________________
દાવાનળ સમાન ! (૨૩૪૯) હે પરમ આગમ રૂપી ગંગા નદીની ઉત્પત્તિના કારણભૂત એવા હિમાલય પર્વત સમાન ! હે સારા જળથી ભરેલ નવા વાદળના અવાજ જેવા સુંદર વિશાળ મધુર ધ્વનિવાળા ! હે સિદ્ધિરૂપી કમળ માટે શ્રેષ્ઠ ભ્રમર સમાન! હે સુકુલમાં અવતરનાર ! હે સંસારથી તારનાર ! નિર્મળ કમળ રૂપી આગમનું કારણ એવા હે દેવ ! હું તને વંદુ છું. (૨૩૫૦) હે ચરણ- કરણને પાળવામાં ઘણો બંધાયો છે રસ જેમને એવા ! હે નરકનું નિવારણ કરનાર ! હે સ્ત્રીઓના સંગથી વિરક્ત થયું છે ચિત્ત જેમનું એવા ! હે કરુણાને ધારણ કરનાર ! હે હિંસાના સંગથી રહિત ! હે નિસ્પૃહ ! હે કઠોર ઈન્દ્રિયોના વશ માટે નિશ્ચિત કરાયો છે મનનો અભિપ્રાય જેના વડે ! હે ઇન્દ્રિયોરૂપી ઘોડાઓને માટે દોરડીના બંધ સમાન ! હે સુંદર રચાયા છે આગમો જેના વડે ! હે કમળના દળ જેવી મનોહર કાંતિવાળા છે ચરણો જેમના ! હે પરના હિતને કરનારી મતિને વિશે તત્પર ! હે રાગ રૂપી સાપના સમૂહને નાશ કરવામાં ગરુડ સમાન ! હે લોભરૂપી સાગરને પાર પામનાર ! હે કુનય-કુસંગ-કુવાસ-હાસ્ય મત્સર રૂપી પર્વતને ચીરનાર (ભેદનાર) ! હે અંતરાય કર્મના સમૂહના રસના સંચયને જીર્ણ કરનાર ! (૨૩૫૨) હે અસાધારણ જરા-રોગ- મરણને વારનાર ! હે મોહ રૂપી શત્રુને નાશ કરવા માટે મોટા યશં સમાન ! હે શંકર-બહ્મા-વિષ્ણુ-શૂર-કામના સૈન્યની સાથેની લડાઈમાં વિજયી ! હું કિન્નરગણઈન્દ્ર અને મનુષ્યોના સમૂહથી મહાન ! હે મુક્તિમાં જનારાઓમાં અતિશ્રેષ્ઠ ! એવા હે પ્રભુ ! તારા ચરણ રૂપી કમળની સ્તવના કરુ છું. (૨૩૫૩) દેવોનું સતત આગમન છે જેમની પાસે એવા હે પ્રભુ ! હે પૃથ્વી મંડલમાં સુંદર ! હે મચકુંદ પુષ્પના દળ જેવા સફેદ છે દાંતો જેમના! હે ઉત્તમ વાણીના ભંડાર ! હે પર્વત જેવા બળવાન ! હે રમણીય શરીરી ! હે ગંભીરતાના સાગર ! હે સુગુણોને વિશે રાગી ચિત્તવાળા ! હે શ્રેષ્ઠ અને ઉદાર ચિત્તવાળા ! જીવોને વિશે મહાદયાવાન એવા હે પ્રભુ ! તમે જય પામો. (૨૩૫૪) હે સૌમ્ય ! દયાવાન ! સુસમૃદ્ધ ! સિદ્ધ ! સંબુદ્ધ ! નિરામય ! લીલા-ક્રીડા-વિલાસ રૂપી કાષ્ઠને બાળવા માટે દાવાનલ સમાન ! સિદ્ધિ રૂપી સ્રીને વિશે લીન ! અતિ વિશાળ સંસાર રૂપી સમુદ્રથી તારનારા ! સંપૂર્ણ ક્લેશને નિવારનારા ! એવા હે દેવ ! સંસારના વિરહને આપો. (૨૩૫૫)
એ પ્રમાણે પ્રાકૃત સમાન સંસ્કૃત વચનોથી હર્ષપૂર્વક અરિષ્ટનેમિ જિનવરની સ્તુતિ કરીને સુરેન્દ્ર પંચાંગ પ્રણિપાત કરે છે. આ પ્રમાણે સ્તુતિ કરીને શકેન્દ્ર નેમિન્જિનને માતાની પાસે લઈ જાય છે. રત્ન સુવર્ણાદિ નિધાનોથી જિનભવનને પૂરે છે. (૨૩૫૭) આ પ્રમાણે બત્રીશ સુરેન્દ્રો વડે કરાયેલ જન્મ મહોત્સવ પૂર્ણ થયો. (બત્રીશ વ્યંતર ઇન્દ્રોનો ભુવનપતિમાં સમાવેશ કરવાથી બત્રીશ ઈન્દ્રો થાય છે.)
જન્મ મહોત્સવનું શેષકાર્ય જંબુદ્વીપ પ્રજ્ઞપ્તિમાંથી જાણવું તથા બત્રીશ સુરેન્દ્રો વડે સત્કાર કરાયેલ નેમિન્જિનને જોઈને પ્રભાત સમયે સમુદ્રવિજય વગેરે મનમાં ખુશ થયા. પછી બારમા દિવસે મોટો મહોત્સવ કરીને માતાએ જે શ્રેષ્ઠ રિષ્ટ રત્નમય ચક્રને સ્વપ્નમાં જોયું હતું તેથી માતાપિતા રિષ્ટનેમિ એ પ્રમાણે તેનું નામ સ્થાપે છે અથવા તો પુત્રના જન્મથી અરિષ્ટો નાશ પામ્યા અથવા દુશ્મનને પણ ઈષ્ટ હોવાથી અથવા અરિષ્ટફળ જેવા શ્યામ હોવાથી રૂપ અને ચરિત્રથી સકલ ભુવનને આનંદ આપનારા જિનેશ્વરનું નામ અરિષ્ટનેમિ એ પ્રમાણે સ્થાપન કરે
112