________________
યાદવોને છોડીને બીજો કોણ અમને ઇચ્છિત લાભને આપે? ઇત્યાદિ તેઓના વચન સાંભળીને જીવયશા ભય પામી. જીવયશા યાદવોના વ્યતિકરને પૂછે છે અને તેઓ પણ દ્વારિકાના વસવાટાદિ સર્વવૃત્તાંત તેને કહે છે. (૨૬૮૨) પછી સંભ્રાંત એવી આ જરાસંધની પાસે જાય છે અને કરુણાથી વિલાપ કરતી પડી અને વ્યાકુલ શરીરવાળી ત્યાં સ્વસ્થ કરાઇને પિતા વડે પુછાઇ. જીવયશા પણ વાણિયાઓએ કહેલા વ્યતિકરને વિસ્તારથી કહે છે.
પછી જરાસંધ કાલ અને કંસના મરણ યાદ કરીને ઘણો ગુસ્સે થયો અને મહાસુભટ સૂરસેન સેનાધિપતિને આજ્ઞા કરે છે કે ભરતાર્ધ નિવાસી રાજાઓને દૂત મોકલાવો કે જેથી તેઓ બધા સજ્જ થઇને અહીં આવે. સેનાપતિ વડે તેમજ કરાયું હજારો યુક્તિઓથી મંત્રી વર્ગથી વારણ કરાતો પણ પ્રચંડ ગુસ્સાવાળો ભ્રષ્ટ મતિવાળો જરાસંધ પ્રયાણ કરે છે અને જેટલામાં તેનો જમણો પગ ઉપડે છે તેટલામાં કોઇકે ‘છટ’ એ પ્રમાણે છીંક ખાધી અને માર્ગમાં જતા કાળી બિલાડીઓ આડી ઊતરી. હાથી ઉપર ચઢતા જરાસંધનો ‘તટ’ એ પ્રમાણે હાર તુટ્યો, માથા પરથી મુગુટ પડ્યો અને વાજિંત્રનો વિરસ અવાજ થયો. ઉદ્વેગ કરનારો, કાંકરા સહિત કઠણ, પ્રચંડ, પવન વાય છે અને તેનાથી ધ્વજપટ સહિત રાજાનું શ્રેષ્ઠ છત્ર એકાએક ભંગાયું. લાખો હાથી, રથ અને ઘોડાથી સાંકડો થયેલ, ક્રોડો સુભટોથી વ્યાપ્ત થયેલા માર્ગમાં સૈન્ય ચાલે છતે સમુદ્રની મહાભરતીના પાણીની જેમ ઉત્તમ હાથી અને ઘોડાઓ સતત મૂત્ર અને મળને છોડે છે. રથોની ધરીઓ ભાંગે છે. સેનાપતિઓ નિરુત્સાહ થાય છે. લોહીનો વરસાદ પડે છે. ધૂળવાળી સર્વ દિશાઓ કલકલ અવાજને કરે છે. કાગડાઓ અને શિયાળો વિરસ અવાજને કરે છે. આમ આવા પ્રકારના ઘણાં અપશુકનોને અવગણીને યુદ્ધની ઉતાવળના ઉત્સાહથી ભરાયેલ અંગવાળો જરાસંધ નગરમાંથી નીકળે છે. ચારેય દિશાઓમાંથી પ્રતિદિવસ આવતા રાજાઓથી, લાખો હાથી-ઘોડા-રથ અને શ્રેષ્ઠ પદાતિઓથી તેનું સૈન્ય પ્રતિદિવસ મોટું થતું જાય છે. નગર ગામથી સંકીર્ણ પૃથ્વીને જોતો જરાસંધ અખંડ પ્રયાણોથી સતત પશ્ચિમ દિશામાં જાય છે. (૨૬૯૬)
અને આ બાજુ નારદે સમુદ્રવિજયાદિ રાજાઓની પાસે જઇને જરાસંધ રાજાનું આગમન કહ્યું. ઉલ્લસંત માહત્મ્યવાળા સર્વે પણ યાદવો તે સાંભળીને સમુદ્રની જેમ ક્ષોભ પામેલા ખુશ થઇને તે વિપ્રને પૂજે છે અને ચાર પુરુષો વડે પણ તેઓને જરાસંધરાજાનું આગમન કહેવાયું. બધા મંત્રણા કરે છે અને કોæકિ નૈમિત્તકને પૂછે છે. તેણે પણ કહ્યું કે આવો જરાસંધ રાજા નિશ્ચયથી મરશે અને કૃષ્ણ પણ શંસય વિના જ ભરતાર્ધનો સ્વામી થશે. પછી યુદ્ધના વિજય માટે અને પ્રસ્થાનમાં કૃષ્ણ અભિષેક કરાયો અને શુભ દિવસે બધા રાજાઓ ભેગા થયા. પછી સમુદ્રવિજયાદિ રાજાઓની સહિત કૃષ્ણ શીતલ અને અનુકૂલ પવન પ્રમુખ પ્રશસ્ત શકુનોના સમૂહપૂર્વક નગરીમાંથી નીકળ્યો. (૨૭૦૨) પછી કૃષ્ણ ઇશાન ખૂણામાં પીસ્તાલીસ યોજન જઇને સિન્નપલ્લી પ્રદેશમાં આવાસને કરે છે. પછી શ્રી કૃષ્ણ રાજસભામાં બેઠો ત્યારે અનાધૃષ્ટિએ કહ્યું કે જરાસંધ રાજા ચૌદ યોજનના અંતરે રહેલો છે. જરાસંધ બંધુજનની અવજ્ઞા કરે છે, મિત્રવર્ગને ઉદ્વેગ કરે છે, સભામાં જ ગુસ્સે થાય છે તે પ્રમાણે સ્વેચ્છાથી ખુશ થાય છે, સ્વજનોને સંતાપે છે, સાધુઓને વિશે પ્રદેષ કરે છે, દેવગુરુની અવજ્ઞા કરે છે,
126