________________
આવો ભાવ નિશ્ચિત થયેલો છે કે પ્રતિવાસુદેવ વાસુદેવ વડે જ હણાય છે. પછી શત્રુસૈન્યને પીડિત કરી પોતાના સૈન્યને સ્વસ્થ કરે છે. પછી સૈન્યસહિત યુદ્ધિષ્ઠિર-ભીમ-અર્જુન નકુલ આદિ રાજાઓ તથા સમુદ્રવિજય, સારણ, અધૂર વગેરે રાજાઓ દુશ્મનના સૈન્યને રુંધે છે અને ચારેબાજુ પોતાના સૈન્યને સ્થાપિત કરે છે એટલામાં વનનો હાથી જેમ હરણના ટોળાની વિલોડના કરે તેમ સમુદ્રવિજયાદિ સર્વે રાજાઓને વિક્ષોભ કરતો અને કોઇપણ વડે સ્ખલના નહીં કરાતો, વિરસને બોલતો, ગુસ્સે થયેલો શિશુપાલ રાજા રથમાં બેઠેલા કૃષ્ણ પાસે જેટલામાં પહોંચ્યો તેટલામાં દેવોને પણ વિસ્મય કરાવનારું તેની સાથે યુદ્ધ થયું અને અસાધારણ ભુજાના બળવાળા કૃષ્ણવડે તે ત્યાં હણાયો. હવે તે શિશુપાલ સુભટ હણાયે છતે અસહિષ્ણુ અને ગુસ્સે થયેલા તેના દશ હજાર રાજાઓએ એક જ સમયે પોતાના સૈન્યોથી મગધાધિપની સાથે મળીને એવી રીતે યુદ્ધ કરવાની શરૂઆત કરી કે જેથી દેવો પણ આ શત્રુ છે, આ સૈન્ય છે અને આ શેષ રાજાઓ છે એમ ઓળખી શકયા નહીં. ત્રણ જ્ઞાનથી યુક્ત, અમૂઢ લક્ષ્યવાળા શ્રી નેમિજિન સંગ્રામને તે પ્રમાણે જોઇને માતિલ સારથિને આ પ્રમાણે કહે છે કે તું રાજાઓના મધ્યથી ઇન્દ્રના રથને હંકાર જેથી લાખો શસ્ત્રોથી હણતા તેઓને હું જીતી લઉં નહીંતર આ બધી યાદવી સેના જીવતી રહેશે નહીં (અર્થાત્ મરશે) આ પ્રમાણે પ્રભુએ કહ્યું એટલે માતલિએ રથના ઘોડાઓને જલદીથી હંકાર્યા. નેમિ પણ દિવ્યશંખને પૂરે છે તેથી સર્વપ્રતિપક્ષ ત્રાસ પામ્યો અને ભયંકર ટંકાર કરતા ઇન્દ્રના ધનુષ્યનું આસ્ફાલન કરે છે અને સિંહનાદ કરે છે કે જેથી પૃથ્વીના વલયો કંપવાથી પર્વતના શિખરો પડ્યા અને પરસ્પર અફળાવાથી સર્વ હાથી-ઘોડારથનો સમૂહ ઘણો ત્રાસ પામ્યો. આ પ્રમાણે તે સિંહનાદના અવાજથી મગધસૈન્ય ભયભીત થઇ ત્રાસ પામ્યું. સિંહ જેમ હરણના ટોળાને વિલોડન કરે તેમ નેમિન્જિન એક રથથી સર્વ સૈન્યનું મથન કરે છે અને રથથી સર્વ સ્થાનો સૂરે છે. બાણોને છેદે છે, ધ્વજ-છત્ર અને ચિહ્નોને પાડે છે. (૨૭૯૯) મોટા માહત્મ્યવાળો, અસ્ખલિત, નેમિજિણંદનો રથ ચારે તરફ એક સાથે ભમતા ઉંબાડીયાના ચક્રની જેમ દેખાય છે. જેવી રીતે પાતાળ તળમાંથી નીકળીને મહામચ્છ એકલો પણ સમુદ્રનો ક્ષોભ કરે છે તેમ નેમિનો રથ તે સંપૂર્ણ સૈન્યનો ક્ષોભ કરે છે. એ પ્રમાણે હાથી-૨થ અને પદાતિથી રુંધાયેલા દસ હજારથી અધિક રાજાઓ યુદ્ધમાં જિનેશ્વર વડે ભગ્ન ઉત્સાહવાળા કરાયા. શ્રી નેમિજિનેશ્વરે ઇન્દ્રે આપેલા ધનુષ્યમાંથી બાણોનો વરસાદ વરસાવ્યો તેથી મગધાધિપના સૈન્યમાં ચામરોનો સમૂહ પડવા લાગ્યો. ધ્વજે છેદાયા, સૈન્યનો જુસ્સો ઓસરી ગયો, શરીર પરની રક્ષણદાયક સામગ્રી તૂટવાથી કવચો પડવા લાગ્યા. માથા પરના બખ્તરો ચાલ્યા ગયા, સર્વ સૈન્ય શસ્ત્રથી વીંધાયું. રથો ચુરાયા, હાથી ઘોડાનો સમૂહ નાશ પામ્યો. સૈનિકોની આંખો ચકળ વકળ થઇ. મૃગના સમૂહની જેમ ઘણી ઉન્મત્તતા શરૂ થઇ. રાજાઓનો સમૂહ ભયથી સંકુચિત થયો. પ્રતાપથી રહિત સૈન્ય વિખરાયું. સર્વ સૈન્ય ભાન વિનાનું થયું. પૂર્વનું અભિમાન નાશ પામ્યું. ભટોના સમૂહ વિનાનું થયું. વ્યવસાય વગરનું થયું. અશ્વાદિ વિનાના એકેક છૂટા છવાયા માણસ માત્ર રહ્યા. જેવી રીતે ઉનાળામાં પાક લણાય જવાથી હરિયાલી વિનાના ખેતરો દેખાય તેવી રીતે ઉપકરણ (શસ્ત્રો) વિનાનું માગધ સૈન્ય તેવું થયું. શ્રી નેમિજિનવડે મોહરૂપી શસ્ત્રથી વિમોહિત કરાયેલું માગધ સૈન્ય ચાલતું નથી, વળતું નથી, બોલતું
130