________________
સ્નાન કરે છે પછી ગંધકાષાયી વસ્રોથી સુગંધી ગંધોવાળા અંગોને લૂછીને, કપૂર-અગરુકસ્તુરી-પ્રમુખ ઘણાં દ્રવ્યોથી મિશ્રિત ઘણાં પ્રકારના ગંધોથી યુક્ત એવા ગોશીર્ષ ચંદનથી મનને સુખ આપનારા વિલેપનો બંનેને પણ કરાયા. કપૂર ચૂર્ણથી વાસિત વસ્ત્રથી ગાત્રો(અંગો) આચ્છાદન કરાય છે. પછી પોતાની કાંતિથી હણાયો છે અંધકારનો સમૂહ જેનાવડે, એવા દેવદૂષ્ય જેવા સ્વચ્છ પીળાવર્ણવાળા વસ્ત્રોને બંને પણ પહેરે છે. સ્વસ્થ કરાયા છે દીન દુઃખી જનો જેઓ વડે એવા તે બંને પણ ઘણાં ભોજ્ય, પેય-શાક અને સર્વ રસથી યુક્ત રસવતીને સાથે જમે છે. (૩૧૮૦) પછી કરાયા છે વિલેપન અને કપૂરની રજથી લેપાયેલ છે અંગોપાંગ જેઓના એવા તેઓવડે પાંચ પ્રકારની સુગંધથી યુક્ત પાનબીડા ગ્રહણ કરાયા. ક્રીડાસરોવરપર્વત-નદીઓથી રમ્ય, આમ્રવૃક્ષ, કેળ લવલી (લતા વિશેષ)-એલાયચી કમલવનોથી યુક્ત, સુખને આપનાર એવા ઉપવનોમાં જાય છે અને ત્યાં ઉદ્યાનમાં કદલીઘરમાં રચિત રમણીય કુસુમ શૈય્યામાં ક્રીડા કરે છે, વિશ્રામ કરે છે અને વાતો કરતા મધ્યાહ્ન સુધીનો સમય પસાર કરે છે આ પ્રમાણે કૃષ્ણ હંમેશા જિનેશ્વરની સાથે સુખો અનુભવે છે તથા કંચુકી (અંતઃપુરના રખેવાળ)ને પરિજનને અને પ્રતિહારી આદિને કહે છે કે તમારે બધાએ અતિબહુમાન અને આદરપૂર્વક નેમિની સાથે વર્તવું. ભંડાર કે અંતઃપુરમાં જતા કોઇએ પણ તેને વારવો નહીં. અવિકારી નેમિ પણ ભાભીઓની સાથે વિવિધપ્રકારની ક્રીડાઓથી નિત્ય ખેલ, પ્રમોદ કરે છે. સર્વે પણ શ્રી સમુદ્રવિજય આદિ યાદવો અને શિવાદેવી નેમિના લગ્નના વિષયમાં કૃષ્ણને દરમ્યાનગીરી કરવાનું કહે છે. અને કૃષ્ણ પણ શ્રી સત્યભામા-રુક્મિણી વગેરે સ્રીઓને કહે છે કે તમારે તેની સાથે એવી રીતે વર્તવું કે જેથી તે લગ્ન કરવાનું સ્વીકારે. આ પ્રમાણે ક્રીડાને કરતી તેઓ પણ ઘણા કથનોથી દાક્ષિણ્યના મહાસાગર, દક્ષ એવા જિનની સાથે નિત્ય આલાપસંલાપને કરે છે. નેમિ પણ નિપુણો વડે કહેવાયેલ કથનોથી દિવસોને પસાર કરે છે આ પ્રમાણે ક્રીડાઓને કરતા પ્રસન્નતાને પામેલા એવા આઓનો કાળ પસાર થાય છે. (૩૧૯૦)
અને આ બાજુ બળદેવનો પુત્ર બલનિષધ હતો અને તેને સાગરચંદ્ર નામનો શ્રેષ્ઠપુત્ર હતો અને તે કમલામેલા વિશે રક્ત હતો. મહસેનને વિવાહમાં ઠગીને શાંબવડે સાગરચંદ્રનો કમલામેલાની સાથે વિવાહ કરાવાયો. તેથી એ પ્રમાણે યાદવકુળમાં વિવિધ ચરિત્રો તથા ઘણાં પ્રસંગો થાય છે ત્યારે પ્રકટ થયું છે નૃત્ય જેમાં એવો વસંત મહોત્સવ પ્રવૃત્ત થયો. (અર્થાત્ વસંતઋતુ શરૂ થઇ.) તે આ પ્રમાણે
કસ્તુરીથી મિશ્ર ઉત્તમ ચંદનના શ્રેષ્ઠ રસથી પ્રવૃત્ત કરાયો છે છંટકાવ જેમાં, ઉપવનના સુગંધી કુસુમો રૂપી કામદેવનાં બાણોથી કરાયું છે મારણ જેમાં, (૩૧૯૪) મોગરા પુષ્પોના તીવ્ર પરિમલ (સુગંધ) સમૂહથી કરાયો છે માનિનીઓના માનનો ભંગ જેમાં, રિદ્ધિથી સમૃદ્ધ તરુણ કામીજનનું પ્રકટિત કરાયું છે ચિત્તનું રંજન જેમાં, (૩૧૯૫) કંપિતબાહુથી રણકાર કરતા મણિ કંકણવાળી નૃત્યકરનાર સ્ત્રીઓનો સંગ છે જેમાં, મૃદુકંઠવાળા દંપતીઓના ગીતના ધ્વનિને સાંભળવામાં આસક્ત થયા છે વનમૃગો જેમાં, (૩૧૯૬) વાગતા ગંભીર વાજિંત્રોના સુંદર પડઘાથી પૂરાયેલી છે સર્વ કંદરાઓ જેમાં, હસ્તતલથી અપાયેલ તાળીઓના અવાજની સાથે મિશ્રિત થયેલ છે ગાનાર વૃંદના અવાજની સુંદરતા જેમાં, (૩૧૯૭) કોયલ અને ભ્રમરોના
142