________________
કરી શકે તેવું સિંહના કટિતળની જેમ પ્રભુનું વિપુલ કટિતળ શોભે છે. મરકત મણિની શિલા જેવું વિશાલ, અંદર સમાયો છે સકલ ભુવનનો પરમાર્થ જેમાં, શ્રી વત્સ લંછનથી વિભૂષિત એવું પ્રભુનું વક્ષ સ્થળ શોભે છે. પ્રભુની શ્રેષ્ઠ કંબુ જેવી ડોક ભુવનના જીવોનું રક્ષણ કરવા સમર્થ છે. પ્રભુની ભુજાઓ દુર્ગતિરૂપી નગરીના દરવાજાને વિશે અર્ગલા સમાન છે. વૃષભ જેવા ઉન્નત સ્કંધથી ભગવાન સદ્ધર્મરૂપી ધુરાને વહન કરવામાં સમર્થ જણાય છે. ત્રણ ભુવનને સુખકારક એવા નવ વાદળના ગંભીર શબ્દથી બોલતા પ્રભુના વિદ્રુમ જેવા લાલવર્ણવાળા બે હોઠ શોભે છે. સ્કુરાયમાન થતી મચકુંદ જેવી નિર્મળ દાંતની કિરણાવલિ શોભે છે. પ્રભુની નાકની દાંડી મનની જેમ સરળ છે અને આઠમના ચંદ્ર સમાન ભાલતલ આંખ રૂપી કમળના માળની જેમ પ્રશંસનીય છે. લટકતા કાનમાં પરોવાયેલ મણિના કુંડલ તથા મુખ અને ગાલની કાંતિથી જાણે ભય પામ્યો હોય તેમ માથામાં છુપાઇ ગયેલ વાળનો ભાર અંધકારને સહન કરે છે. જિનેશ્વરોના રૂપગુણને વિશેષથી વર્ણન કરવા કોણ સમર્થ થાય? આથી જિન પણ જિનના રૂપને સામાન્યથી જ વર્ણન કરે છે તે આ પ્રમાણે- (૨૬૩૭)
જો સર્વ દેવો પોતાના રૂપને વિકુર્થીને (ભેગું કરીને) અંગુઠા પ્રમાણ શરીરમાં સમાવી દે તો પણ જિનેશ્વરના પગના અંગુઠાનું જે રૂપ છે તેની શોભા આગળ તે માત્ર કોલસા બરાબર છે. તે સમયે લોકમાં કૃષ્ણ અને રામ સ્વરૂપવાન કહેવાય છે છતાં તેઓનું રૂપ દેવો કરતા અનંતગુણ ન્યૂન છે અને દેવોનું રૂપ ગણધરો કરતા અનંતમાં ભાગે છે અને ગણધરોના રૂપથી તીર્થંકરોનું રૂપ અનંતગુણ હોય છે (૨૬૪૦) આના પછી ત્રિભુવનમાં રૂપની કથા સમાપ્ત થાય છે. (અર્થાત્ જગતમાં તીર્થંકરોનું રૂપ સૌથી અધિક છે.) તેથી જિનેશ્વરોના રૂપાદિ ગુણોનું વર્ણન કરવામાં અમારી શક્તિ ક્યાંથી હોય ? બીજા પણ જિનેશ્વરો સૌભાગ્ય અને રૂપ ગુણના ભંડાર હોય છે. પરંતુ બહુ સુકૃતના ભંડાર શ્રી અરિષ્ટનેમિ જિનેશ્વરના નામમાં પણ કોઇપણ રીતે નહીં સમાતું સૌભાગ્ય જગતમાં તેવી રીતે ભમે છે કે જેથી પ્રભુનું નામ ગ્રહણ કરવા માત્રથી પણ લોક અપૂર્વ હર્ષને પામે છે.
હવે તે ભગવાન જ્યાં જ્યાં જાય છે ત્યાં ત્યાં દ્વારિકાનગરીની સકામા કામિનીઓની આંખ રૂપી શ્રેણીઓથી વીંટાળાય છે.(૨૬૪૪) ઊભેલા, બેઠેલા કે રમતા કે જતા કે બોલતા કે હસતા અથવા શુભ પ્રવૃત્તિને કરતા નેમિને ધ્યાન કરતી કે તેની જ કથામાં વર્તતી અથવા હવેલીમાં રહેલી તેને જ જોતી રમણીઓ ગૃહકાર્યને કરતી નથી, ભોજન કરતી નથી, નિદ્રા કરતી નથી, ચેન પામતી નથી અને નેમિમાં તલ્લીન થઇને રહે છે. આ પ્રમાણે શ્રી નેમિકુમારને આશ્રયીને કામદેવ વડે નગરની સ્ત્રીઓ સ્વ (કામ) વશ કરાઇ અને સ્ત્રીઓને આશ્રયીને વિલીન માહત્મ્યવાળો કામ નેમિને તલના ફોતરા જેટલો પણ ચલાયમાન નહીં કરી શકવાથી ખીજાઇને નેમિના શરીરમાંથી નીકળી ગયો. નેમિ જિનેશ્વરના શીલાદિગુણના સમૂહને જોઇને ત્યાં સર્વલોક પણ શીલાદિ ગુણમાં નિરત થયો. અક્રૂરાદિ સર્વે પણ ભાઇઓ તથા સર્વ નગરનો લોક પણ નેમિ જિનેશ્વરના નિર્મળ ચરિત્રોનો અભ્યાસ કરે છે. (૨૬૫૧) તે નગરીમાં જે કોઇ ગુણી, વિચક્ષણ કે ગુણીજનને વિશે અનુરાગી છે તેઓ એક ક્ષણ પણ શ્રી નેમિજિનેશ્વરના પગરૂપી કમળને છોડતા નથી. વધારે શું કહીએ ? સ્ત્રીઓ, ગુણવાનો તથા સુભટો શ્રી નેમિનાથના સૌભાગ્યગુણ
176