________________
પીડિત થયેલું બાકીનું સૈન્ય બાકીના સૈન્ય સાથે લડે છે. આમ ગાઢ યુદ્ધ પ્રવર્યું ત્યારે રામે હળથી ગળામાં એકેક રાજપુત્રને પકડીને, ખેંચીને મુશલવડે ત્યાં સુધી માથામાં માર્યા જ્યાં સુધી માથામાં હણાયેલ અઠ્ઠાવીશ પુત્રો મરણ પામ્યા. પછી ગુસ્સે થયેલો મગધપતિ બળદેવની સાથે ટકરાયો, મોટું યુદ્ધ થયું પછી બળદેવ શક્તિથી ભેદાયો. (૨૮૩૫) પછી બળદેવે લોહીનું વમન કર્યું તેથી જરાસંધ હર્ષને પામ્યો અને તીણબાણો વરસાવીને અને હર્ષને ચારેય બાજુથી ભેદ્યો. અને આ બાજુ ગરુડથી જેમ સાપો મરાય તેમ કૃષ્ણવડે જરાસંધના સર્વ ઓગણોતેર પુત્રો એક સાથે યુદ્ધમાં હણાયા. તેઓના મરણથી દુઃખી થયેલો અસહિષ્ણુ મગધાધિપતિ ત્યાં આવે છે, હે ગોવાળીયા! ઈત્યાદિ વચનોથી કૃષ્ણને આક્ષેપ કરે છે. પછી કૃષ્ણે કહ્યું કે ભીંતાદિની સાથે અથડાઈને પછી આંધળો જેમ પાછો ફરે છે તેમ તું પણ આંધળાથી અધિક આંધળો છે. જો કે તું અનર્થને મેળવે છે, જે કે તું ગુરુજનના વચનના વિશ્વાસને જુએ છે, જોકે તું સ્વજનોથી વિયોગ કરાય છે, જે કે તું પરિજનના વિયોગને જુએ છે તો પણ તું અસહને જ વિશેષ કરે છે અને સ્વ-પરના ભેદને જતો નથી. અથવા ખરેખર તારો અહીંયા શો દોષ છે? (૨૮૪૧) જેના વડે જે કાળે જે સુખ કે દુઃખ પ્રાપ્ત કરવાનું છે તેને ત્યારે તે અવશ્ય મેળવે છે ઇન્દ્ર પણ તેનાથી બચી શકતો નથી. સમુદ્રનો વિયોગ તથા રાહનો પરાભવ શું ચંદ્ર નથી મેળવ્યો? અથવા શું શંકરવડે પણ કાલકૂટ વિષ નથી પીવાથું? અથવા ઈન્દ્રપણ તાપસથી દેહ છેદને શું નથી પામ્યો ? અથવા રાવણ પણ શું કુબુદ્ધિથી હણાયો નથી? તેથી આ હું ગોવાળ છું, શસ્ત્રથી અજ્ઞાન છું, કુળથી હીનાતિનો છું, કાળ અને કંસને નાશ કર્યા છે, તારા હૃદયનું શલ્ય છું, બાળક છું, તું ક્ષત્રિયકુળમાં જન્મેલો છે, મહારાજા છે, કુશળ છે, મારા તરફ હંમેશા પણ: ઈર્ષાલુ છે તેથી તું હમણાં પ્રહાર કર. ગંભીર, સ્થિર, તિરસ્કાર ભરેલા કૃષ્ણના આવા વચનો સાંભળીને મગધરાજ અધિક કોપી થયો. બાણોથી કૃષ્ણને મારે છે અને કૃષ્ણ પણ જરાસંધને મારે છે આમ તે બંનેના મહાસૈન્યનું પણ મહાઘોર યુદ્ધ થયું. (૨૮૪૮) તેઓના પરસ્પરના બાણ, ભાલા, મુસુંઢિ (શસ્ત્ર વિશેષ) મુદ્દ્ગરના પ્રહારોથી ઉત્પન્ન થયેલો ખણખણ અવાજથી ભયંકર પડઘો સર્વ ભુવનને ભરે છે. મોટા સિંહનાદના સેંકડો અવાજથી ભયંકર, શંખના શબ્દોથી કરાયો છે ભયંકર કોલાહલ જેમાં એવું તે બંને પણ સુધીરોનું મહાયુદ્ધ સાથે વર્તે છે. વજની જેમ પરસ્પરના ફેંકાયેલ બાણના સમૂહનો શબ્દ પ્રલયકાળના વાદળના શબ્દની જેમ ભયંકર ઉગ કરનારો થયો. પરસ્પર મુકાયેલ શસ્ત્ર સમૂહને તે બંનેનું સૈન્ય દંડ-તલવાર-પાશપઢિશ (પટ્ટિશ અને ઝસર બંને શસ્ત્ર વિશેષ છે)-ભાલો-ઝસર-શૈલ્યાદિથી હણે છે. (૨૮૫૨) પછી તે બંને સૈન્યોના ચૂરાયેલ લાખો શસ્ત્રોથી રણભૂમિ ચાલી ન શકાય તેવી ભયંકર થઈ. તથા કૃષ્ણ અને માગધ વડે ધનુષ્યમાંથી મુકાયેલ અસંખ્ય તીણ બાણોથી સમગ્ર પૃથ્વી અને આકાશનું પોલાણ ઢંકાઈ ગયું. સર્વે પણ યાદવ રાજાઓ તેની સાથે એકી સાથે યુદ્ધ કરે છે. બળવાન મગધપતિ એકલો પણ યુદ્ધ કરે છે અને બાકીના તેઓ બધા પણ યુદ્ધ કરે છે. પછી મગધેશ્વર એકક્ષણ યુદ્ધ કરીને મહાશંખને તે પ્રમાણે પૂરે છે કે જેથી મહાશંખના શબ્દના શ્રવણથી ભયભીત થયેલા સર્વે પ્રતિશત્રુરાજાઓ કૃષ્ણ અને રામાદિને શરણે ગયા. પછી મગધપતિ બાણોથી કૃષ્ણને અને કૃષ્ણ પણ મગધપતિને હણે છે અને પછી સુરપથી કૃષ્ણ શ્રેષ્ઠ રત્ન અને સુવર્ણના દંડવાળા,
132