________________
ખંભિત કરાયો છે ભવ પ્રવાહ જેના વડે એવા નેમિજિનને સ્નાન કરાવે છે. એ પ્રમાણે બાકીના ઈન્દ્રો જિનેશ્વરને ભવભયને ભાંગનારું એવું સ્નાન કરાવે છે. હવે સુગતિમાં જનારો સૌધર્મ દેવલોકનો ઈન્દ્ર જે કરે છે તેને હું કહું છું. (૨૩૩૭) ઈશાનેન્દ્ર પાંચ રૂપ કરીને જિનેશ્વરને ખોળામાં લઈને બેસે છે. પછી સૌધર્મેન્દ્ર જિનેશ્વરની ચારેય દિશામાં મચકુંદ પુષ્પ જેવા ઉજજ્વળ ચાર વૃષભોને વિક છે. (૨૩૩૮) ચારેય વૃષભના આઠ શીંગમાંથી નીકળી, ઊર્ધ્વમુખી થઈ, શ્રેષ્ઠ દૂધ જેવી પ્રભાને ધારણ કરતી, એકત્ર મળીને શ્રેષ્ઠ પાણીની ધારાઓ જિનેશ્વરની ઉપર પડે છે. (૨૩૩૯) તે સ્વચ્છ ધારાઓ મરકત શિલા જેવી સ્વચ્છ નેમિજિનની છાતી પર હારાવલિની જેમ શોભે છે. પછી અચ્યતેન્દ્ર જેવી રીતે જિનનું સ્નાન કરાવ્યું તેવી રીતે શકેન્દ્ર પણ જિનને સ્નાન કરાવે છે. (૨૩૪૦) પછી સુગંધી કાષાય વસ્ત્રથી જિનેશ્વરના અંગને સર્વ આદરથી લૂછે છે અને શ્રેષ્ઠ વિલેપનોથી વિલેપન કરે છે અને શ્રેષ્ઠ વસ્ત્ર અને આભૂષણોથી શણગારે છે. (૨૩૪૧) પછી સુસુગંધી કલ્પવૃક્ષના અસંખ્ય ફુલોથી પૂજા કરે છે અને વગાડાતા દેવદુંદુભિના પડઘાઓથી આકાશ ભરાય છે. (૨૩૪૨) આમ ભકિતના ભરવાળો, દેવોના અધિપતિ એવો સોધર્મેન્દ્ર ભવભયને ભાંગનારું સ્નાન કરાવે છે. બૃહસ્પતિ તુલ્ય હોય, મતિથી અભ્રંશ હોય અને સો જીભવાળો હોય તો પણ શું તે સ્નાનનું વર્ણન કરી શકે ? (૨૩૪૩) હવે રણઝણ થતા મણિવલયવાળા, મહિવલયને કંપાવનારા, પગથી મોટા ભારને મૂકતા, ટૂટી રહ્યા છે શ્રેષ્ઠ હાર જેના, પોતાના મનમાં સંતોષ પામેલા હર્ષિત મનવાળા એવા ઈન્દ્રો પોતાની ભુજાઓ ઊંચી કરીને નૃત્ય કરે છે. (૨૩૪૪) જેમાં જિનચરિત્ર વર્ણવાયું છે એવા મધુર ગીતોને ગાનારો, શુભ વચન, મન અને કાયાવાળો એવો અપ્સરાનો સમૂહ મેરુ પર્વત પર ઇન્દ્રોની વચ્ચે નૃત્ય કરે છે અને જિનેશ્વરના ઘણાં ગુણોને મધુર ગીતોથી ગાય છે. (૨૩૪૫) ઘણાં આનંદને ઉત્પન્ન કરનારા નૃત્યને કરતા એવા દેવોના વંદો રત્નોની વૃષ્ટિ કરે છે, કેટલાક સુવર્ણની વૃષ્ટિ કરે છે, કેટલાક સુગંધી નીરની વૃષ્ટિ કરે છે, કેટલાક સુગંધી કુસુમોની વૃષ્ટિ કરે છે, કેટલાક વર્ષના નાદો કરે છે, કેટલાક સારવાળા પડઘાઓને કરે છે. (૨૩૪૬) કેટલાક દેવો કૂદે છે, કેટલાક હાથીની જેમ ગર્જે છે, કેટલાક ઘોડાની જેમ હણહણે છે, કેટલાક સિંહની જેમ નિર્માદ કરે છે, કેટલાક ભાટ ચારણની જેમ સુંદર પ્રચંડ મંગલોને બોલે છે, વધતા આશુરાગવાળો સૌધર્મેન્દ્ર શ્રી નેમિ જિનેશ્વરની સ્તુતિ કરે છે અને બધા દેવો સાંભળે છે (૨૩૪૭) તે આ પ્રમાણે' હે ભવરૂપી વૃક્ષને ભાંગવા માટે કઠોર પવન જેવા ધીર ! હે ગુણ રૂપી મણિઓને ધારણ કરનારા સમુદ્ર સમાન! હે ભયંકર મોહ રૂપી હાથીના કુંભને વિદારણ કરવા માટે યુવાનસિંહ સમાન ! હે કેવળજ્ઞાન રૂપી લક્ષ્મી (શોભા) ના ઘર સમાન ! હે આકાશની જેવા નિર્મળ ! હે પાપ રૂપી કાદવને ધોનાર પાણી સમાન ! હે મહાબળવાન ! હે વિશુદ્ધ વિજ્ઞાની ! એવા હે દેવ! તારા ચરણ રૂપી કમળને નમું છું. (૨૩૪૮) હે રાગ રૂપી દુર્ભેદ્ય કમળને ભેદવા માટે હિમના પૂરસમાન ! હે ઠંડીની ઘનતાને હણવા માટે સૂર્યના મંડળ સમાન ! હે નિર્મળ બુદ્ધિના એક માત્ર ઘર ! હે દેદીપ્યમાન તેજના પંજ! હે ગુણ સમૂહના ધામ ! હે રમણની ઈચ્છા રૂપ અંકુરાને નાશ કરવા માટે પવન સમાન ! હે માયારૂપી વેલડીને મૂળ સહિત બાળવા માટે દારુણ
111