________________
નથી. મૂઢમનવાળું ચેષ્ટા વિનાનું થયું. મથાયો છે અંધકાર જેના વડે, ગ્રહ અને તારાનું ભુંસાયુ છે તેજનું માહત્મ્ય જેના વડે એવા સવારના સૂર્યની જેમ યુદ્ધ ભૂમિમાં નેમિકુમાર શોભે છે. (૨૮૧૦) પછી માગધ સૈન્યમાં કેટલાક કહે છે કે આ તે કૃષ્ણ છે કે જે કાલિનાગ-કેશી-કંસ ચાણુરને નિર્મથન કરનારો સંભળાય છે. બીજા કેટલાક કહે છે કે આ તે નથી કેમકે તેને આવી શક્તિ નથી તેથી આ ચક્રવર્તી છે અને બીજા કહે છે કે આ ચક્રવર્તી પણ નથી કેમકે તે છેલ્લો થશે. પહેલાના ચક્રવર્તીઓને પણ આવી શક્તિ હોતી નથી. તેથી નિશ્ચયથી યાદવ પક્ષમાં આવેલો આ ઇન્દ્ર છે. પરમાર્થને જાણનારા બીજા કહે છે કે આ જે છે તે ઇન્દ્ર નથી કેમકે મરકત મણિના વર્ણવાળો, વિલંઘિત કરાયું છે સર્વ જગતનું રૂપ જેના વડે, ત્રણ જગતમાં ઉત્તમ, ત્રણ જગત વડે નમાયું છે ચરણરૂપી કમળ જેનું, ત્રણ જગતના સ્વામી, ત્રણ જગતના જીવો કરતા અનંતગુણા બળવાન એવા આ છે તો ઇન્દ્રમાત્રની શી વાત કરવી ? અર્થાત્ ઇન્દ્રનું બળ ભગવાનની તોલે કોઇ વિસાતમાં નથી. તે આ બાવીશમા તીર્થંકર શ્રી નેમિજિનેશ્વર છે જેના શરદઋતુના ચંદ્ર જેવા નિર્મળ ચરિત્રો સંભળાય છે અને જોવાય છે. (૨૮૧૬) બીજાએ કહ્યું કે જો એ પ્રમાણે છે તો કૃષ્ણ વગેરે તેના ચાકરો છે તો પછી તેઓની સાથે અહીં શું કામ આવ્યો ? આ વાત સાચી છે પણ આ સમુદ્રવિજય રાજાનો પુત્ર છે અને કૃષ્ણ સમુદ્રવિજય રાજાના ભાઇનો પુત્ર છે તેથી ભાઇના સંબંધથી આ અહીં આવ્યો છે. આ પ્રમાણે કોઇક વડે ઉત્તર અપાયે છતે બીજે કહે છે કે જો એમ છે તો શું જરાસંધ મૂઢ છે ? જે તત્ત્વબુદ્ધિથી ઇન્દ્રો અને દેવોને પણ પૂજ્ય છે, ત્રણ ભુવનમાં અજેય છે તેની સાથે વિરોધ કેવો ? જે હાડકામાત્રથી બનેલા મસ્તકથી મહાગિરિને ભેદવા ઇચ્છે છે તે માથુ ભાંગવા સિવાય શું બીજા કોઇ ફળને પ્રાપ્ત કરે ? જે માત્ર નદી તર્યો હોય તે બે બાહુથી સમુદ્રને ઉતરવાને ઇચ્છે છે તો તે શું ટૂંક સમયમાં વિનાશને નથી પામતો ? તેથી આ પ્રમાણે મોટાઓ પણ જ્યાં સ્વપરના ભેદને જાણતા નથી તો ત્યાં બીજું શું કહેવાય? અથવા તો ભાગ્ય પ્રતિકૂળ હોય ત્યારે મોટાઓની પણ મતિઓ બગડે છે, સર્વસત્ત્વો વિચલિત થાય છે. મતિ વિપર્યાસ થાય છે. બીજાની સાચી વાતને પણ સ્વીકારતો નથી. ઇતરથા (એટલે કે મોટાઓની મતિ બગડતી ન હોત તો) મૂઢ જીવો વડે પણ જણાયો છે દોષ જેમાં એવા પરદારા હરણને તે પણ રાવણ કેવી રીતે આચરત ? અથવા નળરાજા જુગાર કેમ રમ્યો હોત? તેથી અવશ્ય બનનારા ભાવો નક્કીથી થાય જ છે. પણ અહીં જે વિકલ્પો થયા તે માત્ર ચિત્તના શ્રમમાત્ર ફળવાળા છે. આ પ્રમાણે કથાઓનો વાર્તાલાપ વર્તે છે અને સેવકની તેવી વ્યવસ્થા થયે છતે શ્રી નેમિજિનેશ્વરના રોધમાંથી કોઇપણ રીતે નીકળી મગધપતિ પુત્રોની સાથે જ્યાં કૃષ્ણ અને બળદેવ યાદવ વર્ગની સાથે રહેલા છે ત્યાં આવ્યો. પછી તે જરાસંધ વિરસ વચનોથી સર્વે પણ યાદવોને આક્ષેપ કરે છે કે જો તમે કૃષ્ણ અને બળદેવ ગોવાળોને અર્પણ કરશો તો આજે પણ જીવતા બચશો (૨૮૨૯) ઇતરથા (જે ગોવાળોને નહીં સોંપો તો) ત્રણ લોકમાં ગયેલા તમારું જીવન રહેશે નહીં. મૂઢ એવો સમુદ્રવિજય પણ શું મારા બળને જાણતો નથી ? એ પ્રમાણે જરાસંધ અસંબંધ વચન બોલે છે ત્યારે સર્વ પણ યાદવ સૈન્ય ગુસ્સે થયું અને એક કાળે જ ઊભું થયું અને ત્યાર પછી મગધપતિના ઓગણોસીત્તેર પુત્રોથી કૃષ્ણ રુંધાયો અને અઠ્ઠાવીશ પુત્રોથી રામ રુંધાયો. ક્રોધના આવેશથી
131