________________
રત્ન-આભરણ અને પુષ્પોથી કૃષ્ણને પૂજે છે અને પાંચમુખવાળો પંચજન્ય શંખ કૃષ્ણને અર્પણ કરે છે અને બીજો સુઘોષા નામનો શંખ બળદેવને આપે છે અને વત્સ, મીણ આદિથી કૃષ્ણ અને રામની પૂજા કરીને તુષ્ટ થયેલ દેવ કહે છે કે હે કૃષ્ણ! તેં મને કેમ યાદ કર્યો ? કૃષ્ણ પણ તેને ઉચિત મર્યાદાથી સન્માન કરીને કહે છે કે જો હું નવમો વાસુદેવ અને આ નવમો બળદેવ હોઈએ તો પૂર્વે જેમ પ્રથમના ત્રિપૃષ્ઠ વગેરે ચાર વાસુદેવોને સમુદ્રના કાંઠે નગરીનું સ્થાન અપાયું છે તેમ અમને પણ નગર માટે સ્થાન આપ, હે મહાયશ ! આ કારણથી તને યાદ કર્યો છે. ચારણમુનિ અને અતિમુક્તક મુનિવડે જે અમને કહેવાયું છે તેને તું સાંભળ કોઈક રીતે પોતનપુરથી અચલ બળદેવ અને ત્રિપૃષ્ઠ વાસુદેવ અહીં પૂર્વે આવેલા હતા. આ પ્રભાસ તીર્થમાં જળક્રીડાને કરતા તેઓ પણ નગરીના સ્થાનને ઈચ્છે છે અને તેઓને તારા વડે તે સ્થાન અપાયું હતું. (૨૫૮૯) અને ઈન્દ્રવર્ડ મોકલાયેલ કુબેરવડે બાર યોજન લાંબી અને નવયોજન પહોળી રમ્ય દ્વારિકા નગરી નિર્માણ કરાઈ હતી અને તે પ્રથમ વાસુદેવ અને બળદેવ વડે આ નગરી ભોગવાઈ હતી. અને સૌરાષ્ટ્ર દેશમાં વારિપુરમાં બીજા વાસુદેવ તથા બળદેવ ઉત્પન્ન થયેલા તેઓએ પણ આ રમ્ય નગરી ભોગવી છે. આનર્તદેશમાં શક્તિપુરમાં ઉત્પન્ન થયેલા ચોથા વાસુદેવ અને બળદેવે આ નગરી ભોગવી છે. આવશ્યક સૂત્રમાં દ્વિપૃષ્ટ વગેરે ત્રણ વાસુદેવોનું જન્મ સ્થાન જે દ્વારિકા નગરી કહેવાઈ છે તે આસન્ન ભાવથી કહેવાઈ છે (અર્થાત્ તેઓનો જન્મ દ્વારિકા નગરીમાં જ થયો છે એમ નહીં પણ તેના નજીકના પ્રદેશમાં થયો છે.) ચાર બળદેવ અને વાસુદેવોને છોડીને તથા તેઓના પુત્ર સિવાય બીજા કોઈ વડે આ રમ્ય દ્વારિકા નગરી ભોગવાઈ નથી. (૨૫૯૫)
એ પ્રમાણે પ્રયત્નપૂર્વક પ્રાર્થના કરાયેલ વાસુદેવના તે વચનને સાંભળીને અને સ્વીકારીને સુસ્થિત લવણાધિપતિ જાય છે અને સુસ્થિત દેવ વડે તે સ્થાન ઉપરથી સમુદ્રને પાછો હટાવીને નગરી માટે કરાયેલ સ્થાન પર શકેન્દ્રના વચનથી કુબેર ત્યાં આવ્યો અને એક રાતદિવસમાં બાર યોજન લાંબી અને નવયોજન પહોળી રત્નોથી નિર્મિત શ્રેષ્ઠ નગરીને રચે છે અને તે નગરીની ચારેય બાજુથી નવ હાથ ભૂમિમાં અઢાર હાથ ઊંચો અને બાર હાથ પહોળા તથા કેવળ રત્નોથી કિલ્લો નિર્મિત કરાયો છે તથા સેંકડો યંત્રોથી શોભિત છે, તે મહાદુર્ગ કાંગારાઓથી રમ્ય છે, ધ્વજપતાકાના ચિહ્નોથી યુક્ત છે. તેના ઉપર શિલાનો સમૂહ સ્થાપિત કરાયો છે અને ભયંકર સિંહની પ્રતિકૃતિઓ બનાવેલી છે. રત્નમય અટારીઓ કિલ્લાના દરવાજા તથા ઝરુખાઓની શ્રેણીઓથી રમણીય છે. આ કિલ્લાની બંને બાજુ રત્નોથી બંધાયેલી ખાઈઓ છે. તે વેદિકાથી યુક્ત છે. બે ધનુષ્ય ઊંડી પહોળી છે. નિર્મળ પાણીના સમૂહથી પૂર્ણ છે, જળચર જીવોથી ભયંકર છે, અસ્થિર તરંગોવાળી છે, કમલના વનથી યુક્ત છે અને દુશ્મનના સૈન્યને મનથી પણ દુર્વ્યવ્ય છે. (૨૭૦૩) દ્વારિકા નગરીના મહેલો શ્રેષ્ઠ પદ્મરાગ, મરકત-વેરુલિય, અંક (એક સફેદ રત્નની જાત છે.) વગેરે વિવિધ રત્નોથી અને મણિ-સુવર્ણ અને સ્ફટિક રત્નોથી નિર્માણ કરાયેલ છે તેમાંના કેટલાક ગોળ ચોરસ અને લંબચોરસ છે. ગિરિકૂટ-સર્વતોભદ્રા, સ્વસ્તિકમંદર-અવતંસ અને વર્ધમાન આદિ નામથી પ્રસિદ્ધ છે. તેમાંના કેટલાક એક માળવાળા છે,
122