________________
પગે પડીને યુકિતઓને કહે છે. સત્યભામાં પણ પાસે જઈને પગે લાગીને કહે છે આ પ્રમાણે ' કૃષ્ણની સર્વ સ્ત્રીઓએ પરણવા માટે નેમિને આગ્રહ કર્યો. નજીકમાં રહેલા કૃષ્ણ પણ રુકિમણીના વચનો સાંભળીને વિચાર્યું કે અહો જુઓ! આઓ વડે પણ પોતાનો પક્ષ પણ કેવો સમર્થન કરાયો? (૩૩૬૧) આ પ્રમાણે તેઓથી ખુશ થયેલ કૃષ્ણ પણ નેમિની પાસે જઈને અંજલિપૂર્વક કહે છે કે હે કુમાર! ભાભીઓને અને અમને પ્રસાદ કર. શિવાદેવી પણ સુખને મેળવે અને સર્વે યાદવો સ્વસ્થ થાય. સમુદ્રવિજય મહારાજા નિવૃત્તિને પામે અર્થાત્ ચિંતાથી મુક્ત થાય. આ પણ પક્ષ (૮) સર્વથા વિરુદ્ધ નથી કારણ કે પહેલા પણ ઝષભાદિ જિનેશ્વરો વડે પણ તે પ્રમાણે આચરાયું છે છતાં તેઓ સિદ્ધ ન થયા હોય તેવું નથી. એ પ્રમાણે કેશવે કહ્યું ત્યારે સર્વ પણ યાદવ સમૂહ તેના પ્રત્યેક વચનને ઘણી યુક્તિઓથી સમર્થન કરે છે. એ પ્રમાણે બધા વડે ઘણું કહેવાયા પછી કૃષ્ણ નેમિના પગમાં પડે છે અને ત્યાર પછી સર્વ યદુવર્ગ તેના પગમાં પડે છે. (૩૩૬૬)
હવે નેમિજિન વિચારે છે કે લોકસ્થિતિનું બળવાનપણું જુઓ! તથા કર્મપરિણતિનું અચિંત્ય સામર્થ્ય તો જુઓ. જેના સ્પષ્ટ પણે દોષો જોવાય છે. એવી અસાર વસ્તુઓને વિશે પણ લોક ' ' સ્વયં કેટલો રાગી છે અને બીજાને પણ તેમાં કેવો પ્રવતવિ છે? ગૃહસ્થવાસ ફક્ત અબુદ્ધો વડે સેવાયો છે અને પંડિતો વડે છોડાયો છે જેમાં પ્રત્યક્ષ દુઃખ અનુભવાય છે તેમાં પણ આગ્રહ છે. આ યુકિતઓથી સમર્થન કરાય છે છતાં પણ લોક તેને માનતો નથી તેથી તે લોક ગ્રહિલ છે એ પ્રમાણે જાણવું તથા તે લોકવ્યવહારથી પણ બાહ્ય ગણાય છે. માતા, પિતા અને ભાર્યા આવા કૂટ પ્રકારોથી જીવોને મોહ પમાડીને ફરી ફરીને ભવરૂપી દાવાનળમાં નાખે છે. આદિમાં (પ્રથમથી) મારા માતા-પિતા વડે કેશવ વગેરે સર્વે (મોહથી) વાસિત કરાયા છે તેથી અસહમાં તત્પર માતાપિતાવડે આ કેશવ વગેરે કેવી રીતે બોધ પામે? આ લોકોના પ્રતિબોધનો આજે સમય નથી અને આ લોક જે કહે છે (જેનો આગ્રહ રાખે છે) તે પણ હમણાં થવાનું નથી એમ હું માનું છું. પરણ્યા વિના જ હું દીક્ષાને લઇશ અને આ લોકો વડે ઋષભાદિનું જે ઉદાહરણ અપાયું છે તે બધાઓને વિશે ઘટતું નથી. સમગ્ર રોગોની ચિકિત્સા શું એક પ્રકારની જ હોય છે? અર્થાત્ એક પ્રકારની હોતી નથી પણ અલગ અલગ પ્રકારની હોય છે. તે પ્રમાણે કર્મરોગમાં પણ ચિકિત્સા વિચિત્ર પ્રકારની હોય છે. તેથી અહીં વધારે શું કહેવું? આ ઉપાય છે એ પ્રમાણે વિચારીને જિનેશ્વર કહે છે કે તમે જે કહો છો તે હું કરીશ. પછી રુકિમણી વગેરે સર્વ દેવીઓ હર્ષ પામી અને કૃષ્ણ, સમુદ્રવિજય, શિવાદેવી અને બાકીના લોકો પણ હર્ષ પામ્યા. પછી સરોવરોના સમૂહથી રમ્ય રેવત ઉધાનમાં ઉનાળો પસાર કરીને સર્વે પણ દ્વારિકા નગરીમાં પોતપોતાને સ્થાને ગયા. (૩૩૭૮)
હવે રાત્રી પસાર કરીને અંતઃપુરમાં બેઠેલો કૃષ્ણ પ્રભાત સમયે કહે છે કે હે દેવીઓ! તમે સર્વ કહો, “જગતમાં એવી કોઈ કન્યા છે કે જે નેમિકુમારનું અનુકરણ કરે?' હવે સત્યભામાં કહે છે કે શ્રી ઉગ્રસેન રાજાની પુત્રી નિરુપમ રૂપવાળી રાજીમતી નામની મારી નાની બહેન
(૩૮) આ પણ પક્ષ એટલે સંસારમાં લગ્ન કરીને પછી સંસાર સુખો ભોગવીને પુત્રને રાજયાદિ ભળાવીને પછી દીક્ષા ગ્રહણ કરી મોક્ષમાં જવું એ પક્ષ પણ વિરુદ્ધ નથી. સંસાર સુખો ભોગવ્યા હોય અને મોક્ષ ન મળે એવું નથી.
150