________________
સર્વલોક પણ કૃષ્ણના અસાધારણ ચરિત્રને જોઇને હર્ષ પામે છે, વિશેષથી સત્યભામા પણ હર્ષ પામે છે, અને ત્યાંથી અનાધૃષ્ટિ કૃષ્ણને લઇને પિતા વસુદેવના ઘરે દરવાજા ઉપર કૃષ્ણને છોડે છે. એકલો અનાધૃષ્ટિ પિતાની પાસે જઇને કહે છે કે મેં ધનુષ્યનું આરોપણ કર્યું તેથી ગુસ્સે થયેલ વસુદેવ અનાવૃષ્ટિને કહે છે કે કોના વડે તું અહીં લવાયો છે? યમરાજથી ખેંચાયેલો તું કંસવડે નિશ્ચયથી મરાશે. આ સાંભળીને ભય પામેલ અનાધૃષ્ટિ કૃષ્ણને ગોષ્ઠમાં મૂકીને પોતે ફરી પણ શૌર્યપુરમાં સમુદ્રવિજયની પાસે ગયો. પછી સર્વત્ર લોકવાદ થયો કે નંદગોવાળના પુત્ર કૃષ્ણવડે ખરેખર દેવતાથી અધિષ્ઠિત બાણ ચઢાવાયું. પછી પ્રદેષી કંસ કૃષ્ણના ઘાતને માટે મથુરા નગરીમાં મોટા ધનુષ્ય મહોત્સવની ઘોષણા કરાવે છે. ત્યાં મંચો બંધાવે છે અને બળવાન મલ્લોને બોલાવે છે અને ગોષ્ઠમાં કૃષ્ણે પણ મલ્લયુદ્ધને સાંભળ્યું તેથી બલદેવને કહ્યું કે આપણે મલ્લયુદ્ધ જોવા માટે ત્યાં જઇએ. બળદેવે આ વાત સ્વીકારી. પછી તેઓ જશોદાને કહે છે કે આને સ્નાન કરાવીને તૈયાર કર પરંતુ જશોદા હજી પણ જેટલામાં તૈયાર નથી કરાવતી તેટલામાં નિન્નુર વચનોથી બળદેવે કહ્યું કે તું દાસીપણાને જાણતી નથી. પોતાની નીચજાતિને જાણતી નથી જેથી અમારું કહેલું તું જલદી કરતી નથી અને આ માતાના પરિભવને સાંભળીને કૃષ્ણ મનમાં ગુસ્સે થયો. બંને પણ સ્નાન માટે ઘણાં ગોવાળોના સમૂહથી યુક્ત યમુના નદી પાસે આવ્યા. પછી બળરામે કૃષ્ણને કહ્યું કે હે વત્સ ! તું દીર્ઘ નિશ્વાસવાળો કેમ દેખાય છે? તથા અત્યંત દુભાયેલ હૈયાવાળો કેમ છે ? કૃષ્ણ કહે છે કે તે મારી સમક્ષ માતાને નિર્ભર્ત્યના કરી. આરાધિત કરાયા છે વડીલો જેના વડે એવા તારા જેવાઓને હંમેશા આવું કરવું યોગ્ય નથી. કંસની સાથે વેર છે એમ આને જણાવવા યોગ્ય સમય છે એમ મનમાં વિચારીને બળદેવ કહે છે કે તને કંઇપણ જણાવવા માટે મારાવડે માતા તર્જના કરાઇ પણ દ્વેષથી નહીં. હે વત્સ ! તે વ્યતિકર તારે આ પ્રમાણે જાણવો. (૨૪૨૮)
જશોદા તારી માતા નથી. નંદ તારો પિતા નથી. હે વત્સ ! દેવકરાજાની પુત્રી દેવકી તારી માતા છે. હે કૃષ્ણ ! સૌભાગ્યનિધિ ભુવનમાં વિખ્યાત, સુભટ, દેવ-મનુષ્ય અને ખેચરોથી નમાયેલ, જાદવોમાં ઉત્તમ એવો વસુદેવ તારો પિતા છે. ગોકુળના પૂજનના બાનાથી આંખમાં ભરાયેલ આંસુવાળી જે મહીને મહીને તારી પાસે આવે છે અને તારા મુખમાં સ્તનના દુધને આપે છે અને હંમેશા દીર્ઘ નિશ્વાસા મૂકે છે તે દેવકી તારી માતા છે એમ જાણ અને પિતા પણ દેવ સમાન લીલા તથા સુખોને અનુભવતો અહીં રહે છે. હું તારો મોટોભાઇ અહીં તારા રક્ષણ માટે મોકલાયો છું. એ પ્રમાણે સાંભળીને વિસ્મિત હૈયાવાળો કૃષ્ણ બળદેવને કહે છે કે જો એમ છે તો આપણે ગોકુળમાં કેમ વસીએ છીએ ? (૨૪૩૪)
પછી બળદેવે અતિમુક્તક મુનિવરના વચનો તથા છ ભાઇના નાશ વગેરેનો વ્યતિકર કૃષ્ણને કહ્યો. આ સાંભળી પ્રગટ થયો છે ઘણો કોપ જેને એવો કૃષ્ણ કહે છે કે મારા ભાઇઓ જેના વડે હણાયા છે તેને જો હું હમણાં ન હણું તો બાલ-વૃદ્ધ-સ્ત્રી-ગુરુ-દીનના વિદ્યાત કરનારાઓની ગતિને હું પામું એ પ્રમાણેની પ્રતિજ્ઞા તારી હાજરીમાં હું ગ્રહણ કરું છું. પછી બળભદ્ર કૃષ્ણને આલિંગન કરી મસ્તકમાં ચુંબન કરીને કહે છે કે હે વત્સ ! તારી પ્રતિજ્ઞા સારી છે અને તે કંસ હણાયો જ છે. એ પ્રમાણે પ્રતિજ્ઞા કરીને બળદેવથી યુક્ત કૃષ્ણ ગોષ્ઠમાં ગયો. શૌરી પણ
115