________________
મંત્રીઓનું સાંભળતો નથી. દિવસે ઘણું સૂવે છે, રાત્રીએ નિદ્રા કરી શકતો નથી. પ્રજા વિરક્ત થઇ છે. બંધુજન તેના વિશે વિમુખ થયો છે. તેના સૈન્યમાં હંમેશા ભય ઉત્પન્ન કરનારા ઉત્પાદો દેખાય છે. એવો કોઈ દિવસ નથી જ્યારે દુનિમિત્ત અને અપશુકન ન દેખાયા હોય. અણુવૃત્તિ (અનુસરવા) માત્રથી જ રાજાઓ ત્યાં રહ્યા છે પરંતુ પ્રીતિથી અને ભયથી હે કૃષ્ણ તારા વિશે જ અનુરક્ત છે. આ પ્રદેશ પોતાની દેશના સીમ પર છે તેથી હે ગોવિંદ! આ સ્થાને રહેલા તારા સૈન્યથી તે અવશ્ય જીતાશે. આ સાંભળીને અય્યત સેનાધિપતિ તથા સમુદ્રવિજય આદિના વચનથી કૃષ્ણવર્ડ પોતાના સૈન્યની ચારે દિશામાં ખાઈ વગેરે ઉચિત કરાવાયું. હવે કૃષ્ણથી યુક્ત યાદવ સૈન્ય ત્યાં આવ્યું છે એ પ્રમાણે સાંભળીને જરાસંધ કહે છે કે જે દ્વારિકાનગરીમાં જઈને પણ જેને હણવાના હતા તે કાળથી ખેંચાઈને અહીં આવ્યાં છે. આ ગોવાળીયાઓ ભલે પોતાનું હિત ન સમજે પણ આ સમુદ્રવિજય કેમ મૂઢ થયો? જે મારા સૈન્યરૂપી મહાસમુદ્રની આગળ સસ્તુની મુકિ સમાન છે. અથવા મૃત્યુ સમયે આ જીવો સ્વયંબોધ પામતા નથી. ભાગ્યના વિપરીત ભાવથી કોની બુદ્ધિ ભ્રષ્ટ નથી થતી? (૨૦૧૫) જરાસંધે આ પ્રમાણે કહ્યું એટલે હંસક મંત્રી કહે છે કે યાદવ સૈન્ય તુચ્છ છે એ પ્રમાણેનો નિર્ણય દેવ ન કરે કારણ કે અન્ય રાજાઓથી બળદેવનું બળ અપરિમિત કહેવાયું છે. અને વિષ્ણુનું જે બળ છે તેને મહર્ષિઓ આ પ્રમાણે જણાવે છે. સોળહજાર રાજાઓ સર્વસૈન્યની સાથે કૂવાના કાંઠે રહેલા, સાંકળથી બંધાયેલા વાસુદેવને ખેંચે છે અને વાસુદેવ ડાબા હાથથી ખેંચનારાઓની સાંકળને પકડીને ભોજન કરે કે વિલેપન કરે તો પણ તેઓ વાસુદેવને ચલાયમાન કરી શકતા નથી. એકલો પણ વાસુદેવ કોટિશિલાને હાથમાં લઈ ઊંચકે છે અને ચકીનું બળ વાસુદેવ કરતાં બમણું હોય છે. તેનાથી પણ તીર્થકરો અનંત બળથી યુક્ત જાણવા. તેઓ પૃથ્વીને છત્ર અને મેરુને દંડ કરે છે અથવા વધારે શું કહીએ તેઓનું સામર્થ્ય લોકને અલોકમાં ફેંકવાનું વર્ણવાય છે. વીર્યની કથા તેઓ વિશે પૂર્ણ વિરામ પામે છે. (અર્થાત્ તીર્થકરોથી અન્ય કોઈ વિશેષ વીર્યવાન નથી.) તેથી અરિષ્ટનેમિ એકલો પણ સર્વ ત્રિભુવનને જીતવા સમર્થ છે. જેની પાસે સર્વ ઇન્દ્રો પણ ચાકરો છે તો આપણે તેની શી વિસાતમાં ? અને બીજું અતિરથી, મહારથી, સમરથી અને અર્ધરથી અને રથી રાજાઓ લોકમાં વિપરીત કમથી પ્રધાન હોય છે (અર્થાત્ રથી કરતા અર્ધરથી બળવાન હોય છે તેનાથી સમરથી બળવાન હોય છે..) ભગવાન અરિષ્ટનેમિ, કૃષ્ણ બળદેવ અને તમે આ ચારને છોડીને હાલમાં કોઈ બળવાન નથી તેથી આપણા પક્ષમાં તમે એક જ અતિરથી છો અને દુશ્મનના પક્ષમાં ત્રણ અતિરથી છે અને મહારથી વગેરે કેટલાક આપણા પક્ષમાં છે તથા કેટલાક પરપક્ષમાં છે અને બાકીનું સૈન્ય છે તેમાં કેટલાક અક્ષૌહિણી માત્ર તેઓને પણ સંભવે છે. જે સૈન્યમાં નવ હજાર ઉત્તમ હાથીઓ હોય, નવ લાખ ઉત્તમ રથો હોય તથા નવકોડ ઘોડા અને સુભટો હોય તે અક્ષૌહિણી સૈન્ય કહેવાય છે. જો કે શત્રુઓનું સર્વપણ સૈન્ય આપણા એક રાજાના બળની સમાન નથી તો પણ એકલા અરિષ્ટનેમિ પણ સંપૂર્ણ ત્રણ ભુવનને જીતનારા છે. વાસુદેવ, બળદેવ વગેરે પણ તમને બધાને જીતી શકે તેમ છે. ત્યારે જે રોહિણીના સ્વયંવરમાં એકલા વસુદેવે જે પરાક્રમ બતાવ્યું તે શું તમને યાદ નથી આવતું ? તેથી નેમિજિનેશ્વર ઇન્દ્રોને પણ નમસ્કરણીય છે. તેથી
127