________________
હવે કેટલાક દિવસો પછી વિષયરૂપી આમિષથી ભોળવાયેલો કૃષ્ણ ફરી ફરી જિનેશ્વરના ચરિત્રોને યાદ કરતો અને જેતો વિચારે છે કે હું આની બળપરીક્ષા કરું. પછી જો નિશ્ચય થશે કે આ મારા કરતા બધી રીતે અધિક બળવાન છે તો જે ઉચિત હશે તેને કરીશ એમ વિચારીને એ પ્રમાણે નિશ્ચય કરીને નેમિજિનેશ્વર તેના વડે કહેવાયા કે હે બાંધવ! આપણે બંને પરસ્પર કીડાથી બળપરીક્ષા કરીએ. પછી જિનેશ્વરે જ્ઞાનથી કૃષ્ણના આશયને જાણ્યો તો પણ અવિપરીત ભાવવાળા જિનેશ્વર કહે છે કે અહીં શું દોષ છે? (૩૧૩૨)પછી નેમિને લઈને કૃષ્ણ વ્યાયામશાળા સન્મુખ ગયો. ત્યાં બંને પણ ઉચિત સિંહાસન પર બેઠા. પછી ઘણાં દેવ-દાનવના છંદો, સિદ્ધ પુરુષો તથા ગુહ્યકો (દેવોની એક જાતિ) શ્રેષ્ઠ ભટોના યુદ્ધ જેવાને કુતૂહલથી ત્યાં ભેગાં થયા. અપ્રકટ ભાવવાળા કૃષ્ણ એક ક્ષણ શસ્ત્રની વિચારણાદિથી વાત કરીને વિચારે છે કે જગતમાં આ વાત પણ પ્રસિદ્ધ છે કે જેને વિશે વાકપટુત્વ પ્રકૃષ્ટપણાને પ્રાપ્ત થયું છે તેને વિશે પ્રાયઃ બાકીના ગુણો પણ પ્રકર્ષને પ્રાપ્ત થયેલા હોય છે અને લોકમાં કહેવાયું છે કે સો પુરુષોમાં એક શૂરવીર થાય છે, હજારમાં કોઈક પંડિત હોય છે, લાખોમાં એક વકતા થાય છે, લોકમાં દાતા હોય કે ન પણ હોય. આ પ્રમાણે વિચારીને કૃષ્ણ નેમિને કહ્યું કે ક્યા પ્રકારના યુદ્ધથી આપણે લડીએ? નેમિ કહે છે કે જે પ્રકારના યુદ્ધની તારી ઇચ્છા હોય તે યુદ્ધથી લડીએ. કૃષ્ણ નેમિને કહે છે કે જરાસંધ સાથેના યુદ્ધમાં તારું સર્વ શસ્ત્રયુદ્ધ જોવાયું છે પણ પૂર્વે નહીં જોવાયેલ મલ્લયુદ્ધથી આપણે લડીએ.આ મલ્લયુદ્ધ સામાન્ય ગામડીયાને શોભે છે એ પ્રમાણે જાણતા હોવા છતાં પણ તેના અસદ્ આગ્રહના નાશ માટે એમ થાઓ એ પ્રમાણે ભગવાન કહે છે. ' પછી બંને સુભટો ઊભા થયા. ઈષ્યના વશથી કૃષ્ણ અને તેને (કૃષ્ણને) અનુકુળ વર્તનાર નેમિ પણ કૂદે છે, ભમે છે, ઉછળે છે, સિંહનાદ કરે છે, બાહુ સ્ફોટ કરે છે અને મદવાળા હાથીની જેમ ગાજે છે. તેઓના સિંહનાદાદિ શબ્દોથી પડતા ભવનના અગ્રભાગમાંથી નાશતા લોકથી અને ભાગતા હાથી-ઘોડાઓથી નગરીમાં અસમંજસ પ્રવૃત્ત થયું. દેવો અને યાદવ રાજાઓ વિસ્મિત થયા. (૩૧૪૨)
અને આ બાજુ જેટલામાં કૃષ્ણ મલ્લભાવથી વીંટે તેટલામાં સકલ લોક્ય બંધુ નેમિજિનેશ્વર વડે કહેવાયો કે હે કૃષ્ણ! બાલનને ઉચિત આવી ઘણી ચેષ્ટાથી શું? આ ડાબી ભુજના પ્રસારીને તને અર્પણ કરાઈ છે જો તું તેને તલના ફોતરાં જેટલી પણ વાળીશ તો હું તારાથી જીતાયો છું એમ જાણજે. તે સાંભળીને કૃષ્ણ લજ્જા પામે છે અને માન ક્યાંય ચાલ્યું ગયું કારણ કે જુઓ! આ ભુજાને પણ વાળવા હું અસમર્થ છું. પછી ઉત્પન્ન થયો છે મહાકોપ જેને એવો ઈર્ષ્યાલ કૃષ્ણ અવજ્ઞાથી પ્રથમ લીલામાત્રથી ભુવનનાથની ભુજાને વાળે છે. પછી ભુજને વાળવા અસમર્થ કૃષ્ણ ભુજામાં ગાઢ વળગ્યો અને પછી ગાઢતર વળગ્યો. હવે લાલ આંખવાળો કોધિત કૃષ્ણ જલદીથી ચઢીને બંને પણ હાથથી ભુજાને પકડીને જેટલામાં વાળે છે તેટલામાં જાણેલો છે ભાવાર્થ જેમણે એવા પ્રભુએ ભુજામાં લાગેલા કૃષ્ણને કુંથુઆની જેમ હિંચોળે છે. પોતાની અપેક્ષાએ જિનેશ્વરના અનંતગુણાબળને જાણીને વિલખા હૃદયવાળો કૃષ્ણ એની ભુજા અને આકાર (ભાવ) ને છુપાવીને કૃત્રિમ કરાયો છે હર્ષનો નિર્ભર જેનાવડે એવો અને નેમિના બળથી ખુશ થયેલ કૃષ્ણ નેમિને આદરપૂર્વક ભેટે છે અને કહે છે કે હું ધન્ય
140