________________
પછી અરિષ્ટવૃષભથી ત્રાસિત સર્વ ગોવાળોનો સમૂહ ગોપીઓ તથા બળદ અને વાછરડાની સહિત પલાયન થઇ ચારેય દિશામાં ચાલ્યો ગયો. ગુસ્સે ભરાયેલા ગોવાળીયાઓ ઢેફા અને લાકડીઓથી પ્રહાર કરે છે પરંતુ ગુસ્સે થયેલ તે વૃષભ ઉન્મત્ત હાથીની જેમ કોઈને પણ ગણકારતો નથી. આ પ્રમાણે અનુચિતને કરનારા તે મહાવૃષભને જોઈને ગોપીઓથી વાતો પણ કૃષ્ણ તેના તરફ દોડે છે. જે કોટિ શિલાને ઉપાડે છે તેને આ બળદ માત્ર શું ગણતરીમાં હોય? તેથી લીલાપૂર્વક વિચિત્ર પ્રકારોથી કૃષ્ણ તે બળદની સાથે યુદ્ધ કરે છે. પછી પૂંછડું પકડીને કુતૂહલથી લાંબો સમય જમાડે છે અને મુષ્ટિથી પેટમાં એવી રીતે હણ્યો કે જેથી તે મૃત્યુ પામ્યો. (૨૩૯૨) હર્ષિત થયેલી પુષ્ટ સ્તનની છાતીવાળી ગોપીઓ પ્રકટ રાગથી કૃષ્ણને ફરી ફરી આલિંગન કરે છે. પછી બીજે દિવસે લાંબા પેટવાળો, વિષમ ઓઠવાળો, મોટી દાઢી અને ભયંકર મુખના પોલાણવાળો કેશી અશ્વ ભમતો ત્યાં આવ્યો. આ દુષ્ટ અશ્વના મુખમાં કોણી ભરાવીને કૃષ્ણ લીલાથી તેને નિર્બળ કર્યો અને જીર્ણ વસ્ત્રની જેમ બે ભાગ કર્યા. (૨૩૯૫) પછી હર્ષિતમનવાળા ગોપ અને ગોપીઓના સમૂહથી પ્રશંસા કરાતો કૃષ્ણ બીજે દિવસે બળદેવની સાથે વૃંદારક વનમાં ગયો. દુષ્ટ જળચરના સમૂહવાળી, વિષમ એવી મહાનદી યમુનાના કહને કિનારે કાલિક નામનો દષ્ટિ વિષ (૫) સર્પ વસે છે. તે દષ્ટિ વિષ સર્પ કૃષ્ણ વડે પોતાના સામર્થ્ય અને શકિતથી દૂર કરાયો. પછી બાળકોની સાથે કૃષ્ણ નિર્વિધન જળકીડા કરે છે. હવે બીજે દિવસે કૃષ્ણ અને બળદેવ મેંઢા અને ખરને હણે છે. પછી તુટ મનવાળા વૃંદારક વનમાં કીડા કરે છે. (૨૩૯૪) હવે કંસે અરિષ્ટ વૃષભ આદિનો મારણાદિનો સર્વ વ્યતિકર સાંભળ્યો, ત્યારપછી કંસે પોતાની બહેન સત્યભામાને ધનુષ્યની પૂજા માટે નિમણુંક કરી અને ઘોષણા કરાવી કે જે ધનુષ્યને ચઢાવશે તેને મારી બહેન સત્યભામા અને અર્થે રાજ્ય આપીશ અને ધનુષ્ય આરોપણ મહોત્સવ શરૂ કરાયો. સામંત રાજ, મંડલિક તથા સામાન્ય લોકો ત્યાં આવ્યા. વસુદેવ અને મદનવેગાનો પુત્ર અનાધૃષ્ટિ આ વ્યતિકરને સાંભળીને શૌર્યપુરથી ત્યાં આવે છે. (૨૪૦૩) એક રાત બળદેવની પાસે નંદગોઝમાં વસીને પ્રભાતે પોતાની સહાય માટે કૃષ્ણની માંગણી કરી. બળદેવ વડે રજા અપાયેલ કૃષ્ણ સાથે રથમાં આરૂઢ થયેલ અનાવૃષ્ટિ જેટલામાં ચાલવાની શરૂઆત કરે છે તેટલામાં ઊંચો રથ વડના મોટા વૃક્ષની ડાળીમાં અટવાયો. પછી અનાધૃષ્ટિને વ્યાકુળ જોઇને કૃષ્ણ તે વડના ઝાડને ભાંગ્યુ. એ પ્રમાણે ભાઈના સામર્થ્યને જોઈને, ભેટીને ચુંબન કરે છે અને ખુશ થયેલ અનાવૃષ્ટિ તથા કુષ્ણ ધનુષ્ય ગૃહમાં જાય છે ત્યાં તેણે ધનુષ્ય જોયું અને સુવર્ણકાંતિવાળી, ચંદ્રમુખી, વિશાળ અને પુષ્ટ સ્તનો છે જેની છાતી તલપર, ઉન્નત કમરવાળી, દષ્ટિના ક્ષેપ રૂપી બાણોથી કામીઓના હૈયાને વીંધતી એવી કંસની બહેન સત્યભામાને જોઈ. વિકસંત આંખવાળી એવી તે પણ લીલાથી કૃષ્ણને જેતી કામદેવરૂપી ભીલના ભાલાથી હૃદયમાં નિર્દય તાડન કરાઈ. (૨૪૧૦) પછી અનાવૃષ્ટિ દેવતાથી અધિષ્ઠિત તે બાણને જોવા શક્તિમાન થતો નથી તો પણ અભિમાનથી ગ્રહણ કરતો ધસ કરતો પૃથ્વી પર પડ્યો. પછી કૃષ્ણ દેવતાથી મૂકાયેલ ધનુષ્યને લીલાથી ગ્રહણ કરે છે અને દેવતાના અનુભાવ (પ્રભાવ)થી ચઢાવે છે. હવે
(૩૧) દષ્ટિ વિષ સર્પ : જેની દૃષ્ટિમાં ઝેર હોય તેવો સાપ, સૂર્યની સન્મુખ દૃષ્ટિ કરી પછી જેના પર દષ્ટિ કરે તે જીવોને બાળીને ખાખ કરી નાખે તેવો સાપ.
114