________________
તો પણ તેને કશો વિકાર થતો નથી. (૩૩૩૫)
તેથી શું આ સ્રીઓના રૂપથી અધિક રૂપવાળી કોઇ સ્રી જગતમાં છે કે જે આ નેમિને ક્ષોભ પમાડે ? તેથી આ મોહ અમને જ છે. અથવા વિધિ વિચિત્ર છે આ પ્રમાણે વિચારતો કૃષ્ણ સ્નેહથી નેમિને આલિંગન કરે છે અને પછી બધા પુષ્કરિણીમાં પ્રવેશ કરીને પૂર્વે કહેલ વિધિથી સ્નાન કરે છે. પછી બધા સ્નાન કરી કાંઠા ઉપર આવે છે. પછી નેમિજિનેશ્વર પણ નીકળીને કાંઠા પર આવ્યો. પછી પૂર્વે કાંઠા પર આવેલી રુક્મિણી વડે જોવાયા. અભ્યુત્થાન કરીને સસંભ્રમથી ઊભી થઇ અને સન્મુખ આવીને મોટા વિનયથી તેને કહે છે હે કુમાર ! પ્રસન્ન થઇને આવ અને આ રત્ન સિંહાસન પર બેસ. પછી પોતાના હાથથી તેના હાથરૂપી પલ્લવને પકડીને રત્નસિંહાસન ઉપર બેસાડે છે. ગંધકાષાયી વસ્રોથી તેના અંગોને લૂછે છે, વિલેપન કરાવે છે તથા શ્રેષ્ઠ વસ્રોને અર્પણ કરે છે તથા પોતાના હાથથી શ્રેષ્ઠ કુસુમોથી તેના કેશાલંકારને કરે છે, વસ્રોથી શોભાવે છે અને વિનયથી આ પ્રમાણે કહે છે કે (૩૩૪૩) જણાયેલા છે સર્વ ભાવો જેના વડે એવા તારી આગળ કહેવાને કોણ જાણે છે ? સ્ત્રીઓ સ્વભાવથી ચંચળ હોય છે તો પણ હે શ્રેષ્ઠકુમાર ! હું કહું છું તેથી પોતાની ઉદારતાથી મારા પર અપ્રસાદ ન કરવો. તારુ રૂપ ભુવનમાં અભ્યધિક છે. તારું સૌભાગ્ય અનુપમ છે. કળાઓનો કર્તા તું છે, તારી ચતુરાઇ કંઇપણ અપૂર્વ છે તેને કોણ કહેવાને જાણે છે ? અથવા બીજો કોણ વિવેકી છે ? (૩૩૪૬)
ભુવનમાં વિખ્યાત વંશમાં સમુદ્રવિજયને ઘરે તું જન્મ્યો છે જેની આજ્ઞાને કરનારો વાસુદેવ છે અને તું સ્વયં જ શોભા (લક્ષ્મીનું) ઘર છે તો પછી તેના લક્ષ્મીના વિલાસોનું શું કહીએ? જેના દેવો પણ દાસ થઇને રહે છે તેને બીજું કહેવાથી સર્યું. હે કુમાર! ગૃહસ્થોનો આ સર્વપણ નિર્મળ ગુણોનો સમૂહ પરણવાથી જ સફળ થાય છે. ગૃહિણી ગ્રહણ કરાય છે તેથી ગૃહસ્થ કહેવાય છે પણ જે ગૃહિણી ગ્રહણ ન કરાય તો ગૃહસ્થ કોનાવડે કહેવાય? સુખી સ્વજન અને ભાઇઓના ધર્મનું કારણ ગૃહિણી છે. ગૃહિણીઓ ઘરે આવેલાનું ઉચિત કરે છે અને દાન ધર્મ કરે છે. ગૃહિણીઓના અભાવે કેવી રીતે અથવા કોની સ્વાગત ક્રિયા અને ધર્મ હોય? તેથી દુર્ભગ મનુષ્યની જેમ તારે હજુ પણ કેટલો કાળ સુધી આ બ્રહ્મચર્ય વ્રતથી રહેવું છે? સૌભાગ્યનિધિ એવા તમારા જેવા પણ હે સુભગ! નહીં પરણે તો આ જગતની સ્થિતિ વિચ્છિન્ન થશે. તારા શરીરને વિશે આ અનુત્તર યૌવન ક્ષીણ ન થાઓ. તારી આ યાદવ લક્ષ્મી વિલાસથી રહિત નિષ્ફળ ન થાઓ. જયારે તું મુનિ થા ત્યારે મહાવ્રતોનું પાલન કરજે પરતું તારું આ મુનિચરિત્ર ગૃહસ્થોને શોભતું નથી. સુંદર એવી પણ વસ્તુ સ્થાને કરવામાં આવે તો જ શોભે છે. વીણાઓ વાગતી હોય ત્યારે સ્વાધ્યાય કરવો શોભાસ્પદ થતો નથી. પુરુષ ગુણોથી મોટો હોવા છતાં પણ રાંડોળીયાની જેમ પિશાચ જેવો થાય છે. ગુણોથી મોટો હોય છતાં પણ ગૃહિણી વગરનો હોય તો છિંડણગૌરી (છિંડણગૌરી તુચ્છસ્વભાવવાળી ઘરે ઘરે ભટકનારી)ની જેમ ભમવાના સ્વભાવવાળો હોય છે. (૩૩૫૭)
તેથી મારા ઉપરોધથી પ્રસન્ન થઇને હે દિયર! સ્રીને પરણો એ પ્રમાણે રુક્મિણી કહીને પગમાં પડે છે. પછી જાંબવતી કહે છે કે હે કુમર! આ રુક્મિણી કહે છે તે સાચું કહે છે તે પણ
149