________________
છે. (૨૩૬૨) હવે જેમ જિનધર્મની આરાધના કરવાથી પુણ્ય પરમાણુનો સમૂહ વધે તેમ દેવોવડે સેવાતા તે ભગવાન વધે છે. આ પ્રમાણે નેમિજિન સુખપૂર્વક સમુદ્રવિજયને ઘરે રહે
છે.
અને આ બાજુ નિર્લજજ કંસ કોઈપણ રીતે વસુદેવના ઘરે ગયો અને ત્યાં ક્રીડા કરતી, નાસિકા છેદાયેલી એવી એક કન્યાને લાંબા સમય સુધી જુએ છે, ઘણાં વિકલ્પોથી ભય પામેલો ધ્રુજતા શરીરવાળો તે ઘરે ગયો અને કોઈપણ નૈમિત્તિકને બોલાવીને એકાંતમાં પૂછે છે કે જે દેવકીનો સાતમો ગર્ભ મારા વધને માટે મુનિ વડે કહેવાયો હતો તે મુનિવચન શું અલીક છે ? અથવા તો કન્યાના છળથી મારો કોઇ દુશ્મન જીવે છે ? અથવા તો તે રૂપ પરિવર્તન કરીને અન્યત્ર કયાંય લઈ જવાયો છે ? મને તું કહે તેથી નૈમિત્તિક કહે છે કે મુનિવચન કયારેય અલીક હોતું નથી. તારો દુશ્મન જીવે છે પરતું કયાં જીવે છે તે હું જાણતો નથી. પણ તેને જાણવાના ઉપાયને કહું છું. તો જે દુર્ધર, અતિમહાબળવાન, અભિમાની, તીક્ષ્ણશૃંગવાળો એવો અરિષ્ટવૃષભ જીવોના સંઘાતને હણતો ભમે છે અને મહાબળવાન, અતિ ભયાવહ, દુષ્ટ, જીવોને હણનારો તારી અશ્વશાળામાં બંધાયેલ જે કેશી નામનો ઘોડો છે અને પુષ્ટ શરીરવાળો જે ખર (ગધેડો) છે તથા લોકનો દુશ્મન એવો જે દારુણ ઘેટો છે તે બધાને તું વૃંદારક વનમાં છોડ. ભમતા લોકને હણતા આઓને જે મહાપરાક્રમી હણશે તેને તારો દુશ્મન જાણવો અને ઓળખવાનો બીજો પણ અહીં એક ઉપાય છે કે (૨૩૭૩) સુવર્ણ અને રત્નોથી બંધાયેલ, શ્રેષ્ઠ શ્રૃંગમાંથી નિષ્પન્ન, સર્વત્ર પૂજાતું, તારા પિતાના ઘરે જે વિખ્યાત ધનુષ્ય છે તેને ગ્રહણ કરવા કોઇપણ શક્તિમાન નથી તો પછી આરોપણ કરવાની તો શું વાત કરવી ? તે ધનુષ્યને ભાવિ અર્ધચક્રવર્તી આરોપણ કરશે એમ જ્ઞાનીઓએ કહ્યું છે તથા લીલાપૂર્વક તે ધનુષ્યને મુદ્ધિમાં સ્થાપન કરીને ચઢાવશે તે તારો અંત કરશે એમાં શંકા નથી. આ હકીકત સાંભળીને કંસ મરણના ભયથી વ્યાકુલતાને પામ્યો. નૈમિત્તિકને પૂજીને વિસર્જન કરે છે. પછી કહે છે કે અરિષ્ટવૃષભ, કેશી અશ્વ, ખર અને મેંઢો એ ચારને પોષીને બળવાન કર. (૨૩૭૮) અને જલદીથી મદને ગ્રહણ કરે તેમ તું કર. પછી પરિભ્રમણ કરતા તેઓને દુષ્ટ વૃંદારક વનમાં છૂટા મૂક. તેમજ ચાણ્ર અને મુષ્ટિક એ બે મલ્લોને સન્માન કરીને યુદ્ધ અને બાહુ (મલ્લ) યુદ્ધમાં જલદીથી કુશળ અને અતિ બળવાન બને તેમ કર. આ પ્રમાણે શત્રુના વિનાશમાં કરાયેલ છે નિશ્ચય જેના વડે એવો તે કંસ ઉતાવળ કરતો કયાંય પણ રતિને, નિદ્રાને અને સુખને મેળવતો નથી અને કંઇપણ ચેતનાને મેળવતો નથી, પ્રયોજન વિના પણ લોકો પર ગુસ્સે થાય છે, મારે છે, મંત્રી વર્ગનું અપમાન કરે છે, કારણ વિના પ્રજાને દંડે છે. ત્યારપછી ગ્રહથી ગ્રહિલની જેમ કંસ ઉપર સર્વ અંતઃપુર તથા સર્વ દેશવાસી ઘણો વિરક્ત મનવાળો થયો. (૨૩૮૩) કંસ સ્વપરહિત કે કાર્યાકાર્યને જાણતો નથી. નજીકમાં મૃત્યુ થવાનું હોવાથી હંમેશા ક્રોધી રહે છે. રામસહિત કૃષ્ણ પણ ક્રીડા કરતો તે ગોષ્ઠમાં ભમે છે.
હવે કોઇક વખત પરમ રમણીય શરદઋતુ શરૂ થઇ. તે અરિષ્ટ વૃષભ અરિષ્ટ (અરીકા)ના ફળ સમાન કૃષ્ણ દેહવાળો કાળની જેમ ભમતો તે ગોષ્ઠમાં આવ્યો. મદોન્મત્ત બળવાન એવો તે ગર્જના કરીને સર્વ ગાયોને ત્રાસ આપે છે. ગોવાળીયાઓને મારે છે અને ઘરોને ભાંગે છે.
113