________________
હમણાં જરાસંઘનો કાલ નામનો રાજપુત્ર આવ્યો છે તેથી નાશી જવા અસમર્થ કાલના ભયથી સર્વે આ ચિતાઓમાં પત્ની પુત્ર અને સ્વજનો સહિત પ્રવેશીને બધા બળી મર્યા છે. (૨પપ૬) અને આ ચિતામાં કૃષ્ણ, રામ અને યાદવ રાજાઓ પ્રવેશીને મર્યા છે અને તેઓના વિરહમાં તેઓના ભાઈઓ પણ બળી મર્યા છે. નાથ રહિત એવી હું પણ આ ચિતામાં પ્રવેશીને હમણાં મરીશ એમ કહીને આ પણ એકાએક ચિતામાં પ્રવેશી તેથી મોહિત થયેલા કાલાદિ તેનું સત્ય માને છે. કાલ પોતાના રાજાઓને કહે છે કે મેં પિતા તથા બહેનની આગળ પૂર્વે પ્રતિજ્ઞા કરેલી છે કે યાદવો જ્યાં પણ ગયા હશે ત્યાંથી ખેંચીને પકડીશ અને તે પાપીઓ જો અગ્નિમાં પ્રવેશ્યા હશે તો પણ નહીં છોડું એ પ્રમાણે કહીને ઢાલ અને તલવાર હાથમાં લઈ અગ્નિમાં પ્રવેશે છે. મૂઢ એવા સર્વ યવનરાજાદિની દેખતા આંખના અર્ધપલકારામાં કાલ મર્યો. પછી ત્યાં સૂર્ય આથમી ગયો. જવનાદિ રાજાઓ રાત્રીએ ત્યાંજ રહ્યા અને સવારમાં ત્યાં પર્વત પણ નથી. છાવણી, હાથી, ઘોડા કે રથો કંઈપણ નથી. આ બાજુ પ્રવાસી ચર પુરુષોએ તેઓને કહ્યું કે યાદવો જીવતા જ કુશળથી પશ્ચિમ સમુદ્ર તરફ જઈ રહ્યા છે. પછી નાયક વગરના યુવન વગેરે રાજાઓ, મંત્રીઓ અને સેનાપતિ વગેરેઓએ આ દેવતાનો વિલાસ છે એમ જાણ્યું. (૨પ૦૫) અને કહ્યું કે અરે ! આપણા પુરુષાર્થનો અહીં કયો વિષય છે? યાદવ પક્ષમાં રહેલા દેવતાઓ પણ જેને હણે છે અથવા ભાગ્ય પરોગમુખ થાય ત્યારે સર્વપ્રતિકૂળ થાય છે બુદ્ધિ, સ્વજન, પોતાના પુત્રો પણ પ્રતિકૂળ થાય છે તો પછી દેવોની તો શું વાત કરવી? (૨૫૬૭) અને રામ તથા કેશવાદિનો પુણ્યોદય આજે પણ નવો અંકુરિત થયો અને આપણા સ્વામીનો પુણ્યોદય ભોગવાઈને ખતમ થવા આવ્યો છે. તેથી જાદવોની સાથે ક્ષયનું કારણ એવું યુદ્ધ રચવાથી સર્યું, તેથી જઈને આપણે પ્રભુને યથાતથ્ય કહીએ. આ પ્રમાણે એક મતવાળા થઈને મગધરાજાની પાસે પહોંચીને કાલરાજાના મરણાદિના વ્યતિકરને કહે છે. તે સાંભળીને જરાસંધ પણ મૂર્છાથી વિવલ થયેલો પૃથ્વી પર પડ્યો અને ચેતના પ્રાપ્ત કર્યા પછી પણ સ્વપરિજનથી સહિત ઘણો પ્રલાપ કરે છે. (૨૫૭૧)
અને આ બાજુ જાદવોએ પણ કાલના મરણાદિનો સર્વ વ્યતિકર જાણ્યો અને ક્રોષ્ટ્રકિ નૈમિત્તિક ઉપર વિશ્વાસ થવાથી તુષ્ટ થયેલા જાદવોએ તેની પૂજા કરી અને સુખપૂર્વક જતા તેઓને માર્ગમાં ચારણમુનિ મળ્યા અને તેણે સમુદ્રવિજયને કહ્યું કે પૂર્વે નમિ નામના જિનેશ્વર હતા તેમણે હરિસેન ચક્રવર્તીને કહ્યું હતું કે આ તારો પુત્ર બત્રીશ ઈન્દ્રોવડે નમાયેલ છે ચરણો જેના એવા બાવીશમો તીર્થંકર થશે. રામ અને કૃષ્ણ નવમાં બળદેવ અને વાસુદેવ થશે. એ પ્રમાણે ચારણ મુનિવડે કહેવાયેલ હકીકતને સાંભળીને મહર્ષિત મનવાળા સૌરાષ્ટ્ર દેશના વાયવ્ય ખૂણામાં ઉજ્જયંત પર્વતની પાસે જાય છે. રમણીય પ્રશસ્ત ભૂમિ પ્રદેશમાં સંનિવેશને રચે છે. અઢાર ક્રોડ જાદવકૂળ અને ઉગ્રસેન વગેરે રાજાઓ ત્યાં સ્થિરતા કરે છે અને પ્રશસ્ત દિવસે સત્યભામા રૂપ લક્ષણથી યુક્ત પુત્ર યુગલને જન્મ આપે છે. ખુશ થયેલા જાદવોએ તેના ભામર અને ભાનુ નામ રાખ્યા. પછી ક્રોષ્ટ્રકિ નૈમિત્તિકે બતાવેલા પ્રશસ્ત દિવસે સ્નાન કરેલો કૃષ્ણ બલિકર્મ કરીને સમુદ્રની પૂજા કરીને સુસ્થિતદેવની આરાધના માટે અઠ્ઠમનો તપ કરે છે. ત્રીજા દિવસની રાત્રીએ આસનકંપથી કૃષ્ણને ત્યાં આવેલો જાણીને તેની પાસે આવીને લવણાધિપતિ
121.