________________
અને પરાક્રમગુણની કથામાં આસક્ત છે. પછી સમુદ્રવિજયરાજા નેમિનાથના ગુણોથી પ્રહર્ષિત મનવાળી એવી મહારાજાઓની શ્રેષ્ઠ કન્યાઓને નેમિજિનેશ્વર માટે પસંદ કરે છે. પરંતુ જાણેલો છે સકલ સંસારના ભાવોનો પરમાર્થ જેણે તથા હણાયો છે કામદેવનો પ્રભાવ જેના વડે એવા નેમિજિનેશ્વર વિવાહના નામને પણ ઇચ્છતા નથી. ફરી ફરી સંસારના સ્વરૂપના પરમાર્થને ભાવતાં, ઘણી વિટંબણાવાળા સંપૂર્ણ ભવનાટકને જોતા નેમિ જિનેશ્વર ત્યાં રહે છે. (૨૬૫૬)
અને આ બાજુ કયાંયથી નારદ આવ્યો પણ સત્યભામા અન્યકાર્યમાં વ્યગ્રમનવાળી હોવાથી તેનો સત્કાર ન કર્યો. તેથી ગુસ્સે થયેલો નારદ આ પ્રમાણે વિચારે છે કે આને શોક્યપણામાં પાળું.(અર્થાત્ કૃષ્ણ બીજી સ્ત્રીઓને પરણે તેવું કરું) જેથી ગર્વિષ્ઠ હૈયાવાળી એવી આ સતત દુઃખને અનુભવે અને આ બાજુ કુંડિની નગરીના ભીમક રાજાનો પુત્ર રુક્મિ રાજા છે અને રુક્મિની તે નાની બહેન છે. કમળમુખી, સુવર્ણ શરીરવાળી, રૂપના અતિશયથી યથાર્થનામવાળી એવી સમગ્ર સ્રીઓની રૂપશોભાને પરાભવ કરે છે. તેથી સત્યભામા કરતા આ અધિક રૂપવાળી છે એમ જાણીને નારદે તેની પાસે જઇને કૃષ્ણના રૂપનું વર્ણન કર્યું અને કૃષ્ણની આગળ રુક્મિણીના રૂપનું વર્ણન કર્યું. પછી પ્રાર્થના કરાતો રુક્મિ રાજા કૃષ્ણને તે બાળાને આપતો નથી અને કહે છે કે મારું કુળ ઉત્તમ છે અને આ ગોવાળ છે અને દમઘોષ રાજાના પુત્ર શિશુપાલને આ અપાઇ છે. તેનું હરણ કરીને કૃષ્ણ તેને પરણ્યો અને સ્વર્ગના દેવની જેમ પાંચેય પ્રકારના ભોગોને તેની સાથે ભોગવે છે (૨૬૬૪) પછી ક્રમે કરીને રુક્મિણીને પ્રદ્યુમ્ન નામે પુત્ર જન્મે છે અને સત્યભામા પણ ભાનુ નામના શ્રેષ્ઠ પુત્રને જન્મ આપે છે. પછી પણ નારદ કૃષ્ણને કહે છે કે વૈતાઢ્ય પર્વતપર જંબુ નગરમાં જાંબવાન નામનો ખેચરાધિપતિ છે, તેની શિવચંદ્રા નામની ભાર્યા છે અને તેઓને વિશ્વક્સેન નામનો ગુણવાન પુત્ર છે અને જાંબવતી નામની શ્રેષ્ઠ પુત્રી છે તેના રૂપાદિ ગુણોનું વર્ણન કરવા બૃહસ્પતિ પણ સમર્થ નથી. આમ સાંભળીને કૃષ્ણ અનાવૃષ્ટિની સાથે જઇને તેનું અપહરણ કરીને તથા જાંબવાન રાજાને યુદ્ધમાં જીતીને જાંબવતીને પરણે છે. રુક્મિણીની સાથે જાંબવતીને ઘણી પ્રીતિ થઇ. પછી સિંહદ્વીપ રાજાની લક્ષ્મણા કન્યાને પરણે છે. પછી આર્જવપુરી નગરીના રાષ્ટ્રવર્ધન રાજાની સુશીમા પુત્રીને પરણે છે. વીતભય નગરનો મેરુરાજા સ્વામી છે તેની ચંદ્રમતી ભાર્યા છે અને તેઓને ગૌરી નામે પુત્રી છે તેને કૃષ્ણ પરણે છે. હિરણ્યનાભની શ્રેષ્ઠપુત્રી પદ્માવતીને પરણે છે. ગંધારદેશના સ્વામીની ગંધારીપુત્રીને પરણે છે. આ આઠેયની સાથે કૃષ્ણ શ્રેષ્ઠ ભોગોને ભોગવે છે. (૨૬૭૩) જાંબવતીને શાંબ નામનો પ્રસિદ્ધ પુત્ર થયો તથા સત્યભામા પણ ભાનુક નામના પુત્રને જન્મ આપે છે એની બીજીપણ દેવીઓને શ્રેષ્ઠ લક્ષણથી પૂર્ણ, મહારથી ઉત્તમ પ્રકૃતિવાળા ઘણાં પુત્રો થયા છે. (૨૬૭૫)
અને આ બાજુ યવનદ્વીપથી જળમાર્ગથી વાણિયાઓ આવ્યા અને તેઓ ધારિકા નગરીમાં ઘણું ધન કમાયા. પછી બીજા કરીયાણા કિંમતી હોવાને કારણે મગધ નગરમાં લઇ જવાયા. જો આ સમુદ્રકાંઠા પર આટલું માત્ર ધન કમાવી શકાય છે તો મગધપુરમાં ઘણું કમાવી શકાશે એમ વિચારીને ક્રમે કરી તેઓ ત્યાં મગધદેશમાં ગયા અને પછી રત્નકંબલ વગેરે સર્વ કરીયાણાઓને રાજાના ઘરે લઇ ગયા. જીવયશાએ તેને ોઇને સસ્તી કિંમતે માગણી કરી. પછી વિણકો ખેદ પામ્યા અને પોતાને નિંદે છે કે દ્વારિકા છોડીને મંદભાગ્યવાળા એવા અમે અહીં કેમ આવ્યા?
125