________________
કૃષ્ણના રક્ષણ માટે ઘણાં ઉપાયોને કરે છે. શ્રી સમુદ્રવિજય વગેરે પોતાના સર્વ ભાઈઓને અને અક્રાદિ સર્વે પુત્રોને તેડાવે છે. તેઓ પણ ત્યાં આવ્યા અને મંચપર યથાયોગ્ય સ્થાને બેઠા તથા બાકીના રાજાઓ પણ યોગ્ય સ્થાને બેઠા. કંસને પણ પહેલો પશ્નોત્તર અને બીજો ચંપક નામનો એમ મહામદવાળા બે હાથીઓ છે. ત્યાં મહાવતોને શિખામણ આપીને કૃષ્ણ અને બળદેવના ઘાતને માટે નગરના દરવાજા પર બંને હાથીઓ મુકાયા. (૨૪૪૩) કૃષ્ણ અને બળદેવ પણ ઘણાં ગોવાળોની સાથે શ્રેષ્ઠ શૃંગાર કરીને લીલાપૂર્વક ત્યાં આવ્યા. પછી બંને મહાહાથીઓ પ્રેરણા કરાયા. પદ્મોત્તર મહાહાથી કૃષ્ણ તરફ અને ચંપક મહાહાથી બળદેવ સામે ધસ્યો. સિંહ કિશોરની જેમ કૃષ્ણ અને બળદેવ તેઓની સાથે યુદ્ધ કરે છે. કૂદે છે, ભમે છે, દાંત તથા કુંભ
સ્થળ પર ચઢે છે. એ પ્રમાણે તેઓના મુષ્ટિઘાતાદિથી પીડાયેલા કંપતા શરીરવાળા ખિન્ન થયેલા, ઉખેડાયેલ દાંતવાળા બંને વરાકડા હાથીઓ મરણ પામ્યા. તેથી વિસ્મિત હૃદયવાળા લોકથી પ્રશંસા કરાતા છે બળ અને રૂપ જેના, કૂદતા ગોવાળીયાઓથી યુક્ત એવા કૃષ્ણ અને બળદેવ બંને પણ મહેલ જેવા મંચોથી યુક્ત, મોતી અને શ્રેષ્ઠ પુષ્પોનો અવચૂલ (૨) છે જેમાં, નિરુપમ વસ્ત્રોનાં ચંદરવા છે જેમાં, ચંદન અને કસ્તુરીના પ્રચુર રસોથી સીંચાયેલ, પુષ્પ અને પૂજાની સામગ્રીથી યુક્ત, શ્રેષ્ઠ સુવર્ણ અને રત્નોના તોરણવાળા દરવાજાઓ છે જેમાં એવા મલ્લોના અખાડામાં આવ્યા અને પછી એક મંચ ઉપર આવી ચંદ્ર અને સૂર્ય સમાન તેજવાળા પોતાની પ્રભાથી સર્વ પણ રાજસમૂહનો પરાભવ કરતા બીજા લોકોને ખસેડીને બેઠા. પછી બળદેવે કૃષ્ણને કંસ શત્રુ બતાવ્યો અને કમથી સમુદ્રવિજય વગેરે સ્વજનો બતાવાયા. બીજા રાજાઓ વગેરે પણ કૃષ્ણ અને બળદેવને જુએ છે અને પરસ્પરને કહે છે કે આ અસાધારણ કાંતિવાળા કોણ છે? પરમાર્થ શું છે એમ કોઈ જાણતું નથી. પછી કંસથી પ્રેરાયેલા બીજા ઘણાં મલ્લો યુદ્ધ કરે છે પછી ચાણૂર મલ્લ પણ કંસની દષ્ટિની સંજ્ઞાથી ઊભો થયો અને ઘણાં ખુંખારા મારતો, ભૂમિને પગથી ત્રણવાર પછાડતો સર્વપ્રેક્ષક જનને આકર્ષે છે. “પરાક્રમ સહિત અને ઉત્સાહ સહિત જે કોઈ પોતાના ભુજના બળના ગર્વને ધારણ કરે છે તે પોતાના બાપનો બેટો હોય તો જલ્દી અહીં આવે.” એવા ચાણુરના વચનથી ગુસ્સે થયેલ કૃષ્ણ મંચ ઉપરથી કૂદીને સિંહની જેમ વારંવાર ફલાંગ મારતો રંગમંચના મધ્યભાગમાં આવ્યો. (૨૪૫૬) કૃષ્ણના હાથના આસ્ફાલનથી ઉત્પન્ન થયેલા નિયુર પડઘાઓથી જર્જરિત થયેલ આકાશ જાણે ફાટે છે. તથા ચરણના પ્રહારથી હણાયેલું મહિતલ જાણે તૂટે છે. એ પ્રમાણે યુદ્ધ માટે સજ્જ થયેલ મનવાળા કૃષ્ણને રંગમંડપમાં આવેલો જોઇને સમુદ્રની જેમ મોટા કલકલ અવાજથી રંગમંડપમાં રહેલો લોક સુભિત થયો. ચાણૂર ઘણો કઠિન, પુષ્ટ સ્કંધવાળો, પ્રચંડ ભુજા દંડવાળો છે જ્યારે કૃષ્ણ બાલાવસ્થાવાળો છે તેથી આ બેનું યુદ્ધ ઉચિત નથી. એ પ્રમાણે બોલતા લોકને સાંભળીને ગુસ્સે થયેલ કંસ કહે છે કે કોના વડે પ્રાર્થના કરીને આ ગોવાળીયા અહીં લવાયા? જે ખીર ખાઈને ઉન્મત્ત થયેલા આ સ્વયં યુદ્ધ કરે છે તો તેઓને કોણ રોકે ? અને આ નિરીક્ષણ કરનાર લોક શું પારકાની ચિંતામાં રત છે ? આ પ્રમાણે કુપિત થયેલ કંસના
(૩૨) અવચૂલ એટલે ધ્વજા અથવા તો નિશાનની નીચે બાંધેલું વસ્ત્ર ફરકો
116