________________
સૈન્ય ક્ષીણ પ્રાયઃ થયે છતે અને શત્રુસૈન્યનો ઉત્કર્ષ વધે છતે, નારદ - દેવ - સિદ્ધ અને યક્ષો વડે ઉદ્ઘોષણા કરાઇ. જેમકે આ ભરત ક્ષેત્રમાં નવમો વાસુદેવ ઉત્પન્ન થયો છે અને જરાસંધ હણાયો છે એમ સાંભળીને સર્વ પ્રતિપક્ષ ખેચર રાજાઓ ભય પામ્યા. વસુદેવને જ શરણ સ્વીકારીને કિંકરપણાને પ્રાપ્ત થયા. શૌરીને તથા શાંબ અને પ્રદ્યુમ્નને પોતાના સ્થાનમાં લઇ જઇને, મણિ, મૌક્તિક, વજ્ર અને આભરણથી પૂજે છે અને ઘણી રૂપવતી કન્યાઓ તેઓને આપે છે તેથી સર્વપણ ખેચર વર્ગ હમણાં સેવક થયો છે અને વસુદેવની સાથે અહીં તમારી પાસે આવે છે. અમે આગળથી મોકલાયા છીએ. આ પ્રમાણે તેઓ જેટલામાં કહે છે તેટલામાં ખેચર સૈન્યની સાથે વસુદેવ યાદવોને મળ્યો. પછી ખેચરોવડે કૃષ્ણને સુવર્ણ - મણિ - મૌતિકાદિ ઉત્તમ વસ્તુઓ અપાઇ. કૃષ્ણવડે પણ આ બધા સન્માનિત કરાયા. પછી સહદેવ વગેરે સર્વ રાજાઓ વડે પોતાના પિતા ભાઈ આદિ વર્ગનું, શરીર સત્કાર છે મુખ્ય જેમાં એવું મૃત્યુ કાર્ય કરાયું. નાથ વગરના રાજાઓના મૃતકોને કૃષ્ણના આદેશથી અનાવૃષ્ટિ ક્ષણથી અન્યસ્રથી બાળે છે. દીનપણાને પામેલી અને અનાથ થયેલી જીવયશા પણ કુલનો ક્ષય કરનારા સર્વ પતિ ભાઇ આદિના મૃત્યકાર્ય કરીને અગ્નિમાં પ્રવેશે છે. પ્રતિદિન હાથી, અશ્વ, રાજા - કોશ આદિથી પૂરાતો કૃષ્ણ પણ નૂતન પુણ્યોદયથી વૃદ્ધિ પામે છે. (૩૦૪૧)
હવે તે જ પ્રદેશમાં ભેગાં થઇને સર્વ યાદવો વડે જિનેશ્વરની આગળ પરમાનંદ લૂંટાયો. (અર્થાત્ ઘણો આનંદ માણ્યો) પરમ રમ્ય જિનભવનથી યુક્ત આનંદપુર નગર ત્યાં યાદવો વડે વસાવાયું અને તીર્થરૂપે પ્રસિદ્ધ થયું. પછી પરીવાર સહિત કૃષ્ણ ભરતાર્થને સાધવા પ્રયાણ કરે છે અને જતા યોગ્યતા મુજબ રાજાઓની તે તે દેશમાં સ્થાપના કરે છે. પછી ક્રમથી પોતાના ભુજાબળથી સર્વ ભરતાર્થ સાધી લીધું. ત્યારે સોળ હજાર રાજાઓની સાથે અને ખેચર રાજાઓથી નમાયેલા કૃષ્ણ કોટિશિલા પાસે આવ્યો. તે કોટિશિલા લંબાઇ, પહોળાઇ અને ઊંચાઇથી એક યોજન પ્રમાણ છે. વાદળ જેવી કાળી વિપુલશિલા અર્ધભરતના દેવોના સમૂહથી યુક્ત છે જ્યાં ભરતાર્થ સાધી લીધા પછી વાસુદેવના બળની પરીક્ષા કરાય છે. પ્રથમ વાસુદેવે કોટિ શિલાને ડાબા હાથ ઊંચો થાય ત્યાં સુધી ઊંચકી હતી. બીજાએ મસ્તક સુધી, ત્રીજાએ કંઠ સુધી, ચોથાએ છાતી સુધી, પાંચમાએ હ્રદય સુધી, છઠ્ઠાએ કટિતળના પ્રદેશ સુધી, સાતમાએ સાથળ સુધી, આઠમાએ જાનુ સુધી અને આ નવમા વાસુદેવે ચાર આંગળ ઊંચી ઉપાડી. અવસર્પિણીકાળમાં પ્રાયઃ બળ ક્રમથી હીન થાય છે. પછી દેવોએ, વિદ્યાધર, સિદ્ધ - યક્ષોના સમૂહે આકાશમાં જય શબ્દની ઘોષણા કરી અને કુસુમવૃષ્ટિ કરી. (૩૦૫૧) આ પ્રમાણે પૂર્વે ઉપાર્જન કરેલા પુણ્યોથી છ માસ માત્ર કાળથી અર્ધભરતને સાધીને કૃષ્ણ દ્વારિકા નગરીમાં આવ્યો અને ત્યાં ઘણાં કૌતુકોથી કરાતો છે મંગળનો સમૂહ જેનો, હાથીના સ્કંધ પર રહેલો, ખેચર અને મનુષ્યોના સ્વામીઓથી યુક્ત, શકેન્દ્રની જેમ કૃષ્ણ દ્વારિકામાં પ્રવેશે છે. અને પછી યાદવ રાજાઓ પોતપોતાના સ્થાને બેસે છે અને બાકીના રાજાઓ તથા ખેચરો કૃષ્ણે બતાવેલા સ્થાન પર બેસે છે. પછી પ્રશસ્ત દિવસે શ્રેષ્ઠ રત્નોથી નિર્મિત વિશાળ સિંહાસનો ઉપર કૃષ્ણ તથા બળદેવને બેસાડીને પાસે રહેલા સર્વ દેવો તથા યાદવવંશથી યુક્ત.સમુદ્રવિજય રાજા તેના રાજ્ય અભિષેકને કરે છે. (૩૦૫૬) નજીકમાં છે માંગલિક સામગ્રી જેઓને, ધન -
136