (૨૩૦૯) કરતલ પર સ્થાપીને, મનમાં જિનેશ્વરના અનંતગુણોની ભાવના કરીને શ્રેષ્ઠ શોભાવાળા પાંચ રૂપો કરી ભક્તિથી ભરાયેલો ઈન્દ્ર પ્રભુને મેરુ પર્વત પર લઈ જાય છે. (૨૩૧૦) ક્ષીરસમુદ્ર જેવી ઉજ્જવળ, કરાયેલ છે કુસુમનો ઢગલો જેની પર, રજ રહિત હોવાથી નિર્મળ એવી પાંડુશિલા પર ઝગઝગાટ કરતા રત્નના સિંહાસન પર શકેન્દ્ર પોતાના ખોળામાં પ્રભુને લઈને બેઠો. (૨૩૧૧) આસનકંપથી જણાયો છે જિનેશ્વરનો જન્મ જેઓ વડે, હર્ષિતમનવાળા એવા ઈશાનેન્દ્ર વગેરે સર્વે પણ ઈન્દ્રો ત્યાં આવ્યા અને પોતપોતાના દેવગણની અગ્રેસર રહ્યા. (૨૩૧૨) જ્યોતિષ, વ્યંતર ભવનપતિ નિવાસી હર્ષિતમનવાળા અસંખ્ય દેવો ત્યાં આવ્યા. તેમાનાં કેટલાક જિનેશ્વરના મસ્તકપર છત્રને ધારણ કરે છે અને કેટલાક સુપ્રયત્નથી ચામર ઢાળે છે. (૨૩૧૩) કેટલાકો ધૂપકડછીમાં વ્યાપૃત છે. અને બીજા કેટલાક ઈન્દ્રો દર્પણને લેવામાં વ્યાપૃત છે અને શુભમનવાળા એવા તેઓ જિનેશ્વરની આગળ ધરે છે અને બીજા પાણીવાળા વાદળોની જેમ ગર્જરવને કરે છે. (૨૩૧૪) કેટલાક દેવો ગાય છે, કેટલાક નાચે છે, કેટલાક ઉત્તમ પુષ્પોના સમૂહને મૂકે છે, કેટલાક કંઠથી સુંદર ગર્જના કરે છે, કેટલાક ઘોડાની જેમ હણહણાટ કરીને આકાશને ભરે છે. (૨૩૧૫) આ રીતે હણાયેલ છે કામદેવ જેના વડે એવા નેમિ જિગંદને નમેલા ઈન્દ્રો પ્રભુને શકેન્દ્રના ખોળામાં બેસાડે છે અને આગળ દેવો પોતપોતાની સેવા કરે છે. (૨૩૧૬) હવે વિકસંત મુખથી સેંકડો વચનોને બોલતા, રોમાંચના ઉદ્ગમથી પ્રકટિત કરાયેલ ભકિતના ભરથી નૃત્ય કરતી અપ્સરાઓના વૃંદથી સહિત ઈન્દ્રો કુસુમાંજલિને ધરે છે (૨૩૧૭) અને ત્યાં દેવો પારિજાત વૃક્ષની મંજરીઓથી મંડિત, કમળ અને કંચનાર વૃક્ષોના પાંદડાઓથી મર્દિત (સહિત), મોગરા અને માલતીના કળીઓથી મિશ્રિત, ચંદન, કપૂર અને અગરુથી વાસિત અને કુટુંબક, મરુઓ(ડમરો) અને સેવંતીના પુષ્પોથી સહિત, ચંપક અને વિકસિત શ્વેત પારાન્તિક પુષ્પોથી સહિત ગંધથી ખેંચાયેલ ભમતા ભ્રમરોનો સમૂહ છે જેની ઉપર એવા કુસુમના સમૂહને મૂકે છે. (૨૩૧૯) એ પ્રમાણે મોટા અનુરાગથી
109