________________
(૨૮૮૦) અર્જુન સર્વસ્ત્ર શસ્ત્રને છોડે છે, યુધિષ્ઠિર શક્તિને છોડે છે, ભીમ મહાગદાને અને સેનાની પરિઘને છોડે છે. નકુલ ભાલાથી હણે છે, સહદેવ ખગથી હણે છે. સમુદ્રવિજય રાજા પણ બાણોથી નિવારણ કરે છે. બાકીના રાજાઓ આવતા મહાચકને શક્તિ-બાણ-ઝસરમુગર-પરશુ-ઉપલ-(પથ્થર) બછ-ભાલાદિથી હણે છે પરંતુ તે શસ્ત્રો દેવ સમૂહથી અધિષ્ઠિત સ્વરૂપવાળા ચકપર અસરકારક થતા નથી તેથી હાહારવથી વાચાળ સિદ્ધ-ગંધર્વ અને દેવો થયે છતે, યાદવો ભય પામે છતે અને કંઇક માગધરાજાઓ હર્ષિત થયે છતે શું થશે તે પ્રમાણે પ્રેક્ષક એવો સર્વ જીવલોક વિમૂઢ થયે છતે ચકવેગથી આવીને કૃષ્ણના વિશાળ વક્ષસ્થળ પર તુંબથી અથડાઈને પડે છે પરંતુ ધારાના ભાગથી લાગતું નથી. (૨૮૮૬) પછી ચકના પ્રહારને સહન કરીને કમળને જેમ લીલાથી ગ્રહણ કરે તેમ તુષ્ટ મનવાળા કૃષ્ણ રથમાં પડેલા તે ચકને ગ્રહણ કર્યું. પછી હાથમાં ગ્રહણ કરાયું છે ચક જેના વડે એવા કૃષ્ણની કોઈક તેજલક્ષ્મી ઉલ્લસે છે અને પ્રભાવ પણ વિસ્ફરે છે જેથી દેવો પણ વિસ્મય પામ્યા પછી બીજા સર્વે પણ સ્વસ્થ થયા અને જાદવો પરિતુષ્ટ થયા. દેવ-સિદ્ધયક્ષ-નારદઋષિ વગેરે પણ કૃષ્ણની ઉપર કુસુમવૃષ્ટિને મુકે છે, અરે મહાભાગો ! આ નવમો વાસુદેવ એ પ્રમાણે બોલતા પરિતુષ્ટ થયા. બીજા કોને આવી શક્તિ હોય? અથવા બીજા કોને આવી પુણ્યાઇ હોય? અને કેવળીભગવંતો વડે પૂર્વે ઘણીવાર આ કહેવાયું છે એમ કહીને તુષ્ટ થયેલી દુંદુભિના અવાજથી આકાશને પૂરે છે. અને ફરી ફરી ગંધોદક અને પુષ્પોની વૃષ્ટિ કરે છે. એટલામાં હાથમાં રહેલા દુસહ ચકવાળો, ચાલી ગયો છે ગર્વ જેને, ઉત્પન્ન થયું છે કારુણ્ય જેને એવો કૃષ્ણ મગધપતિને ઉદ્દેશીને કહે છે કે અરે મહાયશ! આવી પરિસ્થિતિ વીતી ગયા પછી પણ જે તું બોધ પામે છે તો મારી આજ્ઞા સ્વીકારીને પોતાના દેશમાં જઈને રાજ્યને તથા આયુષ્યને ભોગવ પણ અકાળે મર નહીં. જીવતો નર કલ્યાણને જુએ છે. મરી ગયા પછી શું? (૨૮૯૫) અખિન્ન એવા તારા વડે અશક્ય અને ઉત્કૃષ્ટકોટિનો પુરુષાર્થ કરાયો છે જે ઉત્તમ ક્ષત્રિયોના મનને પણ આશ્ચર્ય કરે છે. પરંતુ ચક્રવર્તી અને ઇન્દ્રોવડે પણ આ કર્મપરિણામ અન્યથા કરવા શક્ય નથી તો પછી તારો અહીંયા શું દોષ છે? કેવલીઓ વડે હું નવમો વાસુદેવ કહેવાયો છું. તેઓની વાણી અન્યથા થતી નથી તેથી તું વિષાદને છોડ. પછી મગધપતિ હસીને કહે છે કે અહો! જુઓ તો ખરા, નંદ ગોકુલિકનો પુત્ર ગોવાળીયો એવો આ કેટલા ગર્વને પામ્યો છે? પોતાનો મનકલ્પિત ગર્વ કોનાવડે નિવારણ કરાય? કારણ કે જુઓ લાવકપક્ષી પૃથ્વી ભાગી જવાની શંકાથી પગને ઊંચો કરીને રાખે છે. ગાયોના પૂંછડા મરડીને અને ધણને ચારીને જુઓ હવે આ પણ પોતાને નવમો વાસુદેવ માને છે આ પ્રમાણે બીજાને ઉદ્દેશીને કહીને પછી સાક્ષાત્ હરિને કહે છે કે રે ગોવાળીયા! રે ડિંભ! તને આટલો ગર્વ કોનાથી થયો છે? લોખંડનો ટૂકડો જે તને પ્રાપ્ત થયો છે તેને અફળાવીને તું નવમો વાસુદેવ થયો છે એમ તું અમને શીખવે છે તો એનાથી શું? હલકા જીવોને આ યુક્ત છે જેમકે શિયાળ નાયડ (માંસ)ના ટૂકડાને, ઊંદર ચોખાના દાણાને અને કૂતરો હાડકાને મેળવીને શરીરમાં હર્ષથી માતા નથી અને ઈન્દ્રને પણ તિરસ્કારથી જુએ છે અને આ મારો માંસનો ટૂકડો, (ચોખાનો દાણો, હાડકું) લઈ લેશે તો? એવી શંકા કરે છે તેથી મને કહ્યું નહીં એમ કહીશ નહીં. આ હું રથ અને ચકસહિત તને ચૂરીને તારા સંપૂર્ણ ગર્વને દૂર કરું છું અને વાસુદેવ
_134