________________
સુવર્ણ - હાથી - ઘોડા - વસ્ત્ર - રત્નોના સમૂહવાળા સોળ હજાર રાજઓ તથા નગરવાસીઓ અને દેશવાસીઓ તથા ગંગા - માગધાદિ તીર્થોના પાણી લાવીને દેવો વિશાળ - મણિ - સુર્વણના શ્રેષ્ઠ કળશોથી અભિષેક કરે છે. સિદ્ધ થયા છે ઈચ્છિત કાર્યો જેના તથા તુષ્ટ થયેલા એવા સમુદ્રવિજયાદિ યાદવ રાજાઓ વિવિધ મંગલોને કરાવે છે. સોળ હજાર રાજાઓ કમથી રત્નો આદિથી પૂજે છે અને શ્રેષ્ઠ રૂપ અને લક્ષણવાળી બે બે કન્યાઓ આપે છે તેમાંથી કૃષ્ણ સોળ હજાર કન્યાને પરણે છે અને આઠ હજાર બળદેવને આપે છે અને પરિતુટ થયેલો, કરાયેલ છે ઘણાં વિસ્તારથી વિવાહ મહોત્સવ જેનો એવો કૃષ્ણ બાકીની આઠ હજાર કન્યાઓને શ્રેષ્ઠ યાદવ કુમારોની સાથે પરણાવે છે. આ પ્રમાણે રાજ્યાભિષેક વર્તે છતે વિદ્યાધરો પણ કૃષ્ણને રત્નો આદિથી પૂરે છે. (૩૦૬૩) સન્માન કરીને કૃષ્ણ પણ પછી સર્વ ખેચરોને વિસર્જન કરે છે, વિવિધ સર્વ મંડલિક રાજાઓ વિસર્જન કરાયા. નગરવાસીઓએ નગરીમાં વર્યાપનકો તે પ્રમાણે પ્રવર્તાવ્યા કે તેથી સમગ્ર યાદવ વર્ગ અને દેવો પણ વિસ્મિત થયા. પછી ખુશ થયેલા નગરવાસીઓ પોતાના ઘરોમાં આનંદનો મહોત્સવ કરાવે છે. અથવા મોટો પ્રતિપક્ષ હણાયે છતે અને ભરતાર્ધ સિદ્ધ થયે છતે યાદવોને જે પ્રમોદ થયો, દેવો વડે જે નગરી નિર્માણ કરાઇ, શ્રેષ્ઠ રત્નોથી જે રમ ઘરો નિર્માણ કરાયા, મણિ - રત્ન - સુવર્ણની વૃષ્ટિથી દેવો વડે જે દ્ધિ અપાઈ, જે આઠ હજાર યક્ષો તેઓની નિત્ય સાનિધ્યમાં છે તેઓને જે અભિનવ યૌવન છે, અભિનવ પ્રિયાઓની સાથે જે પ્રેમ છે, અભિનવ પુણ્યોદયથી ઉત્પન્ન થયેલી સામગ્રીથી વિવિધ પ્રકારના કૌતુકોથી આશ્ચર્યકારક ઉત્સવને કરાવે છે વગેરે વગેરે. આ બધાનું વર્ણન બૃહસ્પતિ સમાન બુદ્ધિવાળો સો વરસ સુધી પણ શું કરી શકે? પછી સિદ્ધ થયા છે વંછિત અર્થો જેને, પ્રમુદિત મનવાળા યાદવો શ્રેષ્ઠ શૃંગારને કરેલી પ્રિયાઓની સાથે પ્રતિદિન કીડા કરે છે. સર્વ તુના ફુલો અને ફળોથી સમૃદ્ધ બગીચા અને ઉદ્યાનોમાં તથા વિચિત્ર વનરાજીથી રમ્ય જંગલોમાં વિચરે છે. કીડાનદીઓમાં, સરોવરોમાં, પુષ્કરણિઓમાં, વાવડીઓમાં અને કનક, રત્ન, રજત, માટી તથા મોતીઓના કીડાપર્વતોમાં અર્થથી સ્વસ્થ થયું છે મન જેઓનું એવા યાદવો ઇચ્છામુજબ વિચરે છે. પડે છે, સીંચે છે અને નવો દેવ જેમ સ્વર્ગમાં ગયેલા કાળને જાણતો નથી તેમ આ પણ ગયેલા કાળને જાણતો નથી. એ પ્રમાણે પરણતા અને કીડા કરતા બીજા કુમારોને જોઈને સમુદ્રવિજય અને શ્રી શિવાદેવી નેમિજિનને કહે છે કે હે વત્સ! કોઈ પણ અનુરૂપ કન્યાને પરણીને પોતાના સૌભાગ્યથી પરાભવ કરાયો છે સૈલોક્ય જેના વડે એવા રૂપને સફળ કર. (૩૦૭૬) અનુરૂપ ઘણી કન્યાઓને હું પરણીશ પરંતુ તે માતા ! હમણાં એક પણ અવસર પ્રાપ્ત થયો હોય એમ હું જોતો નથી. તે માતા ! તમે જુઓ બીજાઓથી જે આ સ્ત્રી પરણાય છે તે દુઃખના ફળવાળી છે. વિરતિ - નિસ્પૃહતા - ક્ષમા આદિ જે આંતરિક સ્ત્રીઓ છે તેનાથી આ બાહ્ય છે અને અસાર છે,મૂર્ખાઓથી સેવાયેલી છે. તુચ્છ છે, દુર્ગતિમાં લઈ જનારી નીકો છે, અનંત ભવ ભ્રમણને ઉત્પન્ન કરનારી છે. તેથી અશુભ સ્વરૂપવાળી આ સ્ત્રીઓની સાથે બોલવાથી પણ શું? તથા મુગ્ધ જીવો પણ લોકમાં જે કહે છે તે સત્ય છે. જેમકે - ' સામાન્ય સ્ત્રી ગમતી નથી અને સુંદર સ્ત્રીની પ્રાપ્તિ થતી નથી. વિરતિથી રહિત જીવો એમને એમ દિવસો પસાર કરે છે. આ પ્રમાણે પરિભાવિત કરાયું છે સંપૂર્ણ સંસારનું સ્વરૂપ
137