________________
પકડીને મંચ ઉપરથી પૃથ્વીતલ પર પાડીને ચુરાતા છે આભારણો જેના, વ્યાકુલ અને સરકીને . ભૂમિ પર પડેલું છે વસ્ત્ર જેનું એવા કંસને ફરીથી પણ કૃષ્ણ કહે છે કે હે પાપી ! મરણના ભીરુ તારાવડે જે પાપ કરાયું છે તેના જ પ્રભાવથી તું હમણાં મરશે. પોતાની રક્ષા માટે જે કોઈ ઉપાયો કરાયાં તે જ ઉપાયો પોતાના કરાયેલ મહાપાપના કારણે સર્વે અનર્થફળને આપનારા થયા. આ પ્રમાણે કંસને કહીને કદર્થના કરતા કૃષ્ણને જોઈને ભયભીત અને વિસ્મિત હૃદયવાળો આ અતિ અદ્દભુત શું છે એ પ્રમાણે બોલતો સર્વલોક ચિત્રની જેમ આલેખાયેલો ત્યાં રહ્યો. (૨૪૮૯).
અને આ બાજુ બળદેવ નેત્રકબંધથી (૩) સજ્જ થઈને (બાંધીને) કોપથી વધતા વીર્યથી પોતાની છાતી સાથે મુષ્ટિક મલ્લને ગલાપાશથી ગાઢ બાંધ્યો અને પછી કોઈક એવી રીતે નિર્દયભીંસ દીધી કે જેથી તેના અંગોપાંગ યુરાઈ ગયા અને આંખો બહાર નીકળી ગઈ. પછી લોહીના સમૂહને વમતો, સર્વ શ્વાસ રૂંધાતા યમરાજનો અતિથિ થયો. (૨૪૯૨) પછી કંસના સૈનિકો તલવારોને ઉગામીને જેટલામાં કૃષ્ણને હણવા દોડે છે તેટલામાં ગુસ્સે થયેલો બળદેવ મંચના મોટા થાંભલાને ઉખેડીને મહાભટ્ટોને ચૂરતો ઊભો થયો. પછી ગુસ્સે થયેલ યમરાજ જેવા બળદેવને જોઈને સર્વ સૈનિક પલાયન થાય છે અને કંસ પણ મસ્તક પર નખ અને પગના ભારથી કૃષ્ણ વડે એવી રીતે આકાંત કરાયો કે જેથી તત્પણ તે પાપીની કથા સમાપ્ત થઈ (અર્થાત્ મરણ પામો).
અને આ બાજુ કંસવડે જરાસંધ પાસેથી જે સૈન્ય માગીને લવાયેલ હતું તે સમગ્ર સૈન્ય સજ થવા તૈયારી કરી. પછી સમુદ્રવિજય વગેરે જાદવો પોતાના સર્વબળથી સહિત તેની સાથે યુદ્ધ કરે છે અને નાયક વગરનું જરાસંધનું સૈન્ય ભંગાયું. પછી જેવી રીતે પવનથી પ્રેરાયેલા વાદળનો સમૂહ દિશાઓમાં વિખરાય છે તેમ જાદવરૂપી કુશળ પવનથી પ્રેરાયેલ અને રુંધાયો છે પુર પ્રવેશ જેનો એવું સર્વ સૈન્ય દિશાઓમાં પલાયન થયું. (૨૪૯૮) ભાઈઓના વધથી ગુસ્સે થયેલ કૃષ્ણ કંસને પણ વાળથી પકડીને રંગમંડપમાંથી ખેંચીને બહાર ફેંકયો અને પછી યાદવના વચનથી અનાવૃષ્ટિ શ્રેષ્ઠ રથ લઈ આવીને કૃષ્ણ અને બળદેવને રથમાં બેસાડીને ખુશ થયો. આ વાસુદેવના ઘરે જાય છે અને સર્વ યાદવ વર્ગ પણ વાસુદેવના ઘરે રહે છે. પછી સભા ભરીને સર્વ યાદવ વર્ગ બેઠો. કૃષ્ણ અને બળદેવને આવતા જોઈને અતીવ હર્ષથી શૌરી ઊઠીને તેઓની સન્મુખ જઈને આલિંગન કરે છે. કૃષ્ણને ખોળામાં અને બળદેવને અર્ધાસન ઉપર બેસાડીને બેઠેલો વસુદેવ ફરી ફરી મસ્તક પર ચુંબન કરે છે. (૨૫૦૩) પછી અજાણ એવા જાદવો પૂછે કે આ કોણ છે? વસુદેવ મૂળથી સર્વવૃત્તાંત તેઓને જણાવે છે. પછી સમુદ્રવિજય રાજા ખોળામાં રહેલા કૃષ્ણને અને મોટા માહત્મવાળા બળદેવને ફરી ફરી અભિનંદે છે પછી એક નસકોરાવાળી પુત્રીની સાથે ખુશ થયેલી દેવકી આવીને કૃષ્ણને મોટા સ્નેહથી ભેટે છે. હવે સર્વ જાદવોએ કૃષ્ણની અનુમતીથી મંત્રણા કરીને ઉગ્રસેનનો મથુરાપુરીના રાજ્ય પર અભિષેક કર્યો અને શ્રેષ્ઠ રૂપવાળી સત્યભામા પુત્રી ઉગ્રસેનવડે કૃષ્ણને અપાઈ અને કૃષ્ણવર્ડ
( mત્રક એટલે ધોસરી સાથે બળદના ગળા આસપાસ વીંટાતો વચ્ચે બદામ જેવા ઘાટની ગૂંથણીવાળો પટ્ટો કે દોરડું જે બળદને ધોંસરાની સાથે બાંધી રાખે છે.
118