________________
નમસ્કારને છોડીને તેને વિશે કોઈનો પણ પરાક્રમ યોગ્ય નથી. (૨૭૩૨)
આ પ્રમાણે હંસકે કહ્યું એટલે જરાસંધ કહે છે કે જો એ પ્રમાણે છે તો નેમિજિનથી યુક્ત તે સૈન્ય મારા પુત્ર કાલના ભયથી પલાયન થઈને પશ્ચિમ દિશામાં કેમ છૂપાઈ ગયું ? અથવા તેઓએ શૌર્ય અને મથુરાદિ દેશને કેમ છોડ્યો? પછી હંસકે કહ્યું કે હે દેવ! આ ન્યાય છે પણ ભીરુપણું નથી, કાલાદિથી નિરપેક્ષ પરાક્રમ મનુષ્યને ફળતો નથી. તે જ દિવસનો જન્મેલો સિંહ મદનીયાઓની સાથે યુદ્ધનો સમારંભ કરતો નથી. અતિબાળક એવો સાપ પણ આક્રમણ કરનારને ડંસ દેતો નથી. કાલાદિની અપેક્ષાએ કિયાદિઓનું કરવું એ નીતિમાનોનો માર્ગ છે અથવા દુશ્મનોને નાશ કરવા પીછેહઠ કરવું તે પણ ઉપાય જ છે. આ અવસરે હણવાની ઇચ્છાવાળો એવો પણ સિંહની જેમ સંકોચ કરે છે તેથી મોટાઓની વિચેષ્ટાઓને કોણ જાણવા સમર્થ છે? અથવા કાલનું પણ જે ઉદાહરણ છે તે પ્રસિદ્ધ જ છે. અહીં વધારે શું કહેવું ? એ પ્રમાણે પ્રતિપક્ષનું વર્ણન કરતા હંસક મંત્રી પર ગુસ્સે થયેલો રાજા જેટલામાં કંઈક બોલે તેટલામાં હિંભક મંત્રી કહે છે કે પુરુષની જીત પુણોથી થાય છે પણ પ્રસિદ્ધિથી નહીં અને અપુણ્ય (પાપ)થી પરાજય પણ થાય છે એ પ્રમાણેનો હે દેવ! નિશ્ચય નયનો મત છે. પરંતુ વ્યવહારનયના મતથી પુરુષે નીતિ અપનાવવી જોઈએ. અને તે યુદ્ધના આરંભમાં દુર્ગનો આશ્રય કરવો જોઇએ અને તે દુર્ગ જળ, પર્વત અને વ્યુહના ભેદથી ત્રણ પ્રકારે કહેવાયો છે. નીતિમાં નિપુણ પુરુષો સમાન ભૂમિને વિશે બૃહ દુર્ગને ઇચ્છે છે. (૨૭૪૩) તેથી હજાર આરાવાળા, પચાસચકની ધારાના મંડલવાળા, અનેકગણ રાજાઓથી નિર્મિત અતિવિષમ ચક્રવ્યુહને કરો. આ પ્રમાણે તેના વચનને યુક્તિ સંગત માનીને રાજા સૈન્યમાં તુંબાદિ રચનાપૂર્વક ચક્રવ્યુહને કરાવે છે અને પછી નિયુક્ત પુરુષોએ યાદવોની પાસે જઈને કહ્યું કે મગધરાજે ચક્રવ્યુહની રચના કરી છે અને પછી યાદવોએ વસુદેવાદિના મતથી ચંચુપ્રમુખ રચનાથી સુદુર્ગ ગરુડ ન્યૂહને કર્યો. (૨૭૪૭)
અને આ બાજુ શૌરીપક્ષના સર્વ ખેચર રાજાઓ આવ્યા અને શૌરીના પ્રતિપક્ષ રાજાઓ મગધપતિની પાસે ગયા. હવે શત્રુના એકઠા થયેલા સૈન્યનું દુસાધ્યપણું જાણીને શૌરી તેને સાધવાને માટે વૈતાઢ્ય પર રહેલાઓની પાસે જલદીથી ગયો અને જતા એવા તેણે શ્રી નેમિને તથા બળદેવને કૃષ્ણ ભળાવ્યો. જન્માભિષેક વખતે મેરુપર્વત પર દેવોએ પ્રભુના બાહુ પર શ્રેષ્ઠ પ્રભાવવાળી અશસ્ત્રવાહિકા નામની મૂલિકા (ઔષધિ) બાંધી હતી તે પ્રભુએ કૃષ્ણને આપી..
અને આ બાજુ ઈન્દ્ર જાણ્યું કે શ્રી નેમિપ્રભ ભાઈના કારણે યુદ્ધના અભિલાષી છે તેથી પોતાના માતલિ સારથિને કહ્યું કે ઉપકલ્પિત (વિકુર્વેલા) મોટા દિવ્ય રથને લઇ જા. પછી માતલી રથ લઈને નેમિજિનેશ્વર પાસે આવ્યો અને ત્યાં પ્રભુ દિવ્યશસ્ત્રથી સંપૂર્ણ રથમાં આરૂઢ થયો. (૨૭૬૩).
પછી ખુંખાર કરતા અશ્વના સમૂહોવાળા, ગાજતા હાથીઓવાળા, રણકાર કરતા રથોવાળા બંને પણ ભૂહો પરસ્પર સન્મુખ ચાલ્યા. બંને વ્યુહના અગ્ર સૈનિકોનું યુદ્ધ થયું. યાદવનું અગ્રસૈન્ય ભંગાયુ અને કૃષ્ણને શરણે ગયું. પછી બળદેવ વડે કૃષ્ણ કહેવાયો કે આ વ્યુહ શત્રુઓથી એવી રીતે રચાયો છે કે તે સો વરસ સુધી નહીં જીતાય. તેથી ત્રણ સ્થાને આ ડ્યૂહ ભેદીને વિઘટન કરાય. દક્ષિણ બાજુથી મહાસુભટ શ્રી નેમિજિન બૂહને ભેદે, ઉત્તરથી અર્જુન અને મધ્યથી અનાધૃષ્ટિ ભેદે. પછી કૃષ્ણ વડે ત્રણેય મહાપરાક્રમીઓ તે પ્રમાણે જણાવાયા.
128