________________
છું. ત્રણ ભુવનવડે નમાયેલા છે પગ જેના, પવિત્ર કરાયું છે સંપૂર્ણ પૃથ્વીવલય જેનાવડે એવો મહાબળવાન તું મારો ભાઇ છે અને કેટલાક વિસ્મિત થયેલા દ્રષ્ટા દેવો આ પ્રમાણે બોલે છે કે જુઓ બાળક એવા આ નેમિકુમારનું બળ અપ્રમેય છે કેમકે ડાબીભુજાના અગ્રભાગ પર લાગેલા વાંદરાની જેમ જેમના વડે કૃષ્ણ હિંચોળાયો. બીજાઓ વડે પણ કહેવાયું કે જે તીર્થંકરો ત્રણ ભુવનને પણ પોતાની આંગળીથી તોલે છે તો એકલો કૃષ્ણ તેઓની શી વિસાતમાં ગણાય? પરંતુ વિમૂઢ કૃષ્ણ તીર્થંકરની શક્તિને જાણતો નથી. જરાસંધ સાથેના યુદ્ધમાં પણ તેણે જિનેશ્વરના બળને ન જાણ્યું અને શંખ પૂરવામાં પણ તેના બળને ન જાણ્યું અથવા મેરુનો જે સાર છે તેને માથાથી હણીને ઘેટો પરીક્ષા કરે તો તે ઘેટાને પોતાનું માથું ભાંગવા સિવાય અન્ય કોઇ ફળ મળે? કૃષ્ણને પણ આજે તેવું જ થયું છે આ પ્રમાણે પ્રેક્ષક લોકની સંકથાઓને સાંભળતો કૃષ્ણ જિનેશ્વરને વિસર્જન કરે છે અને પોતે પણ સ્વસ્થાનમાં જાય છે. પછી ખેદને વહન કરતો રામને બોલાવીને એકાંતમાં કહે છે કે હે બાંધવ! આ આપણી રાજ્યલક્ષ્મી નાશી ગઇ. રામ પૂછે છે કે કેવી રીતે? પછી કૃષ્ણ સર્વપ્રકારોથી નેમિના બળની પરીક્ષામાં જે થયું તે સર્વવૃત્તાંત કહે છે. (૩૧૫૯) તેથી જણાય છે કે બળવાન નેમિકુમાર આ રાજ્યને લઇ લેશે. કોણ ભુખ્યો સમર્થ એવો હોય કે જે હાથમાં રહેલા સરસ ફળને ન ખાય? પછી હસીને રામ પૂર્વે જે કહેતા હતા તે જ વચનોથી પ્રતિબોધ કરે છે. પછી કૃષ્ણ કહે છે કે હે બાંધવ! હું પણ જાણું છું કે આતીર્થંકર જ થશે એમાં મારે વિરોધ નથી. અહીં રાજ્યથી વિરોધ છે કેમકે પૂર્વે ૠષભાદિ તીર્થંકરો વડે રાજ્યો નથી ભોગવાયા તેમ નથી. પછી બળદેવ અહીં પણ યુક્તિથી રામજાવે છે તો પણ કૃષ્ણ કહે છે કે તું સરળ સ્વભાવી છે જેથી કંઇપણ જાણતો નથી. પછી બલદેવે જાણ્યું કે વિષય રૂપી વિષથી પરાધીન થયેલું એવું આનું ચિત્ત કેવું વર્તે છે? તેથી અહીં ઉપદેશની અસર થતી નથી. પછી રામ સ્વસ્થાને ગયો અને આર્ત્તધ્યાનને પામેલો કૃષ્ણ પણ આવી ચિંતાને કારણે રતિને નહીં મેળવતો દિવસો પસાર કરે છે. પછી કૃષ્ણને તેવા પ્રકારનો વ્યાકુળ થયેલો જોઇને કુળદેવતાએ કહ્યું કે તું ફોગટ શોક ન કર કેમકે નિસ્પૃહ નેમિજિનેશ્વર તૃણ અને મણિના ઢગલા વિશે સમચિત્તવાળા ભોગોને ભોગવ્યા વિના, રાજ્યને સ્વીકાર્યા વિના, પ્રથમ દીક્ષાને લેનારા તીર્થંકર છે તેથી હે કૃષ્ણ! રાજ્યાપહરણની શંકા તારે સ્વપ્નમાં પણ ન કરવી એમ નિમજિને તથા મહાઋષિઓએ કહ્યું છે. એ પ્રમાણે કુળદેવતાના વચનો સાંભળીને કૃષ્ણ ખુશ થયો. ઊતરી ગઇ છે સર્વ શંકા જેની એવો કૃષ્ણ સ્વસ્થ મનવાળો થઇ રાજ્યને ભોગવે છે. પછી માગધ સાથેના યુદ્ધમાં જિનના ઉપકારોને અને પોતાના દુષ્ટચિંતિતોને યાદ કરીને કૃષ્ણ પશ્ચાત્તાપને પામ્યો. મનમાં પોતાની નિંદા કરતો, અંતઃપુરમાં બેઠેલો ઘણા બહુમાનપૂર્વક નેમિજિનને બોલાવે છે. આ સર્વને જાણતો હોવા છતાં આ બધો કર્મનો વિલાસ છે એમ ભાવતો અવિકારી, મધ્યસ્થ નેમિ પણ ત્યાં આવ્યો. સિંહાસન પરથી ઊઠીને અતિપરમ પ્રીતિથી યુક્ત કૃષ્ણ આનંદિત કરાયું છે ભુવનતળ જેના વડે એવા જિનવરને ભેટે છે અને આ દિયર છે એટલે પ્રહાસથી સહિત અંતઃપુરની સ્ત્રીઓવડે અભિનંદિત કરાયા. નેમિપણ કૃષ્ણની સાથે સમુચિત સંભાષણને કરે છે પછી કૃષ્ણવડે અપાયેલ રત્નના સિંહાસન પર બેસીને અવિકાર મનવાળો નેમિ ભાભીઓની સાથે સંલાપ કરે છે. પછી કૃષ્ણ જિનવરની સાથે અતિવિસ્તારથી
141