________________
શબ્દના શ્રવણની ઉત્કંઠાથી દોડતો પથિકનો સમૂહ છે જેમાં, ઘણાં દંપતીઓના કમળ સરોવરમાં સ્નાન કરવા માટે કરાયું છે પ્રિય નવું શસ્ત્ર જેના વડે, (૩૧૯૮) કામથી ઉન્મત્ત તરુણજનથી પ્રકટિત કરાયેલ કૌતુક વિશે કરાયું છે હાસ્ય જેમાં, વિરહીને સંતાપ કરનારી અને કામુકના કામને પોષનારી એવી વસંતૠતુ શરૂ થઇ. (૩૧૯૯) વસંતૠતુમાં એલાયચીના વૃક્ષોને હિંચોળનાર, કર્ણાટી-કુરુ-લોહ વગેરે નૃત્યોનો ગુરુ, વિલાસ અને કામને ઉદ્દીપ્ત કરનાર, કપૂરના પરાગની વાસથી સુખદ, કામાગ્નિને ઉદ્દીપન કરનાર એવો સુગંધી-મંદ-શીતળ-પવન, મલય પર્વતના ચંદન વનના મધ્યથી ચારેય બાજુ વાય છે. (૩૨૦૦) વસંતઋતુમાં કામાગ્નિથી સંતમ એવો સર્વજન શીતળ ઉદ્યાનોમાં પ્રિયકામિનીઓને સેવતો સતત રતિસુખને મેળવે છે, ચારેય તરફથી આમ્રવૃક્ષની મંજરીના સમૂહમાં આસક્ત ભમરાઓનો ગુંજારવ છે એવાં શીતળ બગીચાઓ પણ જ્યાં પ્રવાસીઓને તાપ કરનારા છે. (૩૨૦૧) જ્યાં સૂર્ય પણ ઉત્તરદિશાના પાણીની શીતળતાને હરીને લોકોને વસંતોત્સવમાં સહાય કરે છે કેમકે મહાપુરુષો ઉચિતને જાણનારા હોય છે. (૩૨૦૨)
વસંતઋતુના આગમનમાં પ્રિયરહિત કામિનીનું મુખ ફીકું થાય છે તેમ કુંદલતાનું વિકસિત પણ કુલ પાંડુવર્ણવાળું થાય છે. પ્રિયંગુલતા અને લોધ (વૃક્ષવિશેષ) પણ કુસુમના સંગને છોડી દે છે. અને અંકોલલતા કુસુમના સંગને પામે છે આ પ્રમાણે શોભા અનિત્ય છે. શિશિરઋતુથી બળેલી હોવા છતાં પણ કમલીનીઓ વસંતઋતુ આવે છતે ફરીપણ શોભાને પામે છે અથવા લોકમાં એકાંતે સુખ દુઃખ કોને છે? વનોમાં વસંતૠતુ વડે અપાયેલા પામર હૈયાઓને તોષ કરનારા કણીયેરના ફુલોના સમૂહો મંગલ પ્રદીપોની જેમ શોભે છે. કુરુબક વૃક્ષો ગાઢ સ્તનવાળી રમણીઓના આલિંગનને ઇચ્છે છે. કેસરા (વૃક્ષો) પણ કામિનીઓના કોગળાની મદિરાથી તોષ પામે છે. ચંપકવૃક્ષો પણ ગંધોદકના સિંચનથી ફુલને પામે છે. કામિનીઓના કટાક્ષોથી હણાયેલા તિલકવૃક્ષો પણ ખુશ થાય છે. વિરહ નામના વૃક્ષો પણ કોયલના પંચમ સ્વરને સાંભળીને ફુલને મેળવે છે (અર્થાત્ પુષ્પિત થાય છે) આમ એકેન્દ્રિયો પણ સ્પષ્ટ વિકારને પામે છે ત્યાં પુણ્યથી પ્રાપ્ત થઇ છે સર્વ ઇન્દ્રિયો જેઓને, ઉત્કટ છે મનનો પ્રસર જેઓને એવા પંચેન્દ્રિયોની તો શી વાત કરવી? અને બીજું પણ વસંતમાં જે બને છે તેને કહે છે -
પુન્નાગ અને નાગથી પરિમંડિત, એલાયચી-લવંગ-લવલી પ્રમુખ વૃક્ષોથી યુક્ત, ચંપક, અશોકથી અલંકૃત, જાયફળ, ફોફળથી યુક્ત, નાળીયેરી અને કેળથી શોભતા, શ્રેષ્ઠ ખજૂરી અને નાગવલ્લીઓથી યુક્ત એવા શ્રેષ્ઠ અને સુંદર મંડપો રચાયા છે જેમાં, વિશેષથી ફળ્યા છે મનોહર ફળો જેમાં એવા સુનિર્મળ ઉદ્યાનો વસંતમાં શોભે છે. જે (વસંત ઋતુ) સુસ્વર શકુંતો (પક્ષીઓ)ના અવાજના બાનાથી લોકની સાથે નિરંતર બોલે છે, વિકસિત મોગરાના બાનાથી જાણે હસે છે, મધુર કોયલના અવાજથી જાણે ગાય છે. (૩૨૧૩) પવનના સૂસવાટાથી જાણે નૃત્ય કરે છે, વૃક્ષોના પાંદડારૂપી હાથોથી અભિનય કરે છે, સરસ કુસુમમાં ઉત્પન્ન થયેલા મકરંદના બિંદુઓનો સમૂહો ગળવાથી (પડવાથી) જાણે રડે છે. (૩૨૧૪) ફળોના સમૂહોથી નમેલી વૃક્ષોની ડાળીઓથી જાણે પ્રિયજનના ચરણરૂપી કમળોને પ્રણામ કરે છે. જે ચાલતા વૃક્ષના શાખારૂપી હાથનો અગ્રભાગ જાણે સમગ્ર જનને બોલાવે છે. (૩૨૧૫) આ પ્રમાણે
143