________________
નામને પણ હું હણું છું. (૩૦૦૬) (અહીં પ્રતમાં શ્લોકોના નંબર આપવામાં ભૂલ થઈ છે જેમાં ૧૦૦ શ્લોક નંબરમાં લખવામાં ભુલાયા છે.) ' આ સાંભળીને કૃષ્ણ પણ વિચાર્યું કે આ યમરાજથી કંસાયેલો છે. હવે ચિકિત્સા કરી શકાય તેવો નથી. તેથી બોલવાથી સર્યું. અથવા આના વધ માટે મારા હાથમાં આ ચક્ર આવ્યું છે કેમકે ભાગ્ય પરોગમુખ થયે છત આપત્તિઓ કેમ ન આવે? તેથી નિશ્ચયથી આ મરણને પ્રાપ્ત થયો છે એમ કેવલીઓ વડે લેવાયો છે તેથી ક્યો ઈન્દ્રપણ આનું રક્ષણ કરવા શક્તિમાન છે? એ પ્રમાણે વિચારીને કૃષ્ણ ભયને પમાડનારું અતિ તેજસ્વી ચક છોડ્યું. તે ચક્રથી મણિ-મુકુટ અને કુંડલની શોભાવાળું તેનું મસ્તક છેદાયું. પછી માગધના મસ્તક રૂપી ફળને કાપીને હજારો દેવોથી યુક્ત ચક પાછું કૃષ્ણના હાથમાં આવ્યું. તીર્થંકરો વડે આગમમાં કહેવાયું છે કે -
(૧) અન્યગ્રીવ (૨) તારક (૩) મેરક (૪) મધુકૈટભ (૫) નિશુંભ (૬) બલિ (૭) પ્રહલાદ (૮) રાવણ અને (૯) જરાસંધ.
આ ખરેખર કીર્તિ પ્રધાન વાસુદેવ-પુરુષોના પ્રતિશત્રુઓ છે. સર્વે પણ ચક્રથી યુદ્ધ કરનારા છે અને સર્વે પણ પોતાના ચક્રોથી હણાયા છે. પછી દેવો, ખેચરો, સિદ્ધપુરુષો, યક્ષો, નારદ વગેરે કુસુમની વૃષ્ટિ કરે છે અને સુગંધી જળની વૃષ્ટિ કરે છે, દુંદુભિ વાગે છે અને તુટ થયેલા કહે છે કે આ નવમો વાસુદેવ જય પામે છે જે વાસુદેવના સમૂહમાં છેલ્લો છે. પછી મગધરાજનું મણ જાણીને કારુણ્યનિધિ શ્રી નેમિનાથ બધા રાજાઓને અટકાવમાંથી છોડે છે. પછી તેઓ પ્રણય સહિત નેમિને પ્રણામ કરીને કહે છે કે હે જગતનાથ! જેનાપર તારી સાનુરાગ દષ્ટિ છે તે પણ વિજયને મેળવે છે. તે સ્વામિ! તું જેના પણ પક્ષમાં સર્વ સ્વરૂપે છે તે ત્રિભુવનનો સ્વામી થાય છે તો પછી શત્રુના જયમાં તેની શી ગણના? જેવી રીતે કૃપા કરીને તારા વડે કૃષ્ણ કૃતાર્થ કરાયો તેવી રીતે હે નાથ! કૃષ્ણથી અમારી પણ રક્ષા કરીને અમને સુખી કર. (૩૦૧૯) ત્રણ ભુવનનો પણ તું નિષ્કારણ બંધુ છે અને જીવોને વિશે વાત્સલ્યવાળો છે. તેથી સ્વામીથી રહિત એવા અમારું તું જ શરણું છે. શ્રી નેમિજિનેશ્વરવડે સર્વે પણ રાજાઓ - બોલાવાયા (આશ્વાસિત કરાયા) અને અભયને આપીને તેઓની સાથે કૃષ્ણની પાસે આવ્યા. શ્રી નેમિજિનને આવતા જોઈને હર્ષિત ક્ષણ રથમાંથી ઉતરીને મોટા સ્નેહથી ભેટે છે. કૃષ્ણની સાથે ઉચિત આલાપ કરીને જિનેશ્વરવડે તે બધા રાજાઓની પીઠ પર કૃષ્ણ પાસે હાથ મુકાવ્યો. સમુદ્રવિજયના કહેવાથી મગધરાજાનો સહદેવ નામનો પુત્ર રાજગૃહમાં પિતાના પદે સ્થાપન . કરાયો અને મગધ દેશનો ચોથો ભાગ તેને અપાયો પછી તેઓને વિસર્જન કરીને કૃષ્ણ યાદવોની સાથે પોતાની છાવણીમાં આવ્યો. (૩૦૨૫) હવે માતલિ પણ શ્રી નેમિનિને નમીને સ્વર્ગમાં ઈન્દ્રની પાસે ગયો અને સમગ્ર નેમિ ચરિત્રોને કહે છે. પછી કરાઈ છે વ્રણની ચિકિત્સા એવા તે યાદવો સ્વસ્થ દેહવાળા થયા. પછી બીજે દિવસે રાજસભામાં બેઠેલા કૃષ્ણને મધ્યમવયવાળી ખેચરીઓએ કહ્યું કે વૈતાઢ્ય પર્વત પર ગયેલા વસુદેવ વડે પ્રતિપક્ષ એવા સર્વ ખેચરો જીતાયા
છે. કેવી રીતે જીતાયા એ પ્રમાણે કૃષ્ણવડે પુછાયે છતે તેઓ કહે છે કે અહીંથી શૌરી પોતાના - પક્ષવાળા ખેચરોની સાથે ત્યાં ગયો અને ત્યાં પહોંચેલા વસુદેવને કેટલાક ખેચરો મળ્યા અને પ્રતિપક્ષ બળ પણ ઘણું મળ્યું અને ઘણાં દિવસો સુધી યુદ્ધ ચાલ્યું. પછી બીજે દિવસે અમારું
135