________________
જેનાવડે એવા નેમિકુમાર માતા પિતાના વચનોને વિનયપૂર્વક ગંભીર વચનોથી નિવારણ કરે છે. (૩૦૮૨)
અને આ બાજુ અપરાજિત શ્રેષ્ઠ વિમાનમાંથી આવીને, યશોમતીનો જીવ ઉગ્રસેન રાજનાં ઘરે ધારિણી દેવીની કુક્ષિમાં શ્રેષ્ઠ રૂપ અને વંશથી અદ્દભૂત સર્વના હૈયાને હર્ષ કરનારી, ગુણના સમૂહના ઉત્કર્ષને પ્રાપ્ત થયેલી પુત્રી રૂપે ઉત્પન્ન થઈ. પછી પુત્રોથી પણ અધિક તે બાળા પાંચ ધાત્રીઓથી યુક્ત તેઓના ઘરે મોટી થાય છે અને માતાપિતા વડે તેનું નામ રાજીમતી કરાયું. (૩૦૮૫)
અને આ બાજુ ધાતકી ખંડના ભરતક્ષેત્રમાં અપરકંકા નગરીમાં સ્ત્રીમાં લોલુપી એવો પદ્મનાભ નામનો રાજા હતો. નારદ પાસેથી દ્રૌપદીના રૂપને સાંભળીને મૂઢ એવા તેણે દેવ મારફત પાંડવોની પત્ની દ્રૌપદીને હરણ કરાવી. સુસ્થિત નામના લવણાધિપ દેવની આરાધના કરીને તેના સાનિધ્યથી કુણ પાંચ પાંડવો અને છઠ્ઠા રથની સાથે અર્ધા ક્ષણથી લવણ સમુદ્ર ઓળંગીને ત્યાં ગયો અને તેને જીતીને શીલધર્મમાં દઢ, અક્ષય શીલવાળી દ્રૌપદીને લાવે છે.
(૩૦૮૯)
હવે બીજે દિવસે કુમારના વૃંદથી યુક્ત, કીડા કરતો, લોકને હર્ષ પમાડતો નેમિ કૃષ્ણની આયુધ શાળામાં આવ્યો અને ત્યાં ચક, શંખ, અતિભીષણ ગદા, ધનુષ્ય અને બીજા ઘણાં સ્કુરાયમાન થતા શસ્ત્રોને જુએ છે. પછી ત્યાં મચકુંદ જેવા સફેદ પાંચ મુખવાળો પુનમના ચંદ્રની જેમ પોતાના કિરણના સમૂહથી ધવલિત કરાયો છે દિશાઓનો અંત જેના વડે એવા પંચજન્ય શંખને જુએ છે. પછી પ્રભુ વિશેષ કૌતુકથી જેટલામાં પોતાના હાથોથી તેને ગ્રહણ કરવા ઈચ્છે છે તેટલામાં આયુધશાળાના નિયુક્ત પુરુષે તેને કહ્યું કે હે સ્વામિન! તમે અતુલબળી છો એ વાત સાચી, ત્રણ ભુવનમાં તમારે કોઈ અસાધ્ય નથી એ વાત સાચી તો પણ તમે બાળક છો અને તમારું શરીર પીઢ નથી તેથી મહાબાહુ એવા કૃષ્ણવાસુદેવને છોડીને અન્ય બીજો કોઈ આ શંખને હાથથી ગ્રહણ કરવા શક્તિમાન નથી તો પછી પૂરવાની વાત તો દૂર જ રહો. પછી કંઇક હસીને એક હાથથી જિનેશ્વરે તે શંખને ઉપાડીને લીલાથી બે હાથથી મુખપાસે રાખે છે. પછી મરકતમણિ જેવા શ્યામ કાંતિવાળા જિનેશ્વરના મુખપર ચંદ્રની પ્રભાવાળો લાગેલો શંખ પાણીવાળા વાદળાંના સમૂહમાં બગલાનો સમૂહ જેમ શોભે તેમ શોભે છે. પછી ફંકીને તે શંખ જિનેશ્વરવડે પૂરાયો ત્યારે કોઈ એવો અવાજ ઉત્પન્ન થયો કે જેથી ગિરિફુલ સહિત, સમુદ્રસહિત,ગ્રામ અને નગરો સહિત,ભવન અને વનખંડો સહિત પૃથ્વીનું વલય એવી રીતે કંપ્યું કે જેથી પર્વતોના શિખરો પડે છે. લવણ સમુદ્ર તે રીતે ક્ષોભ પામો કે જેથી ઘણાં ઉછળતા મોજાઓ જાણે ભુવનને ડૂબાવતા ન હોય અને સંપૂર્ણ નભાંગણને જાણે ગ્રસ્તુ ન હોય! (૩૧૦૦) નદીઓ ઊલટી વહે છે અથવા આકાશ પાતાળમાં પ્રવેશે છે કે પાતાળ આકાશમાં પ્રવેશે છે અને યુગનું પરિવર્તન વર્તે છે. ભવન અને ઉદ્યાનથી યુક્ત, કિલ્લા-મહેલ-તોરણથી યુકત એવી તે દેવનિર્મિત નગરી સેંકડો ખંડોથી તૂટી નહીં તો પણ મહાભવનની અંદર ઉત્પન્ન થયેલ તે શંખના શબ્દથી, વસંતઋતુથી ઉન્મત્ત થયેલી કામિનીની જેમ સર્વસ્થાનથી ચલાયમાન થઈ. સ્વચ્છંદી ઘોડાઓ ભમે છે. હાથીઓની સાંકળો તૂટી. યાદવ વર્ગ ભય પામો. લોક
138