________________
સુરેન્દ્રો નેમિ જિણંદના ચરણ યુગલમાં સકલ સુરજનમાં હર્ષને ઉત્પન્ન કરતી નિર્મળ શ્રેષ્ઠ, કુસુમાંજલિને ધરે છે. (૨૩૨૦) એટલામાં અચુતેન્દ્રની આજ્ઞાથી બધા ઈન્દ્રોના પોતપોતાના દેવ સમૂહો સફેદ કાંતિવાળા એવા ક્ષીર સમુદ્રના જળ સમૂહને લાવે છે. (૨૩૨૧) તથા તેઓ કલ્પવૃક્ષની મંજરીથી યુક્ત, ચૂર્ણવાસથી વાસિત, પુષ્કરાદિ સમુદ્રના નિર્મળ જળ દ્રહ, તીર્થ, કુંડ અને નદીઓના જળને લાવે છે. (૨૩૨૨) દેવો સ્નાનને માટે પાંડુક અને સોમનસ આદિ વનોની, હિમવંત વગેરે સ્નાનોથી, સર્વ ઔષધિયો તથા સરસવના કુસુમના સમૂહને લાવે છે તથા તુવર અને માટીના સમૂહને તથા હરિચંદનના સુગંધી ચૂર્ણને લાવે છે. (૨૩૨૩) આ પ્રમાણે કરાયેલી છે જિનની સેવા જેઓ વડે એવી સર્વ દેવીઓથી, સ્નાનની સામગ્રી લાવનાર સર્વ દેવોથી ભરાયેલ સર્વ આકાશ મંડળને હર્ષિત મનવાળા અચ્યુતેન્દ્ર જેયું. ત્યારે નિર્મળ મણિ અને મુકુટથી દીપતું છે મસ્તકનું મંડળ જેનું, શ્રેષ્ઠ આભરણ અને વસ્રોથી શોભતો, સ્ફુરિત મણિ અને રત્નના કિરણોના સમૂહથી શોભતો, અંગરક્ષકોથી સહિત, પર્યાદાથી સહિત, સામાનિક દેવોની સહિત, લોકપાલ દેવોથી સહિત, વૈમાનિક દેવોથી સહિત, સાત અનીક અને સાત અનીકાધિપતિથી સહિત, મનમાં મોટા સંભ્રમને વહન કરતો એવો અચ્યુતેન્દ્ર નાશ . કર્યા છે ભાવશત્રુઓ જેણે એવા તીર્થંકર નેમિ જિનના સ્નાનને માટે વિચિત્ર પ્રકારના એક હજારને આઠ ભિન્ન ભિન્ન જાતિના સુકળશોને ભક્તિથી સ્વયં હાથથી ઊંચકે છે. (૨૩૨૭) દેવો વડે ધારણ કરાયેલા કેટલાક મણિમય અને કેટલાક સુવર્ણમય કળશો શોભે છે અને બીજા કેટલાક શ્વેત ચાંદીથી બનેલા કળશો સુકૃત પુણ્યવાળા દેવો વડે હાથમાં ધારણ કરાયા છે. (૨૩૨૮) કેટલાક કળશો સુવર્ણ રૂપ્યમય છે, કેટલાક સુવર્ણ રત્નમય છે, કેટલાક રત્ન રૂપ્યમય છે, કેટલાક સુવર્ણ મણિ અને રત્નમય છે અને તેમાં બીજા કેટલાક માટીના છે. કેટલાક સ્વાભાવિક છે, કેટલાક વિકુર્વેલા છે. તે બધા દરેક એક હજારને આઠની સંખ્યામાં છે, કેટલાક કળશો શ્રેષ્ઠ ઝારી અને અરીસાથી યુક્ત છે. કેટલાક કુંભો ચંદનની માળાવાળા છે, કેટલાક કડછાથી સહિત છે, (૨૩૩૦) કેટલાક ઈન્દ્રો ન્હવણ સમયે પુષ્પગંગેરી, પટલ આદિ તથા થાળાદિને ગ્રહણ કરે છે. નવા હરિચંદનના લેપથી વિલેપન કરેલા, સુગંધી કુસુમોની માળાઓથી અલંકૃત, કલકલ અવાજથી સુશોભિત એવા શ્રેષ્ઠ કળશો એકી સાથે સર્વ આદરથી અચ્યુતેન્દ્ર વડે અભિષેક કરાયા. (૨૩૩૧) આ પ્રમાણે દેવોથી પૂજાયેલા, સજ્જનોને આનંદ આપનાર એવા અચ્યુતેન્દ્ર સ્નાનને કરાવે છે અને ત્યાં ગુણોમાં અગ્રેસર નેમિ જિનેશ્વર ભુવનમાં અભ્યધિક શોભે છે. (૨૩૩૨) અને આ જ વિધિથી પ્રાણાત કલ્પનો ઈન્દ્ર કળશોને લે છે અને સ્નાન કરાવે છે. પછી સહસાર દેવલોકનો ઈન્દ્ર નિર્મળ નીરના પ્રવાહને રેડીને ભગવાનને સ્નાન કરાવે છે. (૨૩૩૩) પછી છેદી નાખ્યો છે સંસાર રૂપી ચક્ર જેણે એવો સાતમા દેવલોકનો મહાશક્રેન્દ્ર જિનેશ્વરને સ્નાન કરાવે છે. પછી લાંતક કલ્પનો ઈન્દ્ર ગુણગણમાં ગરિષ્ઠ એવા જિનને નીચેથી અભિષેક કરે છે. (૨૩૩૪) પછી બ્રહ્મલોકનો ઈન્દ્ર નમેલા છે ઈન્દ્રો અને રાજાઓ જેને એવા જિનેશ્વરને સ્નાન કરાવે છે. પછી માહેન્દ્ર, સનતકુમાર અને ઈશાનેન્દ્ર સુગંધમય જળથી સ્નાન કરાવે છે. (૨૩૩૫) પછી ક્રમથી ચમર પ્રમુખ ભવનપતિના ઈન્દ્રો કર્મરૂપી મળથી મૂકાયેલા એવા જિનનું સ્નાન કરાવે છે. (૨૩૩૬) ફરી ચંદ્ર અને સૂર્યના ઈન્દ્રો,
110