________________
હવે તે તે રાજાઓએ તુંબમાં, આરામાં અને ચકધારાની સંધિમાં જે જે રાજાઓ રહેલા હતા તે સર્વને જીતીને જેવી રીતે જંગલી પાડાઓથી સરોવરનું પાણી વિલોડ કરીને (મથન કરીને) ભેદાય તેમ ઘૂહને ભેદી નાખ્યું અને શરણ રહિત તે ચારેય દિશામાં પલાયન થયું. શ્રી નેમિ જિનેશ્વર વડે લાખો રાજઓ સહિત કુકમી રાજા હતમથિત કરીને લીલાથી જીતાયો હવે તેઓ વડે રુકુમીરાજા ભેદાયે છતે જેમ મહાનદીઓના પાણી સમુદ્રના પાણીને ભેદીને પ્રવેશ કરે તેમ નેમિ જિનેશ્વરની પાછળ તેના સૈન્ય પ્રવેશ કર્યો. ત્યાં જ પાંડવોની સાથે કૌરવોનું મહાયુદ્ધ થયું. દુર્યોધનાદિ સર્વ કૌરવ વર્ગ હણાયો. ફરી પણ શ્રી નેમિજિનેશ્વર વડે મહારથી ભગ દત્તાદિ રાજાઓ સંગ્રામમાં જીતાયા. ત્યાર પછી પ્રાયઃ તે સર્વ સૈન્ય નાયક વગરનું શૂન્ય, ભયવાળું, ખેદને પામેલું મગધપતિના શરણે ગયું. મગધપતિ વડે સેનાપતિ હિરણ્યનાભ આદિ રાજાઓના મરણને સાંભળીને ખેદ કરાયો, ચિંતા કરાઇ, ઉદાસીનતા કરાઇ. શિશુપાલને ઉદ્દેશીને ઘણાં ખેદ વચનો બોલ્યો પછી તેના વડે પણ ધીરવચનોથી સ્વસ્થ કરાયો . પછી મગધપતિ વડે શિશુપાલ દસ હજાર રાજાઓની ઉપરી સેનાપતિ તરીકે નિમણુંક કરાયો. (૨૭૬૮)
પછી યુદ્ધમાં હણાયેલ કાલ અને કંસ રાજાના વેરને ચિત્તમાં ઘણું યાદ કરતો ક્રોધિત અને ખેદિત જરાસંધરાજા સ્વયં બીજે દિવસે યુદ્ધ માટે ચાલ્યો. અપશુકન અને દુનિમિત્તોથી વારાણ કરાતો છતાં મગધ નરનાથ યુદ્ધમાં આવે છે અને શુભશુકન અને શુભનિમિત્તોથી ઉત્તેજિત કરાયેલ કૃષ્ણ પણ યુદ્ધમાં આવે છે. (૨૭૭૧) પછી ધુંઆ કુંઆ થતા બંનેના સૈન્યો પરસ્પર ટકરાય છે અને પછી માગધ સૈન્ય વડે ઘણું યાદવ સૈન્ય હણાયું. મગધેશ્વરનો યવન નામે યુવરાજ પુત્ર છે તે દુર્યોધો કોપિત સકલજન સમૂહને હણતો મહાયુદ્ધને કરીને સારણકુમાર વડે હણાયો, તેના મરણને સાંભળીને જરાસંધ અંય યુદ્ધ માટે તૈયાર થયો. તેણે અડધા ક્ષણથી સર્વ યાદવ સૈન્યને વિધુરિત કર્યું. રથ અને ઘોડાનો ચૂરો કર્યો, હાથીઓને હણ્યા અને પદાતિઓને પાડ્યા.(૨૭૭૫)
અને તેમ થયે છતે યાદવ સૈન્ય કેવું થયું? તેને કહે છે, સૈન્યોએ શ્રેષ્ઠવાહનો છોડી દીધા છે. અભિમાન છોડી દીધું છે, તલવારો હાથમાંથી પડી રહી છે, સુભટોના મસ્તકો પડી રહ્યા છે, છત્રો અને ચિહનો કપાઈ રહ્યા છે. ઘણાં ધડો (કબંધ) નૃત્ય કરી રહ્યા છે. સુભટો પોતાના સ્વામીથી વિરક્ત થયા છે. મદોન્મત્ત હાથીઓ પ્રેરાયા છે, અશ્વોનો સમૂહ પ્રેરાયો છે, ભયની વ્યાકુળતાથી શસ્ત્રોને છોડી દીધા છે. રથોના સમૂહથી માર્ગ રુંધાયો છે. પરસ્પરને પ્રેરણા કરવામાં ઉધત છે. ભીરુવર્ગ પલાયન થયો છે, મગધેશ્વરના બાણથી તાડન કરાયેલું સૈન્ય યુદ્ધ ભુમિમાં પડ્યું છે, જે અવશેષ રહ્યું છે તે જીવવાની આશા વગરનું છે. આ પ્રમાણે સૈન્ય વિધુરિત થયું ત્યારે ભુવનને ટેકો આપવા માટે સ્તંભ સમાન એક શ્રી નેમિનાથ જ દિવ્યરથથી અપરાભવ રહ્યા. હવે નેમિજિનેશ્વર તેવી સ્થિતિવાળા સર્વ પણ યાદવ સૈન્યને જોઈને ધનુષ્ય ખેચે છે અને દિવ્ય શંખને પૂરે છે. (૨૭૮૨) પ્રભુના ધનુષ્યના ટંકારથી બધિરિત (બહેરું) કરાયેલું અને શંખ શબ્દથી સંભ્રાન્ત થયેલું સર્વ પણ માગધસૈન્ય મૂચ્છથી વ્યાકુળ શરીરવાળું થયું. જિનેશ્વરો ત્રણેય ભુવનના અનુગ્રહ અને નિગ્રહ કરવામાં સમર્થ હોય છે તો તેઓને મગધેશનો નિગ્રહ કરવામાં શી ગણના હોય ? પરંતુ આ યુદ્ધ સાવદ્ય છે અને લોકમાં
129