________________
વસંતઋતુ સ્વયં મદોન્મત્ત થાય છે અને સકલ પૃથ્વી મંડળ પર શોભે છે. તથા વસંતમાં સમગ્ર પણ લોકોના ચિત્તો કામાધીન બને છે. તો પણ કામદેવ ગુણીઓમાં અગ્રેસર એવા નેમિજિનેશ્વરને શોભાવવા સમર્થ નથી. (૩૨૧૬)
પછી કોયલના ટૂંજનને સાંભળીને ઉદ્યાનપાલક વડે કહેવાય છતે વસંતનો કાળ જણાયે છતે કૃષણવડે સંપૂર્ણ દ્વારિકાનગરીમાં પટહ અપાવાયો અને ઉદ્ઘોષણા કરાઈ કે વસંતની વનલક્ષ્મી જોવાને કૃષ્ણ જશે તેથી પોતાની સમૃદ્ધિથી સજ્જ થઈને સર્વે મનુષ્યોએ, કુમારોએ તથા નગરવાસીઓએ ત્યાં આવવું. આ પ્રમાણે સાંભળીને નગરનો લોક ઉત્સુક્તાવાળો થયો. મનમાં ઉત્પન્ન થયેલ હર્ષવાળો તરુણવર્ગ વિશેષથી સજ્જ થાય છે. પછી સફેદ ધ્વજા પતાકાથી યુક્ત, રણકાર કરતી મણિની ઘૂઘરીઓના સમૂહના પડઘાઓથી પૂરાયેલ છે દિશાઓનો અંત જેનાવડે એવા રત્નમય રથમાં કૃષ્ણ બેઠો અને સમૃદ્ધિથી સજ્જ થયેલો ચાલે છે જેમકે
ચાલતા સુંદર રીતે મંડિત કરાયા છે ચામરના સમૂહો જેમાં, ચામરોને ચલાવવા માટે વ્યાકૃત કરાયેલી વારાંગનાના હાથરૂપી કિસલયના અગ્રભાગોમાં રણકાર કરતી મણિઓની ઘૂઘરીઓના સમૂહના કલરવથી કરાયેલ છે કર્ણયુગલને વિપુલ સુખ જેમાં, શ્રેષ્ઠ વેષને ધરનારી વારાંગનાઓના હાથથી ધરાયેલ છે ધવલ છત્ર જેના પર, ગરુડના ચિહ્નવાળો, હાથીના ગંડસ્થળમાંથી ગળતા મદના મહાપ્રવાહથી સિંચાયેલ છે પૃથ્વીનું વલય જેમાં, લાખો અશ્વોના ખુરોથી ઉખડેલી પૃથ્વીની રજથી છવાયું છે દિશાઓ રૂપી અંત જેમાં, કંપતા ધવલ ધ્વજ પટો અને મણિની ઘૂઘરીઓથી વાચાળ છે શ્રેષ્ઠ રથોનો સમૂહ જેમાં, ઊંચા કરેલા શસ્ત્રોને દૃઢધારણ કરતા અસંખ્ય પદાતિઓ વડે કરાઈ છે શોભા જેમાં એવી સમૃદ્ધિ (ઠાઠ)થી સજ્જ કૃષ્ણ જઈ : રહ્યો છે. (૩૨૨૫) ઇત્યાદિ સમૃદ્ધિથી જ્યારે કૃષ્ણ ચાલે છે ત્યારે જેની જમણી બાજુથી દિવ્યરથમાં દિવ્યાદિ દેવરિદ્ધિથી દેવની જેમ દેવનિર્મિત મણિ સિંહાસન પર મરકત મણિ જેવી પ્રભાવાળા ભગવાન બેઠા. હણાયેલ છે ઘણી દુષ્ટ ચેષ્ટાવાળા કામદેવનું રૂપ જેના વડે, વારાંગનાની શ્રેષ્ઠ તરુણ પુત્રીઓ વડે ધારણ કરાતું છે શ્વેત છત્ર જેના વિશે, રણકાર કરતી મણિવલયથી ભૂષિત રમણીઓના હાથથી ચલાવાતો છે ચામરનો સમૂહ જેના વિશે, ઢંકાયા છે અન્યના રૂપ અને સૌભાગ્ય જેના વડે, પોતાના દેહના સૌભાગ્ય અને રૂપથી જીતાયા છે ત્રણ ભુવન જેના વડે એવા નેમિકુમાર ચાલે છે. ઉત્તમશરીરવાળા, ઉત્તમ ધ્વજાવાળા, ઉત્તમ યશવાળા, ધારણ કરાયું છે શ્રેષ્ઠ ધવલ છત્ર જેના વિશે, રથ પર આરૂઢ થયેલો રામ કૃષ્ણની ડાબીબાજુથી રિદ્ધિથી ચાલે છે. આમાંથી બાકીના પણ (યાદવો) કુટુંબ રચીને (અર્થાત્ પરિવારની સાથે) રિદ્ધિથી ચાલે છે અને ઉગ્રસેન રાજા અંતઃપુર, ભાઈ તથા પુત્રોની સાથે ચાલે છે. સેનાધિપતિ ઉલુમ્ક, મહસેન, ભાનુ, ભામર, અકૂર, શાંબ, પ્રદ્યુમ્ન તથા સારણ, સર્વક, નિષધકુમાર, પુંડ્ર તથા દ્વિરથકુમાર તથા ચારુકુષ્ણ એ પ્રમાણે રાજકુમારો તથા રાજાઓ કોડોની સંખ્યામાં ચાલે છે. એ પ્રમાણે કોડો સૈનિકોની સાથે શ્રીનેમિ અને બળદેવ સહિત નીકળતા કૃષ્ણને માળાથી વિભૂષિત સર્વ નગરની સ્ત્રીઓ જુએ છે તથા જેવી રીતે મોટા મોજાઓની માળાઓથી સર્વસમુદ્ર શોભાવાય છે તેમ પુરંધીઓના ચંદ્ર જેવા શ્વેત કટાક્ષોથી આ (કૃષ્ણ, નેમિ અને બળદેવ) શોભાવાય છે. પછી સ્ત્રીઓની દષ્ટિ કૃષ્ણ, નેમિ અને રામ એ ત્રણેયમાંથી જેના પર પડે છે
144