________________
કુતૂહલથી કુલો વીણવા નિમિત્તે વિવિધ ઉદ્યાનોમાં સ્વચ્છંદતાથી વિચરે છે. કોઈ કમલનયની ઉર્ધ્વમુખી સ્ત્રી ફલોને ચૂંટે છે ત્યારે ભમરો કમળ છે એમ સમજીને તેની આંખમાં જલદીથી ચોંટ્યો. વ્યાકુળ થયેલી ભમરાને વાર છે ત્યારે સરકેલા વસ્ત્રથી પ્રકટ થયું છે અંગ જેનું એવી તે વૃક્ષમાં છૂપાઈને જતા કામીઓના મનને હરે છે. (૩૨૬૫) ફુલોનો પરાગરસ ગળીને બીજીની આંખમાં પડે છે ત્યારે આંખમાંથી પડતા આંસુવાળી એવી તે પતિવડે જોવાઈ. આ મારા વિરહમાં રડે છે એમ માનતા પતિવડે તે કહેવાઈ કે હે પ્રિયા ! તને આલિંગન કરવા હું દૂર નથી. બીજી કેતકીના ફુલોને ચૂંટતી કંટકથી હાથમાં વીંધાઈ ત્યારે હું વીંછીથી કંસાઈ છું એમ અલીક બોલે છે એટલે યુવાનો દોડે છે અને પરમાર્થને જાણનારા કામિત મનવાળા મંત્રના બાનાથી તેના શરીરનો સ્પર્શ કરે છે. કુસુમની પરાગથી પીડાયેલી આંખોવાળી બીજી સ્ત્રી વડે પાસે રહેલો પતિ પણ ન જોવાયો એટલે હું અપ્રિય છું એમ માની દુભાયેલો તે ત્યાંથી ચાલ્યો ગયો. કોઈક વસ્ત્રથી રહિત પુરુષ ઉછળતો જાય છે ત્યારે કુસુમને ગ્રહણ કરવામાં વ્યાપૃત બીજી. કોઈ સ્ત્રી કામના આવેશથી આક્રોશ કરતી બધાને હસાવે છે. શરીરના ઉપરના ભાગથી સરકીને પડેલી નાડીઓથી પ્રકટ થયો છે ત્રણ વલયવાળો પેટનો ઉપરનો ભાગ જેઓનો, પગના અગ્રભાર પર રહેતી એવી બીજી સ્ત્રીઓ ઉદીપિત થયો છે કામ જેઓનો એવા પ્રિયતમો વડે ગાઢ આલિંગન કરીને કદલીઘરોમાં લઈ જઈને વારંવાર ભોગવાય છે. કણકણ અવાજ કરતી, રણકાર કરતા છે મણિના ઝાંઝરો જેના, તૂટતા અને ગળતા હારોના અવાજવાળી, કંપતા સ્તનોવાળી, મુકાયેલા સીત્કારોથી સુખને આપનારી એવી સ્ત્રીઓ પતિઓ વડે ભોગવાઈ. અનુભવ કરાયું છે શ્રેષ્ઠ રતિનું સુખ જેઓ વડે, ચારે બાજુથી વીખરાઈ છે ઉજ્જવળ મોતી અને કુલોની માળાઓ જેઓની, સરકેલા વસ્ત્રો અને કેશપાશોથી ખુલ્લા થયેલા સર્વાગોથી રતિ કીડાઓને કરતી, ભોગવાયા છે રમણ સ્થળ, બગલ, સાથળ અને બે સ્તનો જેઓના એવી સ્ત્રીઓ પછી સંવાહિત કરાયા છે અંગોપાંગ જેઓ વડે, ઘણા કામથી વશ એવા તેઓ (પતિઓ) વડે પણ કદલીપત્રોના બનાવેલા પંખાઓથી વીંઝાય છે. (૩૨૭૭)
આ પ્રમાણે કૃષ્ણ પણ પ્રિયતમાઓની સાથે કીડા કરીને રતિ ખિન્ન થયેલો શ્રેષ્ઠ પુષ્કરિણીને અનુસરીને સ્નાન માટે ચાલે છે. પછી નેમિનિન અને પ્રિયતમાઓની સાથે માર્ગમાં જતો કૃષ્ણ સેવેલ રતિસુખથી તુષ્ટ થયેલ યુગલોના વાગતા વેણુ-વીણા-મૃદંગથી શુભ મધુરગીતોને સાંભળે છે તથા ક્યાંય પણ વનલતાની અંદર સતત રતિ ક્રિીડાને કરતી સ્ત્રીઓના રણકાર કરતી ઘૂઘરી, ઝાંઝરી અને મણિવાલયના કલરવોને સાંભળે છે અને ક્યાંક કરાયેલ ઉદ્ભટ શ્રેષ્ઠ શૃંગારને જુએ છે અને ત્યાં સતત પ્રારબ્ધ કરાયેલ રતિથી વશ થયેલા, સ્વપરને નહીં ઓળખનારા, હિંચકાઓ પર પ્રિયતમાઓની સાથે હિંચકનારા તરુણવર્ગને જુએ છે. ક્યાંક રતિખેદ અને કીડાના શ્રમને દૂર કરવા કરાયું છે જળમજન જેઓ વડે એવા યુગલોને નદી અને સરોવરના કાંઠાઓ ઉપર જુએ છે. ક્યાંક વારાંગનાના નૃત્યો અને સુંદર નાટકોને તથા મદિરાપાનથી મા થયેલાઓ વડે કરાયેલી કુચેષ્ટાઓના તમાસાઓને જુએ છે. અન્યત્ર ગંભીર વાજિંત્રોના અવાજથી પ્રારંભ કરાયેલ નૃત્યવંદોના તથા લોકોના કોલાહલને સાંભળે છે અને આ પ્રમાણે બીજું પણ સાંભળે છે. પછી રાજપુરુષો વડે પૂર્વે પણ રક્ષણ કરાયેલી કુમુદ અને કમળવનથી
146