________________
તેના પર ખીલાથી જડેલ શરીરની જેમ સ્થિર રહે છે. તેઓ પસાર થયા પછી તે સ્ત્રીઓમાં જેઓ વડે જેનું રૂપ જોવાયું છે તેનું વર્ણન કરતી પરસ્પર ઝગડે છે. (૩૨૩૮)
કેટલીકો પણ કહે છે કે હે સખી! રમણીય રૂપ ધરનારી રતિનો પિતા રામ જો જોવાય છે તો બાકીના લેવાયા કે ન જોવાયા હોય તો પણ શી ચિંતા? પછી હસીને બીજીઓ કહે છે કે હે મુગ્ધાઓ ! જ્યાં કરાયો છે કમળ જેવો આનંદ જેના વડે એવો સુભગ કૃષ્ણ જોવાયો નથી તો તમે ઠગાઈ છો. બીજી કેટલીક અસૂયાથી કહે છે કે તમે સર્વ કહો કે જ્યાં સુધી પોતાના રૂપથી જીત્યું છે ત્રણ જગતને જેણે એવા નેમિ જોવાયા નથી ત્યાં સુધી બાળપણથી માંડીને ઘણાં મનુષ્યોની પૂર્વે જોવાયેલ રૂપાદિની કથાઓ છે પરંતુ નેમિ જોવા છતે રૂપાદિની કથાઓ સમાપ્ત થાય છે. આ પ્રમાણે કામના તીક્ષ્ણ બાણોથી ભેદાયેલું છે મન જેઓનું એવી આ વિવાદ કરતી સ્ત્રીઓને વૃદ્ધાઓ યથાતથ્ય કહે છે તો પણ તેઓ માનતી નથી. પછી કોઈક કહે છે કે તેઓ પાછા ફરશે ત્યારે હું સ્વયં ખાત્રી કરાવીશ, બીજી પણ કહે છે કે હું પણ ખાત્રી કરાવીશ એમ ત્રીજી પણ કહે છે. આ પ્રમાણે નગરમાં સંકથાઓ વર્તે છે ત્યારે સર્વલોક રૈવતગિરિની નજીક ઉદ્યાનમાં ગયો. કૃષ્ણની માતાઓનું સર્વપણ અંતઃપુર ત્યાં ગયું. પછી સમુદ્રવિજય રાજાદિ વડીલો ગયા. સર્વે નગરવાસીઓ ગયા. પછી નેમિનિન અને અંતઃપુરથી સહિત કૃષ્ણ વનલક્ષ્મીને જેતો વિવિધ ઉદ્યાનોમાં ફરે છે. પછી પૂર્વે કહેલા વૃક્ષની જાતિઓથી સહિત તથા બીજા (હવે બતાવાય છે) આવા પ્રકારના વૃક્ષોથી અતિસમૃદ્ધ રૈવતગિરિના ઉદ્યાનમાં કૃષ્ણ ગયો. મંદાર, મચકુંદ, દમનક, હરિચંદન, પારિજાત, કરમદી, ધાતકી, મોચકી, સલ્લકી, સર્જ, અર્જુન, અકુર્જક, કદંબ, કેતકી, રાઈણિ, માલતી, વિદ્ય, ઉરિકટાહ, કુટક, કોરિટ, સેવંતિ, નવમલ્લિકા, યૂથિકા, પારત્રિ, મરવો, રુદ્રાશ, બિલ્વ આદિ વૃક્ષો રૈવતક ઉધાનમાં છે અથવા વધારે કહેવાથી શું? એવું કોઈ વૃક્ષ નથી જે તે ઉદ્યાનમાં ન હોય! પછી નંદનવન જેવા રમણીય તે ઉદ્યાનને જોઈને તુષ્ટ થયેલો કેશવ ત્યાં પોતાનો આવાસ કરાવે છે. બાકીના પણ યાદવો કેટલાક ત્યાં પોતાની ઇચ્છા મુજબ ક્રીડા કરે છે, કેટલાક પણ અંતઃપુરની સાથે બાકીના ઉદ્યાનોમાં જાય છે. હવે નેમિજિનેશ્વરની સાથે કૃષ્ણ પણ રૈવત ઉદ્યાનમાં વિચરે છે. અને ત્યાં ભ્રમર સમૂહના ગુંજારવને, મોરોના કેકારવને, કોયલના કૂજિતને, સારસયુગલોના આવાજને અને કર્ણને સુખ આપનારા સુર અને ખેચરોના ગીતોને તથા કર્ણને સુખ આપનારા બીજા પણ શબ્દોને સાંભળે છે. ત્યાર પછી કૃષ્ણ સરસ મંજરીથી શોભિત લાખો આમ્રવૃક્ષોને જુએ છે. નવા રંગોથી ઢંકાયેલા છે શરીરો જેના એવા વધૂવરની જેમ નવપલ્લવિત અશોકવૃક્ષોની પંક્તિઓથી યુક્ત પુષ્પિત પલાશના વૃક્ષોના રમ વનખંડોને કુતૂહલથી લાંબા સમય સુધી જુએ છે. તેને જોઈને પછી વિવિધ સ્થાનોમાં જેનારાઓના મન, નયનને સુખ આપનારા વિવિધ વૃક્ષોની જાતિઓને જુએ છે. માલતી મોગરા-કેતકી-પાટણ-કમળાદિ જાતોની તથા ચંદનવૃક્ષાદિના સુરભિ ગંધને સૂંઘે છે. એલાયચી-લવિંગ-કપૂર-જાયફળ-માયફળ આદિ વૃક્ષોમાંથી કેટલાકના ફળોને, કેટલાકની છાલને તથા કેટલાકના ફુલોનો આસ્વાદ કરે છે તથા લવલી તથા કદલી (કેળ) ઘરોમાં રચાયેલ બહુવિધ સરસ અને સુગંધી ફુલોની શૈય્યામાં વિશ્રામ કરે છે. નેમિ સહિત કૃષ્ણ તથા યાદવ રાજાઓ પાંચેય ઇન્દ્રિયોના વિષય સુખોને અનુભવે છે ત્યારે તે સર્વના અંતઃપુરો
145