________________
વચનને સાંભળીને લોક શાંત થયો. પછી કૃષ્ણ લોકને કહે છે કે દૂધ પીનારો એવો આ ગોવાળ બાળક જે કંઇપણ કરે છે તેને સ્વસ્થ થઈ તમે એક ક્ષણ જુઓ. નાનું એવું પણ વજ શું મોટા પર્વતને ફાડતું નથી ? વચનયુદ્ધ, દષ્ટિયુદ્ધ, મલ્લયુદ્ધ અને શસ્ત્રયુદ્ધ એમ યુદ્ધ ચાર પ્રકારે છે તેમાં શસ્ત્ર યુદ્ધને છોડીને બાકીના યુદ્ધો પ્રધાન છે. મલ્લોને મલ્લયુદ્ધ હોય છે. વાદીઓને વચન યુદ્ધ હોય છે. અધમોને શસ્ત્ર યુદ્ધ હોય છે અને ઉત્તમ પુરુષોને દષ્ટિ યુદ્ધ હોય છે. આ મલ્લયુદ્ધમાં ચાણૂર ખરેખર અભ્યાસી છે પરંતુ હું મલ્લયુદ્ધનો અભ્યાસી નથી તેથી હમણાં અંતર (તફાવત)ને જુઓ. આ પ્રમાણે કૃષ્ણની ધિક્રાઈને જોઈને કંસ શંકિત થયો અને દુષ્ટ દષ્ટિથી બીજા મુષ્ટિક મલ્લને ઈશારો કરે છે. તેને ઊભો થયેલો જોઇને બળદેવ પણ જલદીથી મંચ પરથી ઊતરીને કૃષ્ણની પાસે જલદીથી આવે છે. (૨૪૬૮) એકબાજુ કૃષ્ણ અને બળદેવ છે અને બીજી બાજુ તે બંને પણ મહા મલ્લો પૃથ્વીની પીઠને કંપાવતા ગુલાંટ ખાવાને પ્રવૃત્ત થયા. ચપેટાઓથી, મુઢિઓથી અને વિવિધ પ્રકારના કૅચી (કાતર) બંધ વગેરે બંધોથી યુદ્ધ કરવા પ્રવૃત્ત થયા, કૃષ્ણ ચાણૂર મલ્લની સાથે અને બળદેવ મુષ્ટિક મલ્લની સાથે યુદ્ધ કરે છે. પછી તેઓના મોટા પ્રહારના પડઘાઓથી આકાશ જાણે વેદનાપણાથી અવાજ કરે છે. પ્રતિસમય તેઓના સિંહનાદને સાંભળીને અને મહાભયંકર યુદ્ધને જોઇને ભયભીત મનવાળો પ્રેક્ષક જન ક્ષોભ પામે છે. (૨૪૭૨) વજથી પર્વતના શિખરની જેમ કૃષ્ણ નિષ્ફર મુષ્ટિથી ચાણૂર મલ્લના હૃદયને તાડન કરે છે. કોઈપણ રીતે લક્ષ્ય ચૂકવીને પછી બખ્તર પહેરીને ચાણૂરે પણ કૃષ્ણને છાતીમાં એવી રીતે હણ્યો કે જેથી તે શરીરની પીડાથી વ્યાકુળ ચારે દિશાઓને જુએ છે. હવે ખુશ થયેલ કંસ મલ્લને દષ્ટિથી ઇશારો કરે છે અને મલ્લ પણ જેટલામાં મુષ્ટિ ઉગામીને કૃષ્ણને મારવા દોડે છે તેટલામાં મુષ્ટિક મલ્લને છોડીને બળદેવ ચાણૂર મલ્લને હૃદયમાં એવી રીતે તાડન કરે છે કે જેથી તે આંખ મીંચીને પૃથ્વી પર ઢળી પડ્યો. પછી કૃષ્ણ અને ચાણૂર પણ ભાનમાં આવીને વેગથી ઊભા થાય છે પછી કૃષ્ણ
ચાણૂરને માથાથી દઢ પકડીને પૃથ્વી પર પાડે છે અને હૃદયપર એક જ ભરાવીને મુષ્ટિથી . એવી રીતે હણે છે કે જેથી તેની આંખો ફુટે છે પછી તેના મુખ-શ્રવણ અને નાસિકામાંથી લોહીનો પ્રવાહ નીકળ્યો. (૨૪૭૮) પછી નીકળતો છે ધાતુનો પ્રવાહ જેમાંથી એવા પર્વતની જેમ આ મરણ પામ્યો. પછી તેને મરેલો જોઈને ભય પામેલો કંસ કહે છે કે અરે ! અરે! આ બે ગોવાળોને પકડો અને મારો. મારી આજ્ઞાથી પરિવાર સહિત નંદને પકડીને મારો અને આપણું અહિત કરનાર તેનું સર્વસ્વ ગ્રહણ કરો અને જે બીજો કોઇપણ દુષ્ટાત્મા નંદનો પક્ષપાત કરશે તે પછી ભલે અમારો સ્વજન હોય તો પણ મરાશે એમાં કોઈ શંકા નથી. આ પ્રમાણે સાંભળીને સ્કુરાયમાન થતો છે કોપરૂપી અગ્નિ જેને એવો કૃષ્ણ કંસને કહે છે કે રે દુષ્ટી મારા બાળક એવા ભાઈઓને માર્યા છે તેને તું યાદ કર અને તે પાપોના ફળોને તું હમણાં અનુભવ અને જે એવો કોઈ સમર્થ હોય તે તારે યમરાજના ઘરમાં જવાનું છે તેનાથી રક્ષણ કરે (અર્થાત્ તને મરણથી બચાવે). (૨૪૮૪) આમ કહીને કૃષ્ણ છલાંગ મારીને મંચ પર ચડ્યો અને કંસના મુકુટને પાડીને ભયથી કંપતી આંખવાળા ચારેય દિશાઓને જોતા કંસના માથાના વાળને દઢ
117