________________
મૂચ્છથી વ્યાકુળ થયો. પૃથ્વીની પીઠ ફુટે છે. આયુધશાળાના રક્ષક પુરુષો તથા ક્ષોભ પામેલા બીજા લોકો દુઃખપૂર્વક પ્રાણને ધારણ કરે છે. કૃષ્ણ પણ એકાએક ભય પામો, બળદેવ મદ (ચેતના)-વિનાનો થયો.ત્રાસ પામેલા બાકીના સુભટો કૃષ્ણના શરણે ગયા.(૩૧૦૬)
પછી કૃષ્ણ વિચારે છે કે ખરેખર અહીં કોઈ ચક્રવર્તી ઉત્પન્ન થયો છે, આની શંખ પૂરવાની શક્તિ મારા કરતાં અધિક છે. જે હું શંખ પૂરું છું તો સામાન્ય લોકને સંક્ષોભ થાય છે પણ આ તો એથી પણ વધી ગયો કારણ કે આણે તો રામાદિને પણ સંક્ષોભ કર્યો. આ પ્રમાણે ક્ષોભ પામેલો હરિ જેટલામાં ઘણાં વિકલ્પો કરે છે તેટલામાં આ શંખને નેમિનાથે પૂર્યો છે એમ કોઈકે જઈને કહ્યું. તેથી અધિક ભય પામેલો કૃષ્ણ વિચારે છે કે સૌભાગ્ય-રૂપ-લક્ષણ અને બળથી નેમિ ઘણો અધિક છે. પોતાની દાસી પર જેમ આક્રમણ કરે તેમ ત્યારે ધીર એકલા વડે તે મગધેશ્વરના સૈન્યપર આક્રમણ કરીને લશ્કર સહિત હું રક્ષણ કરાયો હતો એવા તેના બળનું શું વર્ણન કરું? તેથી જરૂર તે ચક્રવર્તી હશે. ખરેખર આવી શક્તિઓ બીજાને હોતી નથી ઇત્યાદિ જેટલામાં કૃષ્ણ વિચારે છે તેટલામાં ત્યાં નેમિને આવતો જુએ છે પછી ભાવ (ઇંગિત)ને છૂપાવીને અતિમોટા સંભ્રમથી આસન આદિના દાનથી સન્માન કરે છે અને કહે છે કે હે બાંધવ! આ શંખ તારાવડે પૂરાયો છે? જેના શબ્દથી આ પૃથ્વી તલ હજુ પણ સ્થિરપણાને પ્રાપ્ત કરતું નથી. નેમિ કહે છે કે હા, એ શંખ મારા વડે પૂરાયો છે તેથી તુષ્ટ થયેલો કૃષ્ણ તેનું સન્માન કરે છે. (૩૧૧૫)
પછી સભામાંથી ઊઠીને રામને એકાંતમાં કહે છે કે આ બળવાન નેમિકુમાર આપણી રાજ્યલક્ષ્મીનું હરણ કરશે. તેથી કંઈક હસીને બળદેવ કહે છે કે હે કૃષ્ણ! આ તારો કુવિકલ્પ છે કારણ કે વિષયાભિલાષની એકમાત્રા પણ આને નથી, જે સ્ત્રીવર્ગના પરિગ્રહમાત્રને પણ આ મહાપાપ માને છે. હે કૃષ્ણ! પ્રસિદ્ધ છે ઘણું પાપ જેનું એવા તારા રાજ્યની વાંછા પણ કેવી રીતે કરે ? જે અનંતસુખદાયક મોક્ષમાં બદ્ધ લક્ષ્યવાળો છે તેનું મન કેવી રીતે અનંતદુઃખવાળા નરકમાં જાય? નિશ્ચિત છે રાજયલક્ષ્મી જેઓને અને સ્વાધીને એવા ધીરપુરુષોને ક્યારેય પણ ચાંડાલના ઘરના અધિપતિત્વનો અભિલાષ થતો નથી. કપૂરના સાર અને કસ્તુરીથી મિશ્રિત ચંદનથી પ્રગુણી કરાયેલ પુરુષ પોતાને અશુચિરસથી વિલેપન કરવાનું કેવી રીતે ઇચ્છે? (૩૧૨૧) હાથમાં વરમાળા લઈને ત્રિભુવન લક્ષ્મી દરવાજા પર જેની પ્રતીક્ષા કરે છે તે કાણી સુંબીને, કુટ્ટણીને (૩૭) ને કે દુર્ગધાને કેવી રીતે ઇચ્છે? તેથી હે કેશવ! સામાન્ય જનની જેમ અધીરતા કરીને આ પ્રમાણે કુવિકલ્પોથી પોતાને ખેદમાં ન નાખ. પૂર્વે પણ નમિજિનેશ્વર અને મહાત્રષિઓવડે આ ભરતક્ષેત્રમાં બાવીસમો તીર્થંકર થશે એમ કહેવાયો છે. જેનો ગર્ભ ચૌદ મહાસ્વપ્નોથી સૂચિત છે, જે જન્મ વખતે છપ્પન-દિકકુમારીઓથી પૂજાયો છે તથા મેરુપર્વત પર ઇન્દ્રોવડે જેનો અભિષેક કરાયો છે એવા આને તારા રાજ્યમાં અભિલાષ નથી. સમયને જાણીને નિશ્ચયથી આ તીર્થને પ્રવર્તાવશે. એ પ્રમાણે કૃષ્ણને આશ્વાસન આપીને રામ સ્વસ્થાને ગયો. (૩૧૨૬)
(૩) કુટ્ટણી એટલે પરપુરુષને પરસ્ત્રી સાથે સમાગમ કરાવનારી સ્ત્રી
139