________________
ભાભીઓ, ફરી રહી છે હારલતા જેની, શ્વેતકુસુમ અને આભરણોથી કરાઈ છે શોભા જેના વડે એવા નેમિજિનને એકી સાથે પીચકારી અને કુવારાઓના સમૂહમાંથી સુગંધી પાણીથી ચારે બાજુ નિર્દય તાડન કરે છે. ઘણાં સુગંધી દ્રવ્યો વડે પ્રસારિત પરિમલવાળો પાણીનો સમૂહ જેના પર પડતો છે એવા નેમિ મેરુપર્વત પર અભિષેક કરાયાની જેમ સુંદર સ્ત્રીઓની સાથે શોભે છે. પછી નેમિ પણ તેઓમાંની કેટલીકો ઉપર સુગંધી જળ છાંટે છે અને કેટલીકોને લીલાપૂર્વક નીલકમળોથી છાતીમાં હણે છે. પછી મોગરાની માળા પહેરાવીને બીજી કેટલીકનાં કંઠ દેશને શણગારે છે અને કેટલીકોના માથાઓને શ્રેષ્ઠ શિરોમાલિકાથી શણગારે છે, કેટલીકોના સેંથાને કસ્તુરીના સ્તબકોથી પૂરીને ભરે છે. આ પ્રમાણે તેઓનું કીડાથી સિંચન પ્રવર્તે. (૩૩૧૬) કૌતુકથી આકર્ષાયિલ સર્વ પ્રેક્ષક યાદવો સ્નાનાદિ શેષ કાર્યોને છોડીને નેમિની અભિમુખ દોડે છે. કીડાને માટે આવેલા દેવતાઓ પણ પ્રિયતમાઓની સાથે જુએ છે અને ગુપ્તપણે નેમિને ભોગના અંગો પ્રાપ્ત કરાવે છે. પછી દેવોથી પરિવરેલા ઈન્દ્રની જેમ સ્નાન છોડીને પ્રધાન લોકની સાથે કૃષ્ણ પણ ત્યાંજ આવે છે અને અપ્સરાઓની જેમ પોતાની સ્ત્રીઓથી વીંટળાયેલા, અવિકાર લોચનવાળા, મેરુપર્વત જેવા સ્થિર ચિત્તવાળા એવા નેમિને જુએ છે. મદિરાથી ઉન્મત્ત થયેલી, તામ્ર આંખોવાળી, રમ્ય, પુષ્ટ સ્તન પર ફેંકાતી છે હારલતાઓ જેની એવી કૃષ્ણની સ્ત્રીઓ નેમિકુમારને ફરી સિંચે છે અને મહાત્મા નેમિકુમાર પણ ચોપડાયેલ ચંદન-કસ્તુરી-કપૂરની સારવાળી રજોથી શોભે છે અને તેજ પ્રમાણે બધી સ્ત્રીઓના શરીરે વિલેપન કરે છે, પાટલપુષ્પની માળાઓ પહેરાવે છે અને લાલ વસ્ત્રોથી છાતીને શણગારે છે અને ગાઢ કુંકુમના પાણીથી બમણું રંગે છે. આ પ્રમાણે કામદેવની જેમ એકલા નેમિવડે તે સોળ હજાર સ્ત્રીઓ ક્રીડાથી રંજિત કરીને હર્ષથી પરવશ મનવાળી કરાઇ.(૩૩૨૪) પછી બધી મળીને ચંદ્ર જેવા નિર્મળ નેમિના ચરિત્રોને ગાય છે. ઊંચી કરી છે બાહુ રૂપી વેલડીઓ જેમણે એવી તેઓ નેમિને ઘેરીને નૃત્ય કરે છે. શ્રેષ્ઠદેવીઓની જેમ મદથી ઉન્મત્ત છતાં પણ નેમિના નિર્મળ ગુણોથી રંજિતમનવાળી રુકિમણી, સત્યભામા વગેરે, તમારા ગુણોનું અમારામાં સંક્રમણ થાઓ’ એ પ્રમાણે બોલતી સૌભાગ્યનિધિ એવા નેમિને ગાઢ આલિંગન કરે છે. નિર્વિકાર છે આત્મા જેનો એવા નેમિ પણ કૃષ્ણ સમક્ષ તેઓને આલિંગન કરે છે અને આભૂષણોથી શણગારે છે અને ફરી ફરી પ્રિયાઓની સાથે કીડા કરે છે. સ્વયં નેમિને આલિંગન કરીને પછી આલિંગન કરતા નેમિને કોઈક સ્ત્રી કંઠમાં હાથને ગાઢ રીતે મૂકીને, જણાયેલ છે કૃષ્ણનો ભાવ જેની વડે એવી તે જાણે કુપિત થઈ હોય તેમ અતિશય નિપુણ એવા નેમિને કહે છે કે પોતાની સ્ત્રીને આલિંગન કર, અમને કરેલું તારું આલિંગન નિષ્ફળ છે. ત્યારે જણાયો છે તેનો ભાવાર્થ જેના વડે અને કંઇક હસતા એવા નેમિ બીજી વડે અન્ય પ્રકારે કીડાથી આક્ષેપ કરાયા. પછી કૃષ્ણ પ્રકર્ષ પામેલ આ આનંદ સમૂહને જેમ જેમ જુએ છે તેમ તેમ નેમિ જિનેશ્વરના ચરિત્રોથી આનંદ પામે છે અને પછી વિચારે છે કે હું ધન્ય છું જેને નિર્મળ શીલથી યુક્ત, સકલ ગુણોનો ભંડાર યાદવકુળમંડન એવો નેમિ ભાઈ છે. રુકિમણી પ્રમુખના રૂપના શ્રવણથી કામથી પીડિત એવા મારા વડે લડાઈના દુઃખો સહન કરીને જે એકેક પરણાઈ અને ભેગી થયેલી તે સર્વ સ્ત્રીઓને જોઇને દેવો પણ ખરેખર ક્ષોભ પામે છે ત્યારે એ જ સ્ત્રીઓ આના કંઠમાં લાગેલી છે
148