________________
કેટલાક બે માળવાળા, કેટલાક ત્રણ માળવાળા અને કેટલાક ચાર, પાંચ અને સાત માળવાળા તથા કેટલાક અનેક માળવાળા છે. (૨૬૦૬) અને તે પ્રાસાદો ઉપવન, ક્રીડા-સરોવરાદિથી પુષ્કરિણીઓથી તથા શીતળ નદીઓથી તથા સુવર્ણ-મણિથી રચાયેલ ક્રીડાપર્વત અને ભવનોથી યુક્ત છે. દર્પણ-કોશ-મંત્રણા-ભોજન-શયન-ક્રીડાઘરોથી તથા સ્નાન-સભા-પ્રસાધનઆભરણ-વિલેપન ગૃહોથી યુક્ત છે તથા અંતઃપુર અને દેવમંદિર ગૃહોથી યુક્ત છે તેમજ બધા પ્રાસાદો ધ્વજ માળાના સમૂહના શિખરવાળા છે તથા સર્વ પ્રાસાદો રત્નમય કિલ્લાથી ગુપ્ત છે. શ્રેષ્ઠ રત્નોથી નિર્મિત ઘણાં જિનમંદિરોથી રમણીય, બગીચા-વાવડી-પદ્મ સરોવરથી શોભિત, શ્રેષ્ઠ ધ્વજથી યુક્ત એવી દ્વારિકા નગરીને રચીને કુબેર પોતાના સ્થાને જાય છે. તુષ્ટ થયેલ સુસ્થિત દેવ પણ કૃષ્ણને કૌસ્તુભમણિ તથા રત્નાદિ અલંકાર, શક્તિ, કૌમુદીગદા, નંદક, ખડ્ગ અને રત્નની વનમાળા તથા આશીવિષ બાણથી યુક્ત બે અક્ષયભાથા, અતુલ સારંગ ધનુષ્ય, ગરુડ ધ્વજથી યુક્ત દિવ્ય રથ તથા ઘણી દિવ્ય વસ્તુઓને આપે છે. (૨૬૧૩) અને રામને બે ભાથાથી યુક્ત દૃઢ મહાધનુષ્ય, મુશલ, અશ્વ, ગજ તથા તાલ ધ્વજથી યુક્ત રથ આપે છે. પછી પૂર્ણ ભદ્ર વગરે યક્ષો કુબેરના વચનથી તેઓને ઉચિત ગૃહો બતાવે છે અને તેમાં તેઓ વસે છે અને યક્ષો સાડાત્રણ દિવસ સુધી તે નગરીમાં આભરણ-રત્ન-સુવર્ણ તથા વસ્ત્રધન-ધાન્યોની વૃષ્ટિ કરે છે અને સર્વપણ લોક સંપૂર્ણ-સર્વભંડારથી ભરાયેલો મહા સમૃદ્ધ થયો વધારે શું કહીએ તે નગરી ઇન્દ્રપુરી જેવી થઇ.
ધારિકા નગરીની કીર્તિ સાંભળીને આનર્ત-કુશાર્તા-સુરસેન વગેરે સર્વ દેશોમાંથી લોક આવીને દ્વારિકામાં વસે છે. અહીં કૃષ્ણ, રામ અને લોક પણ નિત્ય ધનુર્વેદાદિ કળાઓનો અભ્યાસ કરે છે અને આનંદના પૂરથી ભરાયેલા ભગવાન અરિષ્ટનેમિ પણ બાળક હોવા છતાં પ્રૌઢભાવના ચરિત્રોથી સર્વજનને હર્ષિત કરતા અને દેવોથી સ્તવના કરાતા વધે છે. સર્વકળા અને આગમનાં કુશળ અને સર્વશાસ્ત્રોના પરમાર્થને જાણનાર, ત્રણ જ્ઞાનથી યુક્ત, પ્રસ્તુત વિષયને જાણતા એવા ભગવાન કેશવ તથા રામના ભરતાર્બુસ્વામી ભાવને તથા અન્ય ભાવોને પણ અને જાદવોના સમગ્ર ભવિષ્યના અર્થ (ભાવ)ને કહે છે. જિનેશ્વરના ચંદ્ર જેવા નિર્મળ વિવિધ ચરિત્રોને જોઇને અતિસૃષિત યાદવ વર્ગ એક ક્ષણ પણ તેના પૂંઠને છોડતો નથી. (૨૬૨૩) પ્રતિદિન હરિ અને રામ અરિષ્ટનેમિની સેવા કરે છે. તુષ્ટ થયેલા તેઓ નેમિની સાથે હજારો ક્રીડાઓને કરે છે. (૨૬૨૫)
એ પ્રમાણે ત્રણ જ્ઞાનથી યુક્ત સંપૂર્ણ સંસારના ભાવોને જાણનાર, દસ ધનુષ્યની ઊંચાઇના શરીરવાળા ભગવાન યૌવન વયને પામ્યા. હવે ત્રણ લોકમાં સારભૂત પુદ્ગલોથી નિર્મિત જગતનાથ ચંદ્રની જેમ અપૂર્વ પ્રકટિત રૂપવાળા તુષ્ટિને ઉત્પન્ન કરે છે તે આ પ્રમાણે મરકતમણિ જેવી કાંતિવાળા, ત્રણ લોકથી નમાયેલ અને ગૂઢ છે નસો જેમાં એવી ઘૂંટીવાળા, રક્તમણિ જેવું લાલ છે તળીયું જેનું એવા પ્રભુના બે પગ શોભે છે. મોક્ષરૂપી નગરીના દરવાજાના તોરણને (દરવાજાના ઉપરનો આડો ભાગ) ટેકો આપનાર મરકત મણિના સ્તંભની જેવી કાંતિવાળી, વળગેલો છે દેવોનો સમૂહ જેની પર એવી પ્રભુની બે શ્રેષ્ઠ જંઘા શોભે છે. શ્રેષ્ઠ વજ્ર જેવો મધ્યભાગ છે જેનો, માછલાના પેટની જેવા પેટથી યુક્ત, ભુવનના ભારને સહન
123