________________
સંપૂર્ણ ત્રણ ભુવનમાં પણ રૂપાદિ ગુણોથી વિખ્યાત છે. તેથી હે દેવ! ખરેખર તે જ કન્યા નેમિનિનું અનુકરણ કરશે પણ બીજી દેવી પણ નહીં કરી શકે એ પ્રમાણે મારા ચિત્તમાં ફુરણા થાય છે. પછી કેશવે કહ્યું કે પૂર્વે સંભળાયેલી તે મારા પણ ચિત્તમાં છે તેથી હું ત્યાં જઈશ એ પ્રમાણે કહીને તે ઊભો થાય છે પછી કૃષ્ણ ચતુરબુદ્ધિ નામના પોતાના અમાત્યને કહે છે કે ઉગ્રસેન રાજાના ઘરે જઈને નિરીક્ષણ કર કે રાજીમતી શું રૂપાદિથી રિષ્ટનેમિનું અનુકરણ કરે છે? અથવા તો શું પ્રસિદ્ધિ માત્ર છે? તેમ જાણી આવીને જલદીથી કહે. તે પણ જઈને પાછો ફર્યો. પરિતુષ્ટ થયેલો તે એકાંતમાં કૃષ્ણને કહે છે કે હે દેવ! એક ક્ષણ સાવધાન થઈને સાંભળો. પુરુષ કે દેવ કે સ્ત્રી અથવા દેવી જે કોઈપણ રૂપાદિથી નેમિનું અનુકરણ કરે છે તેમ કહેવું એ પ્રમાણે કોઈપણ રીતે સહન કરી શકાય તેમ નથી પરંતુ પ્રજાપતિ પણ ઘણું કરીને પ્રથમ મિથુન (યુગલ)ને ચિંતવે છે આ લોકસ્થિતિ છે તેથી પ્રજાપતિવડે નેમિનું ચિંતવન કરાયું છે અને ખરેખર તેનાવડે મિથુનસ્ત્રી એવી રાજીમતી નિર્માણ કરાઈ છે એમ હું માનું છું. ભારે પ્રયત્ન કરીને તેના વડે ઘણું કરીને અનુરૂપ જ તે કન્યા કરાઈ છે. પરંતુ જગતમાં તેવા પ્રકારના પુલોના અભાવથી અથવા શક્તિના અભાવથી જો કે કંઇક પણ ન્યૂન થયું છે. (૩૩૯૦) તેના નિત્ય અપ્લાન શોભાવાળા મુખરૂપી કમળનું શું કહીએ? અમ્યાન શોભાવાળા મુખની સતત અભિલાષા કરતા દેવો પણ જેને મેળવતા નથી. તેનો મોતીનો બનેલો હાર ઘણું પ્રેરણા કરાવે છતે પણ ઘણા પુષ્ટ ઉન્નત સ્તનમંડળની સેવાને છોડતો નથી. ખરેખર અતિશુદ્ધ આચરણવાળો જે કોઈ હશે તે તેના કંઠમાં બાહુ લતિકાના નિરુપમ ગાઢ બંધને મેળવશે. તેના ગંભીર નાભિમંડળને વારંવાર સ્પર્શ કરતા હારના વચ્ચેના મણકાની ચંચળતાને ખુશ થયેલા દેવો પણ વખાણે છે. (૩૩૯૪) તેના રમણ સ્થળ પર આરૂઢ થયેલો કામદેવ મણિના રસન અને ઘૂઘરીઓના અવાજથી કહે છે કે જો તેનું (રાજીમતીનું) તમારે કાર્ય હોય તો વિપુલ તપને કરો. અલ્પ પુણ્યવાન તેના તપેલા સુવર્ણ વર્ણવાળા કામરૂપી ભવનના તોરણના સ્તંભ સમાન બે સાથળને જોતો નથી. એના પગની જંઘા કમળના નાળ સમાન છે. એના પગની ઘૂંટીઓ ગૂઢ અને સુંદર છે, એના બે પગ પ્રભાતના સૂર્યથી વિભૂષિત કરાયેલ હોય તેવા સુકુમાલ લાલ છે. આવા પગથી ચંક્રમણ કરતી એવી રાજીમતી જે કોઈ ધન્ય હશે તેના ઘરના આંગણને પવિત્ર કરશે. હે દેવી! તુચ્છમતિવાળો એવો હું આટલું માત્ર જાણું છું. પણ શ્રુતકેવલી તેના રૂપને આનાથી અભ્યધિક જાણે છે અને સર્વજ્ઞો જ તેના સંપૂર્ણ રૂપને જાણે છે. એ પ્રમાણે અમાત્ય કહ્યું ત્યારે રંજિત ચિત્તવાળો કૃષ્ણ કહે છે કે “ચતુરબુદ્ધિ’ એ પ્રમાણે તારું નામ ગુણોથી પણ પડેલું છે. (અર્થાત્ ગુણ પ્રમાણે તારું નામ છે) આવી રીતે વસ્તુને કોણ જાણે? અને આ રીતે જાણ્યું હોય તો પણ બીજાને કહેવા કોણ શક્તિમાન થાય? તેથી હે ભદ્ર! તું હમણાં સ્વયે ત્યાં જા અને ઉગ્રસેનને કહે કે તારી આ પુત્રી શ્રી નેમિકુમાર માટે મંગાય છે. આ સાંભળીને તે ત્યાં ગયો અને ઉગ્રસેનને જણાવ્યું. વિસ્મયથી આકર્ષિત થયું છે મન જેનું એવો ઉગ્રસેન કહે છે કે આ અતિ અદ્ભૂત વાત કોને માન્ય ન હોય? પરંતુ રાંકડાના ઘરની પ્રાંગણભૂમિ શું ક્યારેય પણ ઐરાવણ હાથી સાથે સંબંધ પામે છે? મારવાડની ભૂમિ શું કલ્પવૃક્ષના સંગને પામે છે? અથવા પામરની પુત્રી શકેન્દ્રના સંબંધની પ્રાર્થના કરતી હોય તો પણ શું તેને પામે
151