________________
મણિ કિંકિણિના સમૂહના અવાજથી વાચાળ એવા તેના મહાધ્વજને છેદે છે. પછી પોતાના મસ્તકની જેમ મહાધ્વજને પડેલો જાણીને ઘણો ગુસ્સે થયેલો મગધપતિ કૃષ્ણને બાણોથી ઢાંકે છે. તે બાણોને છેદીને અને બાણોથી મગધપતિને ભેદીને ગંભીર ઉપહાસ વાણીથી તેને આ પ્રમાણે કહે છે કે હે રાજન્ ! હું યુવાન છું અને તું ક્ષીણ સત્ત્વશરીરવાળો વૃદ્ધ છે તેથી આ યુદ્ધ વિષમ છે તેથી તું મારાવડે મુકાયેલો છે અને ઘરે જા. આ પ્રમાણે સાંભળીને ગુસ્સે થયેલો જરાસંધ પ્રત્યાલીઢ (૩૫) સ્થાન રચે છે અને દેવતાધિષ્ઠિત મંત્રાસ્રોને યાદ કરે છે. પછી કૃષ્ણ આને જાણીને વૈશાખ (૩૬) સ્થાનને રચે છે અને દેવતાધિષ્ઠિત મંત્રાસ્રોને યાદ કરે છે. પછી કૃષ્ણ નીકળેલા છે લાખો નાગો જેમાંથી એવા નાગાસને, નીકળેલા છે કરોડો ગરુડો જેમાંથી એવા ગુરુડાસ્રથી વારણ કરે છે. (૨૮૬૪) જરાસંધ રાજાવડે મુકાયેલ સંવર્તક મહાશઅને કૃષ્ણ મહાવાયુ શસ્ત્રથી વારણ કરે છે. અંતરીક્ષ શસ્રથી વાયવ્ય શસ્ત્રનું વારણ કરે છે અને મોટા અગ્ન્યસ્રને વરુણાસ્રથી નિવારણ કરે છે.
અસુર સૈન્યમાંથી નીકળીને આવતા અતિભયાનક વૈરોચન શસ્ત્રને સુર સૈન્યમાંથી પ્રકટિત થયેલ માહેન્દ્ર શસ્ત્રથી નિવારે છે. (૨૮૬૭) ગાઢ અંધકારના સમૂહને ઉત્પન્ન કરનાર તામસ શસ્ત્રને દિનકર શસ્ત્રથી હણે છે અને કૃષ્ણ નારાયણ શસ્ત્રથી રાક્ષસ શસ્રને શાંત કરે છે. કંપિત કરાયું છે ભૂવલય અને ત્રાસિત કરાયો છે અસુરોનો સમૂહ જેના વડે એવા અશ્વગ્રીવ શસ્ત્રને બ્રહ્માસ્ત્રથી નિવારે છે અને પવનાસ્રથી મેઘાસ્ત્રનું નિવારણ કરે છે. આમ મગધપતિ કૃષ્ણના વિનાશને માટે જે જે શ્રેષ્ઠ અસ્રોને છોડે છે તે તે અસ્રોને કૃષ્ણ પડ્યા પહેલા પ્રતિપક્ષ અસ્રોથી નાશ કરે છે અને ત્યારપછી ખૂટી ગયા છે સર્વ શસ્રો જેના, ચાલી ગયો છે પ્રભાવ જેનો, પરાક્રમથી મુકાયેલો, આનંદ વગરનો જરાસંધ હાથમાંથી કાલપૃષ્ટ ધનુષ્યને મૂકી દે છે અને કહે છે કે મારા પરાક્રમ તથા રાજ્યસંપદાને ધિક્કાર થાઓ. જે સમુદ્ર તરી ગયેલો એવું હું ખાબોચિયા માત્રમાં ડૂબી ગયો કારણ કે મારાવડે ભરાતર્ધના લાખો રાજાઓ જીતાયા છે એવા મને ગાયનું દૂધ પીને ગર્વિષ્ઠ બનેલો આ ગોવાળીયો જીતે છે અને પછી હજાર આરાવાળું, સૂર્યના મંડળ જેવા તેજવાળું, સર્વશાસ્ત્રોને દળનારું, દેવસમૂહથી યુક્ત, દેવોને પણ ભયાવહ, જાણે બળતો અગ્નિ ન હોય તેવા મહાચક્રને મગધપતિ પોતાના રથની ઉપર જુએ છે. પછી કૃષ્ણને હણાયેલો માનતો, ક્રોધે ભરાયેલ એવો મગધરાજ કૃષ્ણના વધ માટે તેના ઉપર મૂકે છે અને પછી જાણે હજારો તણખા ઝરતી જ્વાળાઓથી દુપ્રેક્ષ્ય, અતિભયંકર અવાજવાળો, તેજથી દિશાઓના મુખને પ્રકટ કરતા એવા તે ચક્રને જોઇને દેવો ભય પામ્યા, યક્ષ-સિદ્ધ અને ગંધર્વો ત્રાસ પામ્યા, જ્યોતિષ અને ખેચરો પણ ત્રાસ પામ્યા અને સર્વે પણ રાજાઓ ભાગી ગયા, સુર-અસુર સહિત ભયભીત લોક પણ શિવ શિવ (કલ્યાણ થાઓ, કલ્યાણ થાઓ) એમ પોકારે છે તથા ભયપામેલા યાદવો પણ આંખોમાંથી આંસુઓ પાડે છે. હવે તે ચક્ર આવે છે ત્યારે કેશવ ઘણાં દિવ્ય શસ્ત્રોને ફેકે છે અને બળદેવ પણ મુશલ અને હળને છોડે છે.
(૩૫) પ્રત્યાલીઢ સ્થાન એટલે ડાબો પગ પાછળ હટાવીને, જમણો પગ આગળ રાખીને ઊભા રહેનાર ધનુર્ધરની સ્થિતિ વિશેષ અર્થાત્ ધનુર્ધરીની યુદ્ધ કરવાની યુક્તિ વિશેષ
(૩૬) વૈશાખ સ્થાન એટલે ધનુર્ધારીઓનું લડવાનું એક આસન વિશેષ
133