________________
આરંભાયો છે તે વિનાશને માટે થાય છે જેથી કહેવાયું છે કે કેળ અને વાંસના વૃક્ષને (૪) જો ફળ થાય તો તે તેના વિનાશને માટે થાય છે. તેમ પુરુષોને અકાર્યમાં થયેલો રાગ કુળના વિનાશને માટે થાય છે પછી તે દૂત શ્રેષ્ઠ આકૃતિવાળા, સ્થિર, સુમતિમાન એવા કૃષ્ણ અને બળદેવને આશયપૂર્વક વારંવાર જુએ છે. પછી સમુદ્રવિજય કહે છે કે હે સોમક ! રાજાને કહેજે કે પુત્રોની માગણીને છોડીને અન્ય કરણીયનો આદેશ કરે. પછી સોમકે કહ્યું કે જો તું પુત્રોને અર્પણ નહીં કરે તો પૃથ્વી પર તારા વાસની વાત તો દૂર રહી પાતાળમાં પણ તારા વાસને હું જોતો નથી અને પછી અનાવૃષ્ટિ કઠોર વચનોથી દૂતને ધમકાવે છે અને અપમાનિત અને દુભાયેલ મનવાળો તે પણ ત્યાંથી નીકળી ગયો. (૨૫૩૭)
પછી બીજે દિવસે સર્વ પણ યાદવો જેટલામાં કાર્ય (હવે શું કરવું તે)ની વિચારણા કરે છે તેટલામાં તેઓએ શ્રેષ્ઠ નૈમિત્તિક ક્રોટ્કિને પુછ્યુ. ક્રોકિ કહે છે કે મહાબળવાન કૃષ્ણ અને રામ જલદીથી અહીં અર્ધભરતક્ષેત્રના સ્વામી થશે તેમાં કોઇ શંકા નથી. તમે હમણાં વિંધ્યપર્વતની અભિમુખ પશ્ચિમ દિશામાં જાઓ અને પશ્ચિમ સમુદ્રના કાંઠે જઇને નિશ્ચિત થઇને રહો. કૃષ્ણની અગ્રમહિષી સત્યભામા જ્યાં પુત્રયુગલને જન્મ આપે ત્યાં તમારે નગરીની સ્થાપના કરવી. એ પ્રમાણે નિશ્ચય કરીને શુભદિવસે સર્વે પણ યાદવો પશ્ચિમ દિશાને સન્મુખ રાખી નીકળ્યા અને તેઓની સાથે મથુરા સંબંધી તથા સુરસેન દેશનો લોક તથા સંપૂર્ણ શૌર્યપુર તથા કુશાર્ત દેશનો લોક ગયો. (૨૫૪૩)
અને આ બાજુ સોમકવડે સર્વ વ્યતિકર કહેવાયે છતે ગુસ્સે થયેલ જરાસંધે કરેલી છે મોટી પ્રતિજ્ઞા જેણે એવા બળવાન કાલ નામના પોતાના પુત્રને ઘણાં બળવાન પાંચશો રાજાઓની સાથે યાદવોની ઉપર મોકલે છે. યાદવો આગળ ચાલે છે અને કાલ પાછળ જાય છે અને જેટલામાં કાળ વિંધ્યાચળની રમણીય તળેટીમાં પહોંચ્યો તેટલામાં ભરતાર્ધના દેવતાઓ બે સૈન્ય વચ્ચે થોડું અંતર જાણીને બીજે દિવસે કૃષ્ણ અને રામના રક્ષણ માટે માર્ગમાં એક દરવાજાવાળા વિસ્તૃત અને ઊંચા પર્વતને તથા જ્વાળાઓના સમૂહોથી આકાશને ભરી દેતી હજારો ચિતાઓ ત્યાં વિકુર્વે છે. વર્ષાઋતુના વાદળના સમૂહની જેમ વીજળીના છટા-આટોપથી પૂર્ણ, અગ્નિની જ્વાળાઓની શ્રેણીઓથી થયેલ પીળી કાંતિવાળો પર્વત શોભે છે. (૨૫૪૯) હવે કાલ આ દૃશ્યને અને છાવણીના સન્નિવેશને, શૂન્ય આસનોને ભમતા હાથી, રથ અને ઘોડાઓને જુએ છે. અશ્વશાળામાં ઘોડાઓને જુએ છે તથા આલાન સ્તંભમાં બાંધેલા કેટલાક હાથીઓને જુએ છે અને કેટલાક બળતા રથ-હાથી-ઘોડાઓને જુએ છે અને બે ગાઉ દૂર ભૂમિપર સરી પડેલા બખતર શસ્રો આદિને જુએ છે અને તંબુઓ તથા બળતી ચિતાઓને જુએ છે અને એક ચિતાની પાસે શ્રેષ્ઠ વસ્ત્રને ધરનારી કરુણ સ્વરથી રડતી, પુષ્ટ સ્તનવાળી, છાતીને કૂટતી એક સ્ત્રીને જુએ છે પછી કાલે તેને પુછ્યું કે હે મુગ્ધા ! તું કેમ રડે છે ? આ શું વ્યતિકર છે ? પછી તે કહે છે કે જરાસંધ રાજાના ભયથી પલાયન થતા યાદવ રાજાઓની નજીક
(૩૪) કેળ અને વાંસના વૃક્ષને એકવાર ફળ આવી ગયા પછી બીજી વખત કયારેય પણ ફળ આવતા નથી. પછી કાંતો જાતે સુકાય છે અથવા પ્રયોજન ન હોવાથી લોકો તેને કાપી નાખે છે તેથી કહેવાય છે કે કેળને ફળની પ્રાપ્તિ થાય એટલે પોતાનો વિનાશ નક્કી જ છે એમ સમજવું તેમ પ્રસ્તુતમાં ‘અકાર્યમાં રાગ’ એ પુરુષ રૂપી વૃક્ષનું ફળ છે તેથી તે ફળ આવી જાય એટલે નિશ્ચયથી તે પુરુષનો વિનાશ થવાનો.
120