________________
રમ શ્રેષ્ઠ પુષ્કરિણીઓ પાસે ગયો. ઇન્દ્ર જેમ માનસરોવરમાં સ્નાન કરે તેમ કૃષ્ણ નેમિજિનની સાથે તથા સુંદર રૂપવાળી સ્ત્રીઓની સાથે તેમાં સ્નાન કરે છે પછી જ્યારે કૃષ્ણ સ્નાન કરે છે ત્યારે સારસ-કલહંસ-ચક્રવાક-મિથુનોના અવાજના બાનાથી પુષ્કરિણી પણ જાણે મંગળ શબ્દને કરે છે. (૩૨૮૮) પછી પુષ્કરિણીનો જળસમૂહ સ્નાન કરતા એવા તેઓના શરીર રૂપી ચંદનને ઉજ્વળ કરે છે. મોટાઓનો સંગ કોની નિર્મળતામાં કારણ નથી બનતો? પછી આ પુષ્કરિણી અભિનંદિત તરંગરૂપી બાહુબલિકાઓથી જાણે નૃત્ય કરે છે તથા કમલવનમાં લીન થયેલ ભમરાઓના સમૂહના અવાજથી જાણે ગાય છે. પછી પાણીમાં પડેલી રુકિમણીને ગુમ આલિંગન કરતા કૃષ્ણને જાણીને સત્યભામાએ કમળના નાળોથી તેને તાડન કર્યો. તેથી ભયથી કૃષ્ણે કહ્યું કે હે પ્રિયે તારી આંખમાં શું છે? એવા બાનાથી કૃષ્ણ તેના મુખને ચુંબન કરે છે ત્યારે “સઠ” એ પ્રમાણે બોલતી બીજી વડે પાણિનો પ્રહાર થયે છતે માથામાં હણાયો. કૃષ્ણ જેટલામાં તેને મનાવે છે તેટલામાં ઈર્ષ્યાથી બીજી હણે છે. પછી બધી રાણીઓ નેમિ દિયર છે એટલે તેના કંઠમાં વળગીને લાંબા સમય સુધી પાણીમાં આળોટાવે છે. નેમિ પણ અવિકાર ભાવથી જળકીડા કરે છે તેને જોઈને કેશવ પણ હૈયામાં આનંદ પામે છે કે કોઈપણ રીતે આ સ્ત્રીનો અથ થાય. એ પ્રમાણે વિસ્તારથી સ્નાન કરીને બધી સ્ત્રીઓ પુષ્કરિણીની બહાર નીકળે છે અને કરાયો છે શ્રેષ્ઠ શૃંગાર જેના વડે એવો પરિતુષ્ટ થયેલ કૃષ્ણ શ્રી નેમિજિન તથા પરિવાર સહિત, અંતઃપુર અને સૈન્ય સહિત રાત્રીએ ત્યાંજ રહ્યો. (૩૨૯૭)
એ પ્રમાણે નિત્ય કીડા કરતા તેઓનો ત્યાં વસંત સમય પસાર થાય છે અને કમથી સંતાપ કરાયો છે જગતનો લોક જેના વડે એવો ઉનાળો શરૂ થયો. પછી ઉનાળાના તાપની તીવ્રતા થયે છતે યાદવો શીતળ વનોમાં શીતળ નદીઓ અને કમળ સરોવરોનું સેવન કરે છે. શીતળ મણિના હાર-ચંદન-કપૂરના પાણીથી ભીના કરાયેલ સૂક્ષ્મ વસ્ત્રોથી જળયંત્ર ઘરોમાં (જળના ફુવારા છે જેમાં એવા ઘરોમાં તેઓ નિત્ય સુખને અનુભવે છે.) (૩૩૦૧)
પછી કોઇક દિવસે ઘામથી વ્યાકુલ કૃષ્ણ નેમિ અને પ્રિયતમાઓની સાથે પૂર્વની જેમ તે જ પુષ્કરિણીમાં જાય છે. પછી પુષ્કરિણીના કાંઠા પર સોળહજાર પ્રિયાઓની સાથે ચારે બાજુથી પરિવરેલો મણિમય સિંહાસન પર બેઠો. પછી કૃષ્ણ નેમિકુમારની સાથે તથા હજારો કુમારો તથા બાકીના યુવાન અને શ્રેષરૂપથી યુક્ત યાદવોથી વીંટળાયેલ રહ્યો. સર્વે કુલોના આભરણવાળા તથા સર્વે શ્વેત કુસુમોના મુગુટવાળા તથા વનમાળાઓને પહેરીને ધૂમનારા સર્વે યાદવસિંહને ગજેન્દ્રોની જેમ વીંટળાઈને રહ્યા. તેઓની મધ્યમાં કૃષ્ણ ઈન્દ્રની જેમ સોળહજાર પ્રિયતમાઓથી યુક્ત રહ્યો. પછી મણિમય-સુવર્ણમય-રુખમય પીચકારીઓ તથા ફુવારાઓ હાથમાં દઢ લઇને કુંકુમ-કસ્તુરી-ચંદન-કપૂર-પૂરથી મિશ્ર જળથી તે સર્વે વડે છાંટવાનું શરૂ કરાયું. (૩૩૦૭) હારથી શોભતું છે વક્ષ સ્થળ જેનું, ચંદનથી ધવલિત કરાયું છે શરીર જેનું એવો કૃષ્ણ સાળામનુષ્યો અને સ્ત્રીઓની સાથે પીચકારીઓના જળોથી સિંચન કરે છે. સ્વચ્છ-સૂક્ષ્મ-નવા રંગોથી કરાયો છે શૃંગાર જેઓ વડે, મધુપાનથી રક્ત થયેલ ઘૂમતી આંખોવાળી, સુવર્ણ શરીરવાળી, ખુલ્લા સ્તન અને છાતી તળ પર ચાલતા છે હારો જેઓના, ભુવનમાં સારવાળી, કસ્તુરીના તિલકવાળી, પુષ્પ અને આભરણોથી શોભિત, ઘણાં ફુવારાઓ છે હાથમાં જેઓના એવી સર્વ
147