________________
પણ મોટી વિભૂતિથી લક્ષણથી યુક્ત એવી તે પરણાઈ. (૨૫૦૮).
અને આ બાજુ કંસના અંતઃપુરવડે તેના વધમાં ઘણો પ્રલાપ કરાયો. તથા મરાયેલા, ધૂળથી ખરડાયેલા, દુઃસ્થ એવા કંસને જોઈને અતિદુઃખી થયેલી જીવયશા પણ ઘણો પ્રલાપ કરે છે. સજ્જ (બાળવા માટે ઠાઠડીમાં બંધાયેલ) કરાયેલ કંસને જલાંજલિ પણ આપતી નથી અને કહે છે કે પિતાને કહીને, જાદવ, બળદેવ, કૃષ્ણ અને નંદનો ગોત્ર સહિત નાશ કરાવીને પછી હું પતિનું મરણોત્તર કાર્ય કરીશ. (૨૫૧૧) આ વાત સમુદ્રવિજય વગેરેએ સાંભળી અને જીવ શાને કહેવડાવ્યું કે તું પિતાની પાસે જલદી જઈને આ સર્વ વાત જણાવ. પછી તે તુરત પિતાની પાસે ગઈ. છૂટાવાળવાળી અને રડતી જીવયશા કંસના વધની હકીકત સભામાં બેઠેલા જરાસંધને કહે છે પછી આશ્વાસન આપીને વિશેષથી પુછાયેલી જીવયશાએ અતિમુક્તક મુનિના વચનાદિ વ્યતિકરને મૂળથી કહ્યો. તેણે કહ્યું કે હે પુત્રી ! નંદની સાથે કૃષ્ણ પ્રથમ દિવસે ન હણાયો તે સારું ન થયું અને મેં પણ ત્યારે આ વાત ન કરી. દોષો, કુશીલ સ્ત્રી, વ્યાધિ, શત્રુઓ, લુચ્ચાઓ અને દુષ્ટોને મૂળમાંથી રુંધવામાં ન આવે તો વધતા એવા આ દુઃખને માટે થાય છે. (૨૫૧૬) *
તેથી તું હમણાં રડ નહીં જે અનાર્ય શત્રુઓએ મારા જમાઇને હણ્યો છે તેના નામને પણ હું નાશ કરીશ. આ પ્રમાણે આશ્વાસન આપીને સોમક નામના રાજાને શિખામણ આપીને સમુદ્રવિજયાદિ રાજાઓની પાસે મોકલે છે. તે પણ તેઓની પાસે જઈને કહે છે કે રાજા જરાસંધ તમને જે આદેશ કરે છે તેને તમે સાંભળો. ગોવાળીયા કૃષ્ણ અને રામે મારા જમાઈને કપટથી હણ્યા છે તેથી જો તમે પોતાની રિદ્ધિને ઇચ્છતા હો તો બંનેને મને સોંપી દો. પછી સમુદ્રવિજય કહે છે કે ભાઈના વેરમાં કૃષ્ણવર્ડ કોઈક રીતે કંસ હણાયો છે તો તેમાં રાજાને ખેદ કેમ થાય છે? એવી કોઈપણ અનીતિ નથી કે જે કંસે ન આચરી હોય તેથી જરાસંધ રાજાને પણ આ કંસ નિગ્રહ કરવા યોગ્ય હતો તેથી કૃષ્ણ તેને હણ્યો છે તેમાં શું અયુક્ત છે? અને જો જીવયશા તમારા વડે તેને અપાઈ છે તો પણ શું બીજો કોઈ ભાઈઓના વધને સહન કરે? આ પ્રમાણે બીજા પણ યાદવો વડે પોતાનો મત કહેવાય છતે સોમક પણ કહે છે કે અરે ! તમારે આનાથી શું? યુક્તાયુકત વિચારને સ્વામી જ જાણે છે પણ સેવકોએ તો સ્વામીનો આદેશ જ કરવો જોઈએ. વિકલ્પોથી શું? જે રાજાનું સૈન્ય લવણ સમુદ્રને પી જાય છે તો પછી ખાબોચીયાના જળમાર્ગના પાણી જેટલા તમારી તેને શું ગણના હોય? સ્વામી પોતાની ઉદારતા (મોટાંઈ)થી તારી પાસે કોઈક રીતે ગોવાળીયાઓને માગે છે તો એટલા માત્રથી શું તે સ્વયં લેવાને અસમર્થ થયો? તેથી નિરર્થક જ બળવાનની સાથે તું વિરોધ ન કર. તું રિદ્ધિને હાથ ન આપ, (સત્તાસંપત્તિને ગુમાવ નહીં) તે ગોવાળોને અર્પણ કર. (૨૫૨૮)
આ પ્રમાણે સાંભળીને કોધ સહિત ઊભો થયેલો કૃષ્ણ કહે છે કે અરે! અમે ઘણાં છીએ એ પ્રમાણેનો તમારે કયો ગર્વ છે? અસંખ્યાતા તારાઓથી યુક્ત ચંદ્ર શું રાહુ વડે કોળીયા નથી કરાતો? ઘણાં પત્રોવાળો વૃક્ષોનો સમૂહ શું પવન વડે નથી ભંગાતો? આ જગતમાં કોઈનો પણ સેવક સ્વામીભાવ શાશ્વત નથી કારણ કે લોકમાં પ્રભુત્વ એ પરાક્રમ અને નીતિને અધીન છે. નીતિ સુબુદ્ધિવાનોને હોય છે અને તે સુબુદ્ધિ તમને નથી કારણ કે અકાર્યમાં જે કદાગ્રહ
119